Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
ગુજરાત રાષ્ટ્રીય આંતરરાષ્ટ્રીય મનોરંજન સ્પોર્ટ્સ ધર્મ ભક્તિ એક્સક્લુઝીવ બિઝનેસ ટેક & ઓટો લાઇફ સ્ટાઇલ વાયરલ & સોશિયલ ક્રાઈમ STUDIO ON WHEELS
Advertisement

Shreyas Iyer નો મેદાનમાં તરખાટ, ધોની-રોહિત જેવા દિગ્ગજોના રેકોર્ડના ભૂક્કા કાઢ્યા !

Shreyas Iyer નો મેદાનમાં તરખાટ ટીમ માટે જીત લઇ આવ્યો છે, ઐયરે અને પ્રભસિમરન સાથે મળીને ત્રીજી વિકેટ માટે 66 બોલમાં 139 રનની ભાગીદારી કરી હતી, જેણે મેચની દિશાને સંપૂર્ણપણે બદલી નાખી હતી. આ ઐયરની IPL કારકિર્દીની 30 મી અડધી સદી છે. IPL 2026 માં, ઐયરે પાંચ મેચની ચાર ઇનિંગ્સમાં 203 રન બનાવ્યા છે. આ તેની સતત ત્રીજી અડધી સદી છે.
shreyas iyer નો મેદાનમાં તરખાટ  ધોની રોહિત જેવા દિગ્ગજોના રેકોર્ડના ભૂક્કા કાઢ્યા
Advertisement
  • Shreyas Iyer નો મેદાનમાં તરખાટ ટીમ માટે જીત લઇ આવ્યો
  • જીતની સાથે ઐયરે ધોની-રોહિત જેવા દિગ્ગજોનો રેકોર્ડ તોડ્યો
  • કેપ્ટન તરીકે ઓછી ઇનિંગમાં વધુ 50+ બનાવનાર છઠ્ઠો ખેલાડી બન્યો

Shreyas Iyer : પંજાબ કિંગ્સના કેપ્ટન શ્રેયસ ઐયરે (PBKS Catption - Shreyas Iyer) મુંબઈ ઇન્ડિયન્સ સામેની મેચમાં 66 રનની ઇનિંગ રમી હતી. આ ઇનિંગ દરમિયાન, ઐયરે કેપ્ટન તરીકે ધોનીનો (MS Dhoni Record Break) એક ખાસ રેકોર્ડ તોડ્યો છે. ઐયરે 35 બોલમાં 66 રન બનાવ્યા, જેમાં 5 ચોગ્ગા અને 4 છગ્ગાનો સમાવેશ થાય છે. હકીકતમાં, ઐયર હવે IPL ઇતિહાસમાં કેપ્ટન તરીકે સૌથી વધુ 50+ સ્કોર કરવાના મામલે છઠ્ઠા સ્થાને પહોંચી ગયો છે. ઐયરે IPLમાં કેપ્ટન તરીકે 22 વખત 50+ સ્કોર બનાવ્યા છે.

Shreyas Iyer, ઓછી ઇનિંગમાં મોટી સફળતા

આ દરમિયાન, ઐયરે ધોની કરતા ઓછી ઇનિંગમાં કેપ્ટન તરીકે 22 વખત 50+ સ્કોર બનાવ્યા છે. ઐયરે કેપ્ટન તરીકે 90 ઇનિંગમાં 22 વખત 50+ સ્કોર બનાવવાની સિદ્ધિ હાંસલ કરી છે. આ દરમિયાન, ધોનીએ કેપ્ટન તરીકે 204 ઇનિંગમાં 22 વખત 50+ સ્કોર બનાવવામાં સફળતા મેળવી છે. આનો અર્થ એ થયો કે ઐયરે કેપ્ટન તરીકે 22 વખત 50+ સ્કોર બનાવ્યા છે, તે પણ ધોની કરતા ઓછી ઇનિંગ રમીને.

Advertisement

 

View this post on Instagram

 

A post shared by Shreyas Iyer (@shreyasiyer96)

Advertisement

આ પણ વાંચો ------------ Suryakumar Yadav ની કેપ્ટનશિપ ખતરામાં, આ રહ્યા મજબૂત દાવેદાર

Shreyas Iyer, IPL કેપ્ટન તરીકે સૌથી વધુ 50+ સ્કોર

  • 42: વિરાટ કોહલી (142 ઇનિંગ્સ)
  • 33: ડેવિડ વોર્નર (83 ઇનિંગ્સ)
  • 31: ગૌતમ ગંભીર (127 ઇનિંગ્સ)
  • 25: રોહિત શર્મા (157 ઇનિંગ્સ)
  • 24: કેએલ રાહુલ (64 ઇનિંગ્સ)
  • 22: શ્રેયસ ઐયર (90 ઇનિંગ્સ)
  • 22: એમએસ ધોની (204 ઇનિંગ્સ)

ચાર કે તેથી વધુ છગ્ગા સાથે IPL કેપ્ટનની સૌથી વધુ IPL ઇનિંગ્સ

  • 15 ઇનિંગ્સ: એમએસ ધોની
  • 12 ઇનિંગ્સ: વિરાટ કોહલી
  • 11 ઇનિંગ્સ: શ્રેયસ ઐયર
  • 10 ઇનિંગ્સ: કેએલ રાહુલ
  • 10 ઇનિંગ્સ: રોહિત શર્મા

ઐયર અને પ્રભસિમરન સિંહે મેચ બદલી

ઐયરે (Shreyas Iyer) અને પ્રભસિમરન (Prabhsimran Singh) સાથે મળીને ત્રીજી વિકેટ માટે 66 બોલમાં 139 રનની ભાગીદારી કરી હતી, જેણે મેચની દિશાને સંપૂર્ણપણે બદલી નાખી હતી. આ ઐયરની IPL કારકિર્દીની 30મી અડધી સદી છે. IPL 2026 માં, ઐયરે પાંચ મેચની ચાર ઇનિંગ્સમાં 203 રન બનાવ્યા છે. આ ઐયરની સતત ત્રીજી અડધી સદી છે.

પંજાબ કિંગ્સનો નોંધપાત્ર વિજય

મુંબઈના (MI) 196 રનના લક્ષ્યાંકનો પીછો કરતા, પંજાબ કિંગ્સની ટીમે 16.3 ઓવરમાં ત્રણ વિકેટે 198 રનનો સરળ સ્કોર બનાવવામાં સફળતા મેળવી છે, જેમાં પ્રભસિમરનના 39 બોલમાં અણનમ 80 રન, જેમાં 11 ચોગ્ગા અને બે છગ્ગાનો સમાવેશ થાય છે, અને કેપ્ટન શ્રેયસ ઐય્યર (66 રન, 35 બોલ, પાંચ ચોગ્ગા, ચાર છગ્ગા) સાથે ત્રીજી વિકેટ માટે 139 રનની ભાગીદારીનો સમાવેશ થાય છે. આ જીતથી ટુર્નામેન્ટની એકમાત્ર અજેય ટીમ પંજાબ કિંગ્સ પાંચ મેચમાં નવ પોઈન્ટ સાથે ટેબલમાં ટોચ પર પહોંચી ગઈ છે. મુંબઈ સમાન મેચોમાં બે પોઈન્ટ સાથે નવમા સ્થાને છે.

આ પણ વાંચો ------------ સિંઘ ઈઝ કિંગ! Arshdeep Singh એ પંજાબ કિંગ્સ માટે રચ્યો એવો ઈતિહાસ, જે દિગ્ગજો પણ ન કરી શક્યા

Tags :
Advertisement

.

×