LSGVsPBKS : પંજાબની જીત, શ્રેયસ ઐયરની શાનદાર સદી
LSGVsPBKS : IPL 2026 ની 68 મી મેચમાં, પંજાબ કિંગ્સ (Punjab Kings) લખનૌ સુપર જાયન્ટ્સ (Lucknow Super Giants) સામે ટકરાઈ રહી છે. આ મેચ લખનૌના એકાના ક્રિકેટ સ્ટેડિયમમાં રમાઈ રહી છે. પંજાબ કિંગ્સે ટોસ જીતીને પહેલા બોલિંગ કરવાનો નિર્ણય લીધો. પહેલા બેટિંગ કરતા લખનૌ સુપર જાયન્ટ્સે 20 ઓવરમાં 6 વિકેટ ગુમાવીને 196 રન બનાવ્યા હતા. આ મેચમાં પંજાબની જીત થઇ છે. પંજાબ વતી રમતા શ્રેયસ ઐયરે શાનદાર સદી ફટકારી હતી. ટીમે 18 મી ઓવરમાં 3 વિકેટો ગુમાવતા મેચ જીતી લીધી હતી.
LSGVsPBKS, પહેલી ઇનિંગનું સરવૈયું
પહેલા બેટિંગ કરતા લખનૌની શરૂઆત સારી રહી ન હતી. જોશ ઇંગ્લિસે પહેલી ઓવરમાં 16 રન બનાવ્યા, પરંતુ પછી બીજી ઓવરના પહેલા બોલ પર મોટો ફટકો પડ્યો જ્યારે અર્શીન કુલકર્ણી ગોલ્ડન ડક પર આઉટ થયો હતો. ટીમને 20 રનના સ્કોર પર બીજો ફટકો પડ્યો જ્યારે નિકોલસ પૂરન 7 બોલમાં 2 રન બનાવીને આઉટ થયો. ત્યારબાદ જોશ ઇંગ્લિસ અને આયુષ બદોનીએ 23 બોલમાં 49 રનની ભાગીદારી સાથે ઇનિંગ્સને સ્થિર કરી હતી. બદોની કમનસીબે 18 બોલમાં 43 રન બનાવીને આઉટ થયો હતો. ત્યારબાદ પંત અને ઈંગ્લિસે 43 બોલમાં 65 રનની ભાગીદારી કરી હતી. આ મેચમાં લખનૌ માટે જોશ ઇંગ્લીસ સૌથી વધુ રન બનાવનાર ખેલાડી હતો, તેણે 44 બોલમાં 9 ચોગ્ગા અને 2 છગ્ગાની મદદથી 72 રનની ઇનિંગ રમી હતી.
બંને ટીમો માટે પ્લેઈંગ ઈલેવન
- પંજાબ કિંગ્સ: પ્રભસિમરન સિંહ (વિકેટકીપર), પ્રિયાંશ આર્ય, કૂપર કોનોલી, શ્રેયસ ઐયર (કેપ્ટન), સૂર્યાંશ શેડગે, શશાંક સિંહ, અઝમતુલ્લાહ ઉમરઝાઈ, માર્કો જોહ્ન્સન, વિજયકુમાર વૈશાખ, અર્શદીપ સિંહ, યુઝવેન્દ્ર ચહલ
- લખનૌ સુપર જાયન્ટ્સ: જોશ ઈંગ્લીસ, અર્શીન કુલકર્ણી, નિકોલસ પૂરણ, આયુષ બદોની, ઋષભ પંત (વિકેટકીપર/કેપ્ટન), અબ્દુલ સમદ, મુકુલ ચૌધરી, અર્જુન તેંડુલકર, મોહમ્મદ શમી, પ્રિન્સ યાદવ, મોહસીન ખાન
આ પણ વાંચો - IPL 2026: Virat Kohli એ Travis Head સાથે કેમ ન મિલાવ્યો હાથ? હૈદરાબાદની જીત વચ્ચે કિંગ કોહલીનો Viral Video!


