GT Vs RR Qualifier 2 : RR નો સ્કોર 214 , વૈભવ સૂર્યવંશી સહેજમાં સદી ચૂક્યો
GT Vs RR Qualifier 2 : IPL 2026 ની બીજી ક્વોલિફાયર મેચ ગુજરાત ટાઇટન્સ (Gujarat Titans) અને રાજસ્થાન રોયલ્સ (Rajasthan Royals) વચ્ચે નવા ચંદીગઢના મુલ્લાનપુર સ્ટેડિયમમાં રમાઇ રહી છે. આજની મેચમાં રાજસ્થાનની ટીમે ટોસ જીતીને બેટિંગની પસંદગી કરી હતી. આ મેચમાં રાજસ્થાન રોયલ્સ તરફથી રમતા વૈભવ સૂર્યવંશીએ સ્ફોટક ઇનિંગ રમતા 47 બોલમાં છગ્ગા-ચોગ્ગા વરસાવીને 96 રન બનાવ્યા છે. જેનાથી ટીમને 20 ઓવરમાં 06 વિકેટો ગુમાવતા 214 રનસ્કોર કરવામાં સફળતા મળી છે. રાજસ્થાનની ટીમે ગુજરાતને જીત માટે 215 રનનું ટાર્ગેટ આપ્યું છે. શરૂઆતમાં ગુજરાતની ટીમે વિકેટો વિખેરવામાં સફળ રહી હતી.
GT Vs RR Qualifier 2, બંને ટીમોનો હેડ ટુ હેડ રેકોર્ડ
ગુજરાત ટાઇટન્સ ક્વોલિફાયર 1 માં હાર્યા બાદ આ મેચમાં ઉતરી રહ્યું છે, જ્યારે રાજસ્થાન રોયલ્સ એલિમિનેટરમાં સનરાઇઝર્સ હૈદરાબાદને હરાવીને આ મેચમાં ઉતરી રહ્યું છે. બંને ટીમો આ મેચ જીતીને ફાઇનલમાં સ્થાન મેળવવાનો પ્રયાસ કરશે. ગુજરાત ટાઇટન્સ અને રાજસ્થાન રોયલ્સ ટુર્નામેન્ટમાં અત્યાર સુધી 10 વખત એકબીજા સામે ટકરાયા છે, જેમાં ગુજરાતનો હાથ ઉપર છે. ગુજરાત ટાઇટન્સ 7 વખત જીત્યું છે, જ્યારે રાજસ્થાનની ટીમ ફક્ત 3 વખત જીતી છે. આ સિઝનમાં, બંને ટીમો બે વાર ટકરાઈ છે, જેમાં બંને ટીમો 1-1 વખત જીતી છે.
GT Vs RR Qualifier 2, મેદાન બેટ્સમેન માટે સારું
ન્યૂ ચંદીગઢમાં હવામાન મેચ માટે થોડું ખરાબ લાગે છે, જેના કારણે મેચ ખોરવાઈ શકે છે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, મેચ દરમિયાન વરસાદ પડી શકે છે. પીચની વાત કરીએ તો, આ મેદાન બેટ્સમેન માટે સારું માનવામાં આવે છે. એલિમિનેટર મેચ પણ એ જ મેદાન પર રમાઈ હતી, જ્યાં એક હાઈ સ્કોરિંગ મેચ જોવા મળી હતી.
બંને ટીમોનું પ્લેઇંગ ઇલેવન
- રાજસ્થાન રોયલ્સ : યશસ્વી જયસ્વાલ, વૈભવ સૂર્યવંશી, ધ્રુવ જુરેલ (વિકેટકીપર), રિયાન પરાગ (કેપ્ટન), ડોનોવન ફરેરા, દાસુન શનાકા, રવીન્દ્ર જાડેજા, જોફ્રા આર્ચર, નાન્દ્રે બર્ગર, બ્રિજેશ શર્મા, યશ રાજ પુંજા
- ગુજરાત ટાઇટન્સ : સાઇ સુદર્શન, શુભમન ગિલ (કેપ્ટન), જોસ બટલર (વિકેટકીપર), નિશાંત સિંધુ, વોશિંગ્ટન સુંદર, જેસન હોલ્ડર, રશીદ ખાન, સાઇ કિશોર, કાગીસો રબાડા, પ્રસીદ કૃષ્ણ, મોહમ્મદ સિરાજ
આ પણ વાંચો - Vaibhav Sooryavanshi ના નામે નવો રેકોર્ડ, સફળ થનાર પહેલો Uncapped Player બન્યો


