Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
ગુજરાત રાષ્ટ્રીય આંતરરાષ્ટ્રીય મનોરંજન સ્પોર્ટ્સ ધર્મ ભક્તિ એક્સક્લુઝીવ બિઝનેસ ટેક & ઓટો લાઇફ સ્ટાઇલ વાયરલ & સોશિયલ ક્રાઈમ STUDIO ON WHEELS
Advertisement

RRVsMI : મુંબઇ ઇન્ડિયન્સની હાર, સૂર્યકુમાર યાદવની અડધી સદી નાકામ

RRVsMI વચ્ચે મુંબઇમાં ખેલાઇ રહ્યો છે જંગ, આ મેચમાં રાજસ્થાન રોયલ્સની શરૂઆત સારી રહી ન હતી, જેમાં તેમણે 33 રનના સ્કોર પર બંને ઓપનિંગ બેટ્સમેન ગુમાવી દીધા હતા. ત્યારબાદ ધ્રુવ જુરેલે એક છેડેથી ઈનિંગને સ્થિર કરી, 38 રન બનાવ્યા, જ્યારે નીચેના ક્રમે આવેલા જોફ્રા આર્ચરે 32 રન બનાવીને રાજસ્થાનના સ્કોરને 20 ઓવરમાં 205 રન સુધી પહોંચાડવામાં મહત્વની ભૂમિકા ભજવી હતી.
rrvsmi   મુંબઇ ઇન્ડિયન્સની હાર  સૂર્યકુમાર યાદવની અડધી સદી નાકામ
Advertisement

RRVsMI : ઇન્ડિયન પ્રીમિયર લીગની (IPL 2026) 19મી સીઝનની 69મી લીગ મેચ મુંબઈના વાનખેડે સ્ટેડિયમ (Mumbai Stadium) ખાતે મુંબઈ ઈન્ડિયન્સ (Mumbai Indians) અને રાજસ્થાન રોયલ્સ (Rajasthan Royals) વચ્ચે રમાઈ રહી છે, જેમાં મુંબઈ ઈન્ડિયન્સના કેપ્ટન હાર્દિક પંડ્યાએ ટોસ જીતીને પ્રથમ બોલિંગ કરવાનો નિર્ણય લીધો છે. પ્રથમ બેટિંગ કરતા રાજસ્થાન રોયલ્સે 20 ઓવરમાં 8 વિકેટ ગુમાવીને 205 રન બનાવ્યા હતા. બીજી તરફ મુંબઇની ટીમ 20 ઓવરમાં 9 વિકેટો ગુમાવતા 175 રન જ બનાવી શકી હતી.

RRVsMI, પહેલી ઇનિંગનું સરવૈયુ

આ મેચમાં રાજસ્થાન રોયલ્સની શરૂઆત સારી રહી ન હતી, જેમાં તેમણે 33 રનના સ્કોર પર બંને ઓપનિંગ બેટ્સમેન ગુમાવી દીધા હતા. ત્યારબાદ ધ્રુવ જુરેલે એક છેડેથી ઈનિંગને સ્થિર કરી, 38 રન બનાવ્યા, જ્યારે નીચેના ક્રમે બેટિંગ કરવા આવેલા જોફ્રા આર્ચરે 32 રન બનાવીને રાજસ્થાનના સ્કોરને 20 ઓવરમાં 205 રન સુધી પહોંચાડવામાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી હતી. મુંબઈ ઇન્ડિયન્સ તરફથી દીપક ચહર અને શાર્દુલ ઠાકુરે બે-બે વિકેટ લીધી જ્યારે વિલ જેક્સ, કોર્બિન બોશ અને ગઝનફરે એક-એક વિકેટ લીધી હતી.

Advertisement

RRVsMI, પોઇન્ટ ટેબલની સ્થિતિ

બધાની નજર આ મેચ પર રહેશે, જેમાં જો રાજસ્થાન રોયલ્સ જીતે છે, તો તેઓ 16 પોઈન્ટ સાથે પ્લેઓફમાં સ્થાન મેળવનારી ચોથી ટીમ બનશે. જો રાજસ્થાન રોયલ્સ આ મેચ હારી જાય છે, તો પંજાબ કિંગ્સ અને KKRમાંથી કોઈ એક ટીમ પ્લેઓફમાં પોતાનું સ્થાન સુરક્ષિત કરી લેશે. હાલમાં, રાજસ્થાન રોયલ્સ 13 મેચ રમીને 14 પોઈન્ટ સાથે પોઈન્ટ ટેબલમાં પાંચમા સ્થાને છે, જ્યારે પંજાબ કિંગ્સ, જેણે પોતાની બધી લીગ મેચ રમી છે, તે 15 પોઈન્ટ સાથે ચોથા સ્થાને છે. દરમિયાન, મુંબઈ ઈન્ડિયન્સ માટે ખરાબ સિઝન રહી છે, કારણ કે તે પહેલાથી જ પ્લેઓફની દોડમાંથી બહાર થઈ ગઈ છે.

Advertisement

બંને ટીમોનું પ્લેઇંગ ઇલેવન

  • મુંબઈ ઈન્ડિયન્સ - રાયન રિકેલ્ટન (વિકેટકીપર), નમન ધીર, સૂર્યકુમાર યાદવ, તિલક વર્મા, હાર્દિક પંડ્યા (કેપ્ટન), વિલ જેક્સ, કોર્બિન બોશ, દીપક ચહર, શાર્દુલ ઠાકુર, એએમ ગઝનફર, રઘુ શર્મા.
  • રાજસ્થાન રોયલ્સ - યશસ્વી જયસ્વાલ, વૈભવ સૂર્યવંશી, ધ્રુવ જુરેલ (વિકેટકીપર), રિયાન પરાગ (કેપ્ટન), ડોનોવન ફેરેરા, શુભમ દુબે, દાસુન શનાકા, જોફ્રા આર્ચર, નંદ્રે બર્ગર, યશ રાજ પુંજા, બ્રજેશ શર્મા.

આ પણ વાંચો - Telugu Super Star Ram Charan એ બુમરાહની માફી માંગી, જાણો કારણ

Tags :
Advertisement

.

×