Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
ગુજરાત રાષ્ટ્રીય આંતરરાષ્ટ્રીય મનોરંજન સ્પોર્ટ્સ ધર્મ ભક્તિ એક્સક્લુઝીવ બિઝનેસ ટેક & ઓટો લાઇફ સ્ટાઇલ વાયરલ & સોશિયલ ક્રાઈમ STUDIO ON WHEELS
Advertisement

RRVsMI : રાજસ્થાનનો સ્કોર 205 પહોંચ્યો, એકપણ અડધી સદી નહીં

RRVsMI ની મેચ મુંબઇના સ્ટેડિયમમાં રમાઇ રહી છે. જો RR જીતે છે, તો તેઓ 16 પોઈન્ટ સાથે પ્લેઓફમાં સ્થાન મેળવનારી ચોથી ટીમ બનશે. જો RR હારી જાય છે, તો પંજાબ કિંગ્સ અને કેકેઆરમાંથી એક ટીમ પ્લેઓફમાં સ્થાન મેળવશે. હાલમાં, RR 13 મેચ પછી 14 પોઈન્ટ સાથે પોઈન્ટ ટેબલમાં પાંચમા ક્રમે છે, જ્યારે પંજાબ કિંગ્સ, તેમની બધી લીગ મેચ રમી ચૂકી છે.
rrvsmi   રાજસ્થાનનો સ્કોર 205 પહોંચ્યો  એકપણ અડધી સદી નહીં
Advertisement

RRVsMI : ઇન્ડિયન પ્રીમિયર લીગની (IPL 2026) 19 મી સીઝનની 69 મી લીગ મેચ મુંબઈના વાનખેડે સ્ટેડિયમ (Mumbai Stadium) ખાતે મુંબઈ ઈન્ડિયન્સ (Mumbai Indians) અને રાજસ્થાન રોયલ્સ (Rajasthan Royals) વચ્ચે રમાઈ રહી છે. ટોસ જીત્યા બાદ, મુંબઈ ઈન્ડિયન્સના કેપ્ટન હાર્દિક પંડ્યાએ પ્રથમ બોલિંગ કરવાનો નિર્ણય લીધો હતો. આજની મેચમા પ્રથમ બેટિંગ કરતા રાજસ્થાનની ટીમે 20 ઓવરમાં 08 વિકેટો ગુમાવતા 205 રન બનાવ્યા છે. રાજસ્થાન તરફથી બેટિંગ કરતા એક પણ ખેલાડી અડધી સદી સુધી પહોંચી શક્યો નથી. મુંબઇની ટીમને જીત માટે 206 રનોનું લક્ષ્ય આપવામાં આવ્યું છે. અત્રે નોંધનીય છે કે, મુંબઈ ઈન્ડિયન્સે તેમના પ્લેઈંગ ઈલેવનમાં એક ફેરફાર કર્યો છે, જ્યારે રાજસ્થાન રોયલ્સ ત્રણ સાથે રમી રહી છે.

RRVsMI, પોઇન્ટ ટેબલની સ્થિતિ

આ મેચ પર દર્શકોની ખાસ નજર રહેશે. જો રાજસ્થાન રોયલ્સ જીતે છે, તો તેઓ 16 પોઈન્ટ સાથે પ્લેઓફમાં સ્થાન મેળવનારી ચોથી ટીમ બનશે. જો રાજસ્થાન રોયલ્સ હારી જાય છે, તો પંજાબ કિંગ્સ અને કેકેઆરમાંથી એક ટીમ પ્લેઓફમાં સ્થાન મેળવશે. હાલમાં, રાજસ્થાન રોયલ્સ 13 મેચ પછી 14 પોઈન્ટ સાથે પોઈન્ટ ટેબલમાં પાંચમા ક્રમે છે, જ્યારે પંજાબ કિંગ્સ, તેમની બધી લીગ મેચ રમી ચૂકી છે, 15 પોઈન્ટ સાથે ચોથા ક્રમે છે. દરમિયાન, મુંબઈ ઈન્ડિયન્સ માટે સીઝન ખરાબ રહી છે, કારણ કે તે પહેલાથી જ પ્લેઓફ રેસમાંથી બહાર થઈ ગઈ છે.

Advertisement

બંને ટીમો માટે પ્લેઈંગ ઈલેવન

  • મુંબઈ ઈન્ડિયન્સ - રેયાન રિકલ્ટન (વિકેટકીપર), નમન ધીર, સૂર્યકુમાર યાદવ, તિલક વર્મા, હાર્દિક પંડ્યા (કેપ્ટન), વિલ જેક્સ, કોર્બીન બોશ, દીપક ચહર, શાર્દુલ ઠાકુર, એએમ ગઝનફર, રઘુ શર્મા.
  • રાજસ્થાન રોયલ્સ - યશસ્વી જયસ્વાલ, વૈભવ સૂર્યવંશી, ધ્રુવ જુરેલ (વિકેટકીપર), રિયાન પરાગ (કેપ્ટન), ડોનોવન ફરેરા, શુભમ દુબે, દાસુન શનાકા, જોફ્રા આર્ચર, નંદ્રે બર્ગર, યશ રાજ પુંજા, બ્રજેશ શર્મા.

આ પણ વાંચો - Telugu Super Star Ram Charan એ બુમરાહની માફી માંગી, જાણો કારણ

Advertisement

Tags :
Advertisement

.

×