Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
ગુજરાત રાષ્ટ્રીય આંતરરાષ્ટ્રીય મનોરંજન સ્પોર્ટ્સ ધર્મ ભક્તિ એક્સક્લુઝીવ બિઝનેસ ટેક & ઓટો લાઇફ સ્ટાઇલ વાયરલ & સોશિયલ ક્રાઈમ STUDIO ON WHEELS
Advertisement

IPL Controversy : RR ટીમ મેનેજરના હાથમાં મોબાઇલ મામલે નોટીસ ફટકારાઇ

IPL Controversy, રાજસ્થાન રોયલ્સ ટીમના મેનેજરે મોબાઇલનો ઉપયોગ કરતા ચકચાર મચી ગયો છે. સમાચાર એજન્સીએ દેબાજીત સૈકિયાને ટાંકીને કહ્યું છે કે, "આ ઘટના ક્યાં બની અને ફોનનો ઉપયોગ થયો કે, નહીં તેની સંપૂર્ણ તપાસ કરવાની જરૂર છે. કોઈપણ તાર્કિક નિષ્કર્ષ પર પહોંચતા પહેલા અમે આંતરિક તપાસ કરીશું. અમે કોઈપણ નિષ્કર્ષ પર પહોંચતા પહેલા વિડિઓ ફૂટેજની તપાસ કરીશું અને પુરાવા એકત્રિત કરીશું.
ipl controversy   rr ટીમ મેનેજરના હાથમાં મોબાઇલ મામલે નોટીસ ફટકારાઇ
Advertisement
  • IPL Controversy, રાજસ્થાન રોયલ્સ ટીમના મેનેજરે મોબાઇલનો ઉપયોગ કર્યો
  • ડગઆઉટમાં ફોનનો ઉપયોગ પ્રતિબંધીત છતાં બિંદાસ્ત ઉપયોગ કર્યાનો વીડિયો
  • બીસીસીઆઇ દ્વારા મામલાની ગંભીર નોંધ લઇને તપાસ શરૂ કરવામાં આવી

IPL Controversy : રાજસ્થાન રોયલ્સ ટીમ (Rajasthan Royals Team) ના મેનેજર રોમી ભીંડર (Romi Bhinder - Manager) ઇન્ડિયન પ્રીમિયર લીગ (IPL) 2026 ની મેચ દરમિયાન ડગઆઉટમાં મોબાઇલ ફોનનો ઉપયોગ (Dugout - Mobile Use) કરતા ટીવી કેમેરામાં કેદ થયા બાદ વિવાદમાં ફસાઈ ગયા હતા. નિયમો અનુસાર, મેચ દરમિયાન ડગઆઉટમાં ફોનનો ઉપયોગ સખત પ્રતિબંધિત છે. જો કે, આ મામલે BCCI દ્વારા રાજસ્થાન રોયલ્સની ટીમને નોટીસ પાઠવવામાં આવી હોવાનું જાણવા મળી રહ્યું છે.

IPL Controversy, BCCI એ તપાસ શરૂ કરી

આ ઘટનાએ ભ્રષ્ટાચાર વિરોધી પ્રોટોકોલ પર પ્રશ્નો ઉભા કર્યા છે. આ બાબતની ગંભીરતાને જોતા, ભારતીય ક્રિકેટ બોર્ડ (BCCI) એ તપાસ શરૂ કરી છે. આગળની કાર્યવાહી તમામ તથ્યો અને વિડિયો ફૂટેજના આધારે નક્કી કરવામાં આવશે.

Advertisement

Advertisement

આ પણ વાંચો ----------- કરોડોની ઘડિયાળ પહેરી અલીબાગ નીકળ્યો કિંગ કોહલી! MI સામેની મેચ પહેલા વીડિયો વાયરલ

IPL Controversy, સત્યતાની તપાસ કરાશે

BCCI એ IPL માં રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર સામે રાજસ્થાન રોયલ્સ મેચ (IPL - RC Vs RR Match) દરમિયાન રોમી ભીંડર ડગઆઉટમાં મોબાઇલ ફોનનો ઉપયોગ કરતા જોવા મળેલી ઘટનાની ગંભીર નોંધ લીધી છે. BCCI સેક્રેટરી દેવજીત સૈકિયાએ (Devajit Saikia - BCCI Secretary) જણાવ્યું હતું કે બોર્ડ કોઈપણ નિષ્કર્ષ પર પહોંચતા પહેલા ઘટનાની સત્યતાની તપાસ કરશે.

પુરાવા એકત્રિત કરીશું

સમાચાર એજન્સીએ દેબાજીત સૈકિયાને ટાંકીને કહ્યું છે કે, "આ ઘટના ક્યાં બની અને ફોનનો ઉપયોગ થયો કે, નહીં તેની સંપૂર્ણ તપાસ કરવાની જરૂર છે. કોઈપણ તાર્કિક નિષ્કર્ષ પર પહોંચતા પહેલા અમે આંતરિક તપાસ કરીશું. અમે કોઈપણ નિષ્કર્ષ પર પહોંચતા પહેલા વિડિઓ ફૂટેજની તપાસ કરીશું અને પુરાવા એકત્રિત કરીશું."

સૂર્યવંશી તેની બાજુમાં બેઠો હતો

આ ઘટનાનો વિડિઓ સૌપ્રથમ સોશિયલ મીડિયા ઇન્ફ્લુએન્સર દ્વારા ઇન્સ્ટાગ્રામ પર શેર કરવામાં આવ્યો હતો. શેર કરેલા વિડિઓમાં દાવો કરવામાં આવ્યો છે કે, ગુવાહાટીમાં રાજસ્થાન રોયલ્સની છ વિકેટની જીત દરમિયાન રોમી ભીંડર મોબાઇલ ફોનનો ઉપયોગ કરી રહ્યો હતો, જ્યારે યુવા સેન્સેશન વૈભવ સૂર્યવંશી તેની બાજુમાં બેઠો હતો.

ડ્રેસિંગ રૂમમાં ફોનનો ઉપયોગ કરી શકાય

બીસીસીઆઈના અન્ય એક અધિકારીએ સમાચાર એજન્સીને જણાવ્યું હતું કે, "હા, ભીંડરે ખરેખર પ્લેયર્સ અને મેચ ઓફિસિયલ્સ એરિયા (PMOA) પ્રોટોકોલનું ઉલ્લંઘન કર્યું છે. મેચ દરમિયાન ડગઆઉટમાં મોબાઇલ ફોન પર પ્રતિબંધ છે." IPL ની સત્તાવાર વેબસાઇટ પર PMOA પ્રોટોકોલ 2026 સાથે સંબંધિત સંબંધિત નિયમ જણાવે છે કે, "ટીમ મેનેજર ડ્રેસિંગ રૂમમાં ફોનનો ઉપયોગ કરી શકે છે, પરંતુ ડગઆઉટમાં નહીં."

આ પણ વાંચો ----------- Cricketer Arshdeep Singh પહેલી વખત ગર્લફ્રેન્ડ સાથે કેમેરામાં કેદ થયો

Tags :
Advertisement

.

×