IPL 2026 : GT ને પછાડીને RR જીત્યું, અંત સુધી ઉત્સાહ અકબંધ રહ્યો
IPL 2026, આજે IPL ના ચાહકોને ડબલ ડોઝ મળ્યો છે, આજે શનિવારની રજાના દિવસે બે IPL મેચોનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં પ્રથમ મેચ દિલ્હી અને મુંબઇની ટીમો વચ્ચે રમાઇ હતી, જેમાં દિલ્હીએ જીતનો ડંકો વગાડ્યો હતો. ત્યાર બાદ બીજી મેચ GT અને RR વચ્ચે રમાઇ હતી, જેમાં અંતિમ ઓવરો સુધી મેચ રસાકસીભરી રહી હતી, કોણ જીતશે તે કહેવું મુશ્કેલ હતું.
Advertisement
- IPL 2026, આજે IPL ના ચાહકોને ડબલ ડોઝ મળ્યો
- પહેલી મેચમાં મુંબઇ સામે દિલ્હીની જીત થઇ છે
- ત્યાર બાદ ગુજરાત અને રાજસ્થાન વચ્ચે મેચ રમાઇ હતી
IPL 2026 : આજે અમદાવાદમાં આયોજિત IPL ની મેચમાં રાજસ્થાન અને ગુજરાતની (RR Vs GT) ટીમો સામસામે ટકરાઇ રહી છે. પ્રથમ બેટિંગ કરતા રાજસ્થાન રોયલ્સે 20 ઓવરમાં છ વિકેટ ગુમાવીને 210 રન બનાવ્યા હતા. જો કે, ગુજરાતની ટીમે આ મેચને જીતવામાં નિષ્ફળતા મળી છે, કેપ્ટન શુભમન ગીલની ગેરહાજરીમાં ગુજરાતની ટીમના ભાગે હાર આવી (GT Lost Match) છે, મેચ અંતિમ ઓવરો સુધી રસાકસી ભરી રહી હતી. મેચ કઇ દિશા તરફ જઇ રહી છે, તે વાતનો અંદાજો લગાડવો છેલ્લી ઓવરો સુધી મુશ્કેલ હતું, જો કે, રાજસ્થાનની ટીમના બોલરો ઘડાઘડ વિકેટો લેવામાં નિષ્ફળ રહેતા ગુજરાતના પલડામાં જતી જીત અંતે ફેરવી નાંખવામાં આવી છે.

