Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
ગુજરાત રાષ્ટ્રીય આંતરરાષ્ટ્રીય મનોરંજન સ્પોર્ટ્સ ધર્મ ભક્તિ એક્સક્લુઝીવ બિઝનેસ ટેક & ઓટો લાઇફ સ્ટાઇલ વાયરલ & સોશિયલ ક્રાઈમ STUDIO ON WHEELS
Advertisement

IPL 2026 : LSG ઓલઆઉટ, RR ના બોલરોનો દબદબો યથાવત !

IPL 2026, આજની ઓછા રનસ્કોર વાળી મેચ એકંદરે નિરસ રહી હતી, રાજસ્થાને 20 ઓવરમાં 6 વિકેટે 159 રન બનાવ્યા હતા, જેમાં જાડેજાએ 29 બોલમાં 43 રન અને શુભમ દુબેએ 11 બોલમાં 19 રન બનાવ્યા હતા. લખનૌ માટે મોહમ્મદ શમી, મોહસીન ખાન અને પ્રિન્સ યાદવે બે-બે વિકેટ લીધી હતી. લખનૌને જીતવા માટે 160 રનનો લક્ષ્યાંક આપવામાં આવ્યો છે.
ipl 2026   lsg ઓલઆઉટ  rr ના બોલરોનો દબદબો યથાવત
Advertisement
  • IPL 2026, આજની ઓછા રનસ્કોર વાળી મેચ એકંદરે નિરસ રહી
  • રાજસ્થાનની ટીમ 160 રન જ બનાવી શકી હતી
  • લખનૌની ટીમની શરૂઆત ખરાબ રહી, અંતિમ ઓવર પહેલા સમેટાઇ ગઇ

IPL 2026 : આજની રાજસ્થાન રોયલ્સ અને લખનૌ સુપર જાયન્ટ્સ વચ્ચેની મેચમાં અંતિમ ઓવર સુધી કંઇ પણ કહેવું અશક્ય હતું. પરંતુ આખરે રાજસ્થાનની ટીમે લખનૌને ઓલઆઉટ કરી દઇને બાજી મારી લીધી છે. લખનૌની ટીમ 18 ઓવરમાં 119 રનમાં જ સમેટાઇ ગઇ છે. રાજસ્થાન રોયલ્સ (Rajasthan Royals) દ્વારા આપવામાં આવેલા 126 રનના લક્ષ્યનો પીછો કરતી વખતે લખનૌની (Lucknow Super Giants) શરૂઆત ખરાબ રહી હતી. છેલ્લી ઓવરો સુધી પહોંચતા તો ધડાધડ વિકેટો પડી ગઇ હતી. કેપ્ટન પંત કોઈ રન બનાવ્યા વિના આઉટ થઈ ગયો, જ્યારે એડન માર્કરામ પણ ખાતું ખોલવામાં નિષ્ફળ ગયો હતો. અગાઉ, ક્રિકેટના નવા "રન મશીન" વૈભવ સૂર્યવંશી માત્ર આઠ રન બનાવીને આઉટ થઈ ગયો હતો.

IPL 2026, મોહમ્મદ શમી, મોહસીન ખાન અને પ્રિન્સ યાદવ ફળ્યા

બીજી તરફ રાજસ્થાન લખનૌ સામે મોટો સ્કોર નોંધાવી શક્યું ન હતું. રાજસ્થાને 20 ઓવરમાં 6 વિકેટે 159 રન બનાવ્યા હતા, જેમાં જાડેજાએ 29 બોલમાં 43 રન અને શુભમ દુબેએ 11 બોલમાં 19 રન બનાવ્યા હતા. લખનૌ માટે મોહમ્મદ શમી, મોહસીન ખાન અને પ્રિન્સ યાદવે બે-બે વિકેટ લીધી હતી. લખનૌને જીતવા માટે 160 રનનો લક્ષ્યાંક આપવામાં આવ્યો છે. અગાઉ, ઋષભ પંતે ટોસ જીતીને પ્રથમ બોલિંગ કરવાનો નિર્ણય લીધો હતો.

Advertisement

આ પણ વાંચો ----------------- લાખોના જૂતા કાપીને કેમ રમે છે ફાસ્ટ બોલરો? Jofra Archer ના વીડિયોએ ફેલાવી સનસનાટી!

Advertisement

IPL 2026, બે ફેરફાર કરવામાં આવ્યા

લખનૌની પ્લેઇંગ ઇલેવનમાં બે ફેરફાર કરવામાં આવ્યા છે, જેમાં મયંક યાદવ અને દિગ્વેશ રાઠીનો સમાવેશ થાય છે, જ્યારે રાજસ્થાનની પ્લેઇંગ ઇલેવન યથાવત છે. આ મેચ ભારત રત્ન શ્રી અટલ બિહારી વાજપેયી એકના ક્રિકેટ સ્ટેડિયમમાં રમાઈ રહી છે.

બંને ટીમોની પ્લેઇંગ ઇલેવન

  • લખનૌ સુપરજાયન્ટ્સની પ્લેઇંગ ઇલેવન : મિશેલ માર્શ, આયુષ બદોની, ઋષભ પંત (વિકેટકીપર/કેપ્ટન), નિકોલસ પૂરન, એડન માર્કરામ, મુકુલ ચૌધરી, મોહમ્મદ શમી, મોહસીન ખાન, પ્રિન્સ યાદવ, દિગ્વેશ સિંહ રાઠી, મયંક યાદવ
  • રાજસ્થાન રોયલ્સની પ્લેઈંગ ઈલેવન : યશસ્વી જયસ્વાલ, વૈભવ સૂર્યવંશી, ધ્રુવ જુરેલ (વિકેટકીપર), રિયાન પરાગ (કેપ્ટન), શિમરોન હેટમાયર, ડોનોવન ફરેરા, રવિન્દ્ર જાડેજા, જોફ્રા આર્ચર, રવિ બિશ્નોઈ, બ્રિજેશ શર્મા, નંદ્રે બર્ગર

આ પણ વાંચો ----------------- Abhishek Sharma ની બ્રોડકાસ્ટરને વિનંતી, કહ્યું, 'ફરી વખત મારા પિતાને.....!'

Tags :
Advertisement

.

×