'સુપર કેચ' પકડીને Shreyas Iyer છવાયો, Sachin Tendulkar ની ચાહના મેળવી
- Shreyas Iyer પોતાના અદભૂદ પ્રદર્શનથી વાહવાહી મેળવી રહ્યો છે
- MI સામેની મેચમાં શ્રેયસે અશક્ચ ગણાતો કેચ ઝડપી લીધો હતો
- આ સાહસથી ખુદ ક્રિકેટના ભગવાન સચિન પણ આકર્ષિત થયા છે
Shreyas Iyer : IPL 2026 માં પંજાબ કિંગ્સ (PBKS) પોતાની જીતને લઇને ઉત્સાહિત છે. IPL ની 24મી મેચમાં મુંબઈ ઇન્ડિયન્સ સામે કારમી હાર બાદ, PBKS ટીમ તેમની આગામી મેચ માટે તેમના હોમ ગ્રાઉન્ડ પર પરત ફરી છે, જ્યાં તેઓ લખનૌ સુપર જાયન્ટ્સ (LSG) સામે રમશે.
Shreyas Iyer, ક્રિકેટના ભગવાન પણ આકર્ષિત થયા
PBKS vs MI મેચમાં, પંજાબ કિંગ્સના કેપ્ટન શ્રેયસ ઐયરના શાનદાર ફિલ્ડિંગ પ્રદર્શનને કારણે મુંબઈ ઇન્ડિયન્સનો કેપ્ટન હાર્દિક પંડ્યા (MI Caption - Hardik Pandya) પેવેલિયન પરત ફરવાની ફરજ પડી હતી. શ્રેયસ ઐયરે લોંગ-ઓનથી દોડીને એક કૂદકો (Shreyas Iyer - Long Jump Super Catch) મારતો સુપર કેચ પકડ્યો હતો, જેમાં બોલ ઝેવિયર બાર્ટલેટને ફેંકીને બાઉન્ડ્રી પાર કરી ગયો હતો. આ શાનદાર કેચે માત્ર પંજાબના ચાહકોને જ નહીં, પરંતુ "ક્રિકેટના ભગવાન" સચિન તેંડુલકરને પણ આકર્ષિત કરી દીધા છે. સચિન તેંડુલકરે શ્રેયસના કેચનું વિગતવાર વિશ્લેષણ પણ કર્યું છે.
What made Shreyas Iyer’s catch so special was not just the athleticism, but the awareness behind it.
He had to judge the speed of the ball, the height, where the boundary rope was, how close he was to stepping on it, and get his jump absolutely perfect.
Then, while still in the…
— Sachin Tendulkar (@sachin_rt) April 17, 2026
આ પણ વાંચો ----------- Shreyas Iyer નો મેદાનમાં તરખાટ, ધોની-રોહિત જેવા દિગ્ગજોના રેકોર્ડના ભૂક્કા કાઢ્યા !
Shreyas Iyer, ચપળતા નહીં વિચારશીલતા
શ્રેયસ ઐયરના શાનદાર કેચ પછી, સચિન તેંડુલકરે (Sachin Tendulkar - Social Media Post) પર લખ્યું, "શ્રેયસ ઐયરના કેચને આટલો ખાસ બનાવનાર વસ્તુ ફક્ત તેની ચપળતા જ નહીં, પણ તેની પાછળની વિચારશીલતા પણ હતી. તે બોલની ગતિ, ઊંચાઈ, બાઉન્ડ્રીની સ્થિતિ, પગ મૂકવાનું અંતર, અને તેનો કૂદકો સંપૂર્ણ રીતે જાણતો હતો. પછી, હવામાં હોવા છતાં, તેણે બોલ પકડ્યો, અને તે પડતો પહેલા તેના સાથી ખેલાડીને પસાર કર્યો, તે બધું જાણતા હતા કે ફિલ્ડર ક્યાં ઉભો છે.
બધું એકદમ પરફેક્ટ હતું
વધુમાં લખ્યું કે, આંખના પલકારામાં આ બધું સમજવામાં સક્ષમ થવું એ મન, સમય, ફિટનેસ અને ધીરજની અદ્ભુત હાજરી દર્શાવે છે. સચિન તેંડુલકરે આગળ લખ્યું કે, "બધું એકદમ પરફેક્ટ હતું." આ મેં જોયેલા શ્રેષ્ઠ કેચમાંથી એક હતો."
સમગ્ર મેચનો શ્રેષ્ઠ કેચ
હકીકતમાં, પંડ્યાએ મુંબઈ ઈન્ડિયન્સની ઇનિંગની 18મી ઓવરમાં માર્કો જેન્સનના ત્રીજા બોલ પર સીધો શોટ માર્યો હતો. જેને શ્રેયસ ઐયરે લોંગ-ઓનથી દોડીને કૂદકા મારતા કેચ પકડ્યો હતો. શ્રેયસે બોલ બાઉન્ડ્રી ઉપર પડે તે પહેલાં ઝેવિયર બાર્ટલેટને ફેંક્યો હતો. આ કેચને સમગ્ર મેચનો શ્રેષ્ઠ કેચ માનવામાં આવી રહ્યો છે.
19 મીએ ફરી મુકાબલો જામશે
આ મેચમાં પંજાબે મુંબઈને એકતરફી મુકાબલામાં હરાવ્યું છે. શ્રેયસ ઐયરે 35 બોલમાં 66 રનની મહત્વપૂર્ણ ઇનિંગ રમી છે. ઓપનરે 80 રનની અણનમ ઇનિંગ પણ રમી. પંજાબની આગામી મેચ 19 એપ્રિલે લખનૌ સુપર જાયન્ટ્સ (LSG) સામે છે.
આ પણ વાંચો ----------- Virat Kohli ની એક લાઇકથી જર્મન ઇન્ફ્લુએન્સર ચર્ચિત ચહેરો બની !


