SRHVsKKR : હૈદરાબાદની ટીમ 165 રને ઓલઆઉટ, ટ્રેવિસની અડધી સદી
- SRHVsKKR વચ્ચે આજે હૈદરાબાદમાં ખેલાઇ રહ્યો છે જંગ
- ટોસ જીતીને હૈદરાબાદની ટીમે પહેલા બેટિંગની પસંદગી કરી
- પોઇન્ટ ટેબલમાં કોલકાતાની ટીમ નબળી પડતી હોવાનું સામે આવ્યું
SRHVsKKR : ઈન્ડિયન પ્રીમિયર લીગની (IPL 2026) 19 મી સીઝનની 45 મી લીગ મેચ હૈદરાબાદના રાજીવ ગાંધી ઈન્ટરનેશનલ ક્રિકેટ સ્ટેડિયમ ખાતે સનરાઈઝર્સ હૈદરાબાદ (Sunraiser Hyderabad) અને કોલકાતા નાઈટ રાઈડર્સ (Kolkata Knight Riders) વચ્ચે રમાઈ રહી છે, જેમાં સનરાઈઝર્સ હૈદરાબાદ ટીમના કેપ્ટન પેટ કમિન્સે ટોસ જીતીને પહેલા બેટિંગ કરવાનો નિર્ણય લીધો છે. પ્રથમ બેટિંગ કરતા 19 મી ઓવરમાં આખી ટીમ ઓલઆઉટ થઇ ગઇ હતી. અને માત્ર 165 રન જ બનાવી શકી હતી. આ મેચમાં ટ્રેવિસ હેડ અડધી સદીથી વધુ રન ફટકારી શક્યો હતો. કોલકાતાની ટીમ સામે જીત માટે 166 રનોનું લક્ષ્ય છે. નોંધનીય છે કે, આ મેચમાં, હૈદરાબાદ અને KKR બંને ટીમોએ તેમના પ્લેઇંગ 11 માં ફેરફાર કર્યા છે.
SRHVsKKR, પોઇન્ટ ટેબલની સ્થિતિ
સનરાઇઝર્સ હૈદરાબાદ આ સિઝનમાં મેદાન પર સારું પ્રદર્શન કરી રહ્યું છે, તેણે અત્યાર સુધીમાં નવમાંથી છ મેચ જીતી છે, અને 12 પોઈન્ટ સાથે પોઈન્ટ ટેબલમાં ત્રીજા સ્થાને છે. કોલકાતા નાઈટ રાઈડર્સ ટીમ વિશે વાત કરીએ, તો તેઓએ આ સિઝનમાં કોઈ ખાસ પ્રદર્શન કર્યું નથી, અને 8 માંથી ફક્ત 2 મેચ જીતી છે અને હાલમાં પોઈન્ટ ટેબલમાં 8મા સ્થાને છે.
Indian Premier League 2026 | Kolkata Knight Riders need 39 runs in 38 balls to beat Sunrisers Hyderabad (165) at Rajiv Gandhi International Stadium, Hyderabad.
(Source: ANI Picture Service) pic.twitter.com/u5L0y9DtsG
— ANI (@ANI) May 3, 2026
આ પણ વાંચો - IPL 2026 : ચીયર લીડર જોડે મસ્તી કરવાનું પરિણામ આવ્યું 'ગજબ બેઇજ્જતી'
SRHVsKKR, હેડ ટુ હેડ રેકોર્ડ
સનરાઇઝર્સ હૈદરાબાદ અને KKR વચ્ચેના હેડ-ટુ-હેડ રેકોર્ડ વિશે વાત કરીએ, તો KKRનો હાથ ઉપર હોય તેવું લાગે છે. બંને ટીમો વચ્ચે અત્યાર સુધીમાં કુલ 31 મેચ રમાઈ છે, જેમાંથી કોલકાતા નાઈટ રાઈડર્સ ટીમે 20 મેચ જીતી છે, જ્યારે સનરાઈઝર્સ હૈદરાબાદ ટીમ માત્ર 11 મેચ જીતવામાં સફળ રહી છે.
બંને ટીમોના પ્લેઇંગ ઇલેવન
- કોલકાતા નાઈટ રાઈડર્સ : અજિંક્ય રહાણે (કેપ્ટન), અંગક્રિશ રઘુવંશી (વિકેટકીપર), કેમરોન ગ્રીન, રોવમેન પોવેલ, મનીષ પાંડે, રિંકુ સિંહ, અનુકુલ રોય, સુનીલ નારાયણ, વૈભવ અરોરા, કાર્તિક ત્યાગી, વરુણ ચક્રવર્તી.
- સનરાઇઝર્સ હૈદરાબાદ : અભિષેક શર્મા, ટ્રેવિસ હેડ, ઇશાન કિશન (વિકેટકીપર), હેનરિક ક્લાસેન, સલિલ અરોરા, અનિકેત વર્મા, સ્મૃતિ રવિચંદ્રન, પેટ કમિન્સ (કેપ્ટન), શિવાંગ કુમાર, હર્ષલ પટેલ, ઇશાન મલિંગા.
આ પણ વાંચો - IPL 2026: CSK ના ₹14 કરોડના ખેલાડીનો મેદાન પર જલવો, જીત બાદ કર્યું 'ગન સેલિબ્રેશન'


