Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
ગુજરાત રાષ્ટ્રીય આંતરરાષ્ટ્રીય મનોરંજન સ્પોર્ટ્સ ધર્મ ભક્તિ એક્સક્લુઝીવ બિઝનેસ ટેક & ઓટો લાઇફ સ્ટાઇલ વાયરલ & સોશિયલ ક્રાઈમ STUDIO ON WHEELS
Advertisement

SRHVsRCB : હૈદરાબાદનો સ્કોર 255, અભિષેક,ઇશાન-ક્લાસેનનો તરખાટ

SRHVsRCB વચ્ચે જંગ ખેલાઇ રહ્યો છે, આરસીબી હાલમાં 13 મેચમાંથી 18 પોઈન્ટ સાથે પોઈન્ટ ટેબલમાં ટોચ પર છે, અને તેનું લક્ષ્ય આ મેચ જીતીને 20 પોઈન્ટ સાથે લીગ સ્ટેજ પૂર્ણ કરવાનું છે. સનરાઇઝર્સ હૈદરાબાદ હાલમાં 13 મેચમાંથી 16 પોઈન્ટ ધરાવે છે અને ત્રીજા સ્થાને છે. જો તેઓ આ મેચ જીતી જાય છે, તો તેઓ 18 પોઈન્ટ સુધી પહોંચી જશે.
srhvsrcb   હૈદરાબાદનો સ્કોર 255  અભિષેક ઇશાન ક્લાસેનનો તરખાટ
Advertisement

SRHVsRCB : ઇન્ડિયન પ્રીમિયર લીગની (IPL 2026) 19 મી સીઝનની 67 મી લીગ મેચ હૈદરાબાદના રાજીવ ગાંધી ઇન્ટરનેશનલ ક્રિકેટ સ્ટેડિયમ ખાતે સનરાઇઝર્સ હૈદરાબાદ (Sunrisers Hyderabad) અને રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર (Royal Challengers Bengaluru) વચ્ચે રમાઈ રહી છે. સનરાઇઝર્સ હૈદરાબાદના કેપ્ટન પેટ કમિન્સે ટોસ જીતીને પહેલા બેટિંગ કરવાનો નિર્ણય લીધો છે. હૈદરાબાદની ટીમે  20 ઓવરમાં 4 વિકેટો ગુમાવીને 255 રન બનાવ્યા છે. અને બેંગ્લોરની ટીમને જીત માટે 256 રનનું લક્ષ્યાંક આપ્યું છે. હૈદરાબાદની ટીમ તરફથી રમતા અભિષેક શર્મા, ઇશાન કિશન અને હેનરિચ ક્લાસેનના બેટે તરખાટ મચાવ્યો હતો.

SRHVsRCB, ક્વોલિફાયર માટે મહત્વનું

SRH એ તેમનું પ્લેઇંગ ઇલેવન યથાવત રાખ્યું છે. બીજી તરફ આરસીબીના પ્લેઇંગ ઇલેવનમાં એક ફેરફાર કરવામાં આવ્યો, જેમાં કેપ્ટન રજત પાટીદાર ફિટ ન હોવાને કારણે પાછલી મેચ ગુમાવ્યા બાદ પરત ફર્યા છે. બંને ટીમો પહેલાથી જ પ્લેઓફમાં સ્થાન મેળવી ચૂકી છે, પરંતુ આ મેચના પરિણામ પરથી નક્કી થશે કે કઈ બે ટીમો પ્રથમ ક્વોલિફાયરમાં રમશે.

Advertisement

SRHVsRCB, પોઇન્ટ ટેબલની સ્થિતિ

આરસીબી હાલમાં 13 મેચમાંથી 18 પોઈન્ટ સાથે પોઈન્ટ ટેબલમાં ટોચ પર છે, અને તેનું લક્ષ્ય આ મેચ જીતીને 20 પોઈન્ટ સાથે લીગ સ્ટેજ પૂર્ણ કરવાનું છે. સનરાઇઝર્સ હૈદરાબાદ હાલમાં 13 મેચમાંથી 16 પોઈન્ટ ધરાવે છે અને ત્રીજા સ્થાને છે. જો તેઓ આ મેચ જીતી જાય છે, તો તેઓ 18 પોઈન્ટ સુધી પહોંચી જશે. વધુ સારા પોઈન્ટ અંતરથી તેઓ ટોચના અથવા બીજા સ્થાને પહોંચી શકે છે, અને પ્રથમ ક્વોલિફાયરમાં સ્થાન મેળવી શકે છે. આ સિઝનમાં બંને ટીમો વચ્ચે આ બીજી મુલાકાત છે. અગાઉની મેચ 28મી માર્ચે રમાઈ હતી અને તેમાં RCBએ 6 વિકેટે જીત મેળવી હતી.

Advertisement

બંને ટીમોનું પ્લેઇંગ ઇલેવન

  • સનરાઇઝર્સ હૈદરાબાદ - અભિષેક શર્મા, ટ્રેવિસ હેડ, ઇશાન કિશન (વિકેટકીપર), હેનરિક ક્લાસેન, સલિલ અરોરા, સ્મૃતિ રવિચંદ્રન, નીતિશ કુમાર રેડ્ડી, પેટ કમિન્સ (કેપ્ટન), શિવાંગ કુમાર, ઇશાન મલિંગા, શાકિબ હુસૈન.
  • રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર - વિરાટ કોહલી, દેવદત્ત પડિકલ, રજત પાટીદાર (કેપ્ટન), વેંકટેશ ઐયર, જીતેશ શર્મા (વિકેટકીપર), કૃણાલ પંડ્યા, રોમારિયો શેફર્ડ, ભુવનેશ્વર કુમાર, જોશ હેઝલવુડ, સુયશ શર્મા, રસિક સલામ દાર.

આ પણ વાંચો - Pakistani Hockey Team ની લાચારી મજાક બની, જાણો એવું તો શું થયું !

Tags :
Advertisement

.

×