IPL 2026 : Ravindra Jadeja ના નામે નવો રેકોર્ડ દર્જ, જાણો કઇ સિદ્ધિ મેળવી
- IPL 2026, હાર્દિક પંડ્યા બાદ હવે રવિન્દ્ર જાડેજાના નામે ઇતિહાસ રચાયો
- રવિન્દ્ર જાડેજાએ ડબલ રેકોર્ડ બનાવીને પોતાની કાબિલિયત સાબિત કરી
- T20 ફોરમેટમાં રાજસ્થાનની ટીમના ઓલરાઉન્ડરે મોટી સિદ્ધિ મેળવી
IPL 2026 : ઇન્ડિયન પ્રીમિયર લીગ (IPL) 2026 ની 16મી મેચમાં, રાજસ્થાન રોયલ્સ (RR) ના સ્ટાર ઓલરાઉન્ડર રવિન્દ્ર જાડેજા (RR All Rounder - Ravindra Jadeja) એ એક મોટી સિદ્ધિ હાંસલ કરી છે. તેઓએ તેમની T20 કારકિર્દીમાં 4,000 રન પૂર્ણ કર્યા છે. આ સાથે, તેઓ T20 ક્રિકેટમાં 4,000 રન અને 200 વિકેટનો ડબલ રેકોર્ડ બનાવનાર માત્ર બીજા ભારતીય ખેલાડી બન્યા છે. હાર્દિક પંડ્યાએ (Hardik Pandya - Achievement) અગાઉ આ સિદ્ધિ મેળવી હતી.
આ પણ વાંચો -----------RR vs RCB Result 2026 : રાજસ્થાન રોયલ્સે બેંગ્લોરને છ વિકેટથી હરાવ્યું
IPL 2026, રન અને વિકેટનો ઇતિહાસ ટૂંકાણમાં
રવિન્દ્ર જાડેજાએ અત્યાર સુધીમાં 350 T20 મેચ (T20 Match - Record) રમી છે, 254 ઇનિંગ્સમાં લગભગ 27 ની સરેરાશથી 4,000 રન બનાવ્યા છે. તેનો સ્ટ્રાઇક રેટ 130 થી વધુ છે. તેણે 77* ના શ્રેષ્ઠ સ્કોર સાથે પાંચ અડધી સદી ફટકારી છે. તેણે લગભગ 30 ની સરેરાશથી 237 વિકેટ પણ લીધી છે. તેણે ત્રણ ચાર વિકેટ લીધી છે. તેણે એક વખત 5 વિકેટ લીધી છે.
Indians to score 4000+ Runs & pick 200+ Wickets in T20s:
Hardik Pandya (6165 Runs & 227 Wickets)
Ravindra Jadeja (4001* Runs & 238 Wickets)#IPL2026 pic.twitter.com/JG3PSW2C12— CREX (@Crex_live) April 10, 2026
હાર્દિક પંડ્યાનો રેકોર્ડ
હાર્દિકે અત્યાર સુધીમાં 329 મેચ રમી છે અને 285 ઇનિંગ્સમાં 30.02 ની સરેરાશ અને 144.47 ના સ્ટ્રાઇક રેટથી 6,156 રન બનાવ્યા છે. તેણે બેટથી 26 અડધી સદી ફટકારી છે. તેનો શ્રેષ્ઠ સ્કોર 91 છે. બોલિંગમાં, તેણે 268 ઇનિંગ્સમાં 28.41 ની સરેરાશ અને 8.46 ના ઇકોનોમી રેટથી 227 વિકેટ લીધી છે. તેણે ત્રણ વખત 4 વિકેટ લીધી છે. તેનું શ્રેષ્ઠ પ્રદર્શન 5/36 છે.
આ પણ વાંચો ----------- IPL 2026: KKR સામે મુકુલ ચૌધરીનો દબદબો, રિષભ પંતે બેટ્સમેનની વિસ્ફોટક ઇનિંગ જોઈને કહ્યું,- 'મારી પાસે શબ્દો નથી'


