IPL Winner : RCB ની શાનદાર જીત, કિંગ કોહલી અણનમ રહ્યો
IPL Winner : અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમ ખાતે રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર (Royal Challengers Bengaluru) અને ગુજરાત ટાઇટન્સ (Gujarat Titans) વચ્ચે IPL 2026 ની ફાઇનલ મેચ (IPL Final Match) રમાઈ રહી છે. આ મેચમાં, RCB ના કેપ્ટન રજત પાટીદારે ટોસ જીતીને પ્રથમ બોલિંગ કરવાનો નિર્ણય લીધો છે. પ્રથમ બેટિંગ કરતા ગુજરાતની ટીમે 08 વિકેટો ગુમાવતા 20 ઓવરમાં 155 રન બનાવ્યા છે. અને બેંગલુરૂની ટીમને જીતવા માટે 156 રનનું ટાર્ગેટ આપ્યું છે. જો કે, બેંગલુરૂએ આ મેચને જીતીને સતત બીજી વખત IPL નું ટાઇટલ પોતાને નામ કર્યું છે. આ મેચમાં વિરાટ કોહલીએ (75) રનની શાનદાર ઇનિંગ રમી છે. અને ટીમે 5 વિકેટો ગુમાવતા જીત મેળવી લીધી છે
IPL Winner, ચાર વખત ફાઇનલમાં પહોંચી ટીમ
RCB ની વાત કરીએ તો, આ તેમની ટીમ માટે પાંચમી IPL ફાઇનલ છે. આ પહેલા, બેંગલુરુએ અત્યાર સુધીમાં 4 IPL ફાઇનલ રમી છે, જેમાંથી તેઓ ફક્ત એકમાં જીત્યા છે અને 3માં હાર્યા છે. આરસીબી અત્યાર સુધી 2009, 2011, 2016 અને 2025માં ફાઇનલમાં પહોંચવામાં સફળ રહ્યું છે. ગુજરાત ટાઇટન્સની વાત કરીએ તો, તેમણે 2022 માં તેમની પહેલી જ સીઝનમાં ટાઇટલ જીતીને ઇતિહાસ રચ્યો હતો. આ પછી, તેમની ટીમ 2023 માં પણ ફાઇનલમાં પહોંચવામાં સફળ રહી, જ્યાં તેમને ચેન્નાઈ સુપર કિંગ્સ સામે હારનો સામનો કરવો પડ્યો. જીટી માટે આ ત્રીજો આઈપીએલ ફાઇનલ છે.
IPL Winner, કિંગ વિરાટ કોહલી છવાયો
આ IPL સિઝનમાં RCB માટે વિરાટ કોહલીએ સૌથી વધુ રન બનાવ્યા છે. તેણે અત્યાર સુધીમાં IPL 2026 માં 15 મેચમાં 600 રન બનાવ્યા છે. આવી સ્થિતિમાં, ફરી એકવાર બધાની નજર વિરાટ કોહલી પર રહેશે, ખાસ કરીને RCB ટીમ પર અને તેમના ચાહકો આ ટાઇટલ જંગમાં તેના બેટથી મોટી ઇનિંગ્સ જોવા માંગશે. દરમિયાન, શુભમન ગિલ અને સાઈ સુદર્શન આ સિઝનમાં GTના સ્ટાર રહ્યા છે, બંનેએ 700 થી વધુ રન બનાવ્યા છે અને ઓરેન્જ કેપ જીતવા માટે ફેવરિટ છે. અંતિમ મેચમાં પણ તેની પાસેથી મોટી ઇનિંગ્સની અપેક્ષા છે.
બંને ટીમોની પ્લેઇંગ ઇલેવન
- રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર: વિરાટ કોહલી, દેવદત્ત પડિકલ, રજત પાટીદાર (કેપ્ટન), જીતેશ શર્મા (વિકેટકીપર), ટિમ ડેવિડ, કૃણાલ પંડ્યા, રોમારિયો શેફર્ડ, ભુવનેશ્વર કુમાર, જેકબ ડફી, જોશ હેઝલવુડ, રસિક સલામ દાર
- ગુજરાત ટાઇટન્સ: શુભમન ગિલ (કેપ્ટન), સાઈ સુદર્શન, જોસ બટલર (વિકેટકીપર), જેસન હોલ્ડર, વોશિંગ્ટન સુંદર, રાહુલ તેવતિયા, રાશિદ ખાન, નિશાંત સિંધુ, કાગીસો રબાડા, અરશદ ખાન, મોહમ્મદ સિરાજ
આ પણ વાંચો - IPL Trophy History: આઈપીએલ ટ્રોફીનો અનોખો ઈતિહાસ: જાણો તેના પર લખેલા સંસ્કૃત શ્લોકનો ગૂઢ અર્થ


