IPL Qualifier 2 માં ગુજરાત ટાઇટન્સની શાનદાર જીત, ફાઇનલમાં એન્ટ્રી !
IPL Qualifier 2 : IPL 2026 ની બીજી ક્વોલિફાયર મેચ ગુજરાત ટાઇટન્સ (Gujarat Titans) અને રાજસ્થાન રોયલ્સ (Rajasthan Royals) વચ્ચે નવા ચંદીગઢના મુલ્લાનપુર સ્ટેડિયમમાં રમાઇ રહી છે. આ મેચમાં બીજી ઇનિંગમાં ગુજરાત ટાઇટન્સના કેપ્ટન શુભમન ગીલે ટીમ માટે સદી ફટકારી છે. ગીલે મેદાનમાં ચોગ્ગા છગ્ગા વરસાવ્યા છે. જ્યારે ગિલ જોડે પાર્ટનરશીપ કરતા સાઇ સુદર્શને ટીમ માટે બીજી અડધી સદી ફટકારી છે. સાંઇ સુદર્શનના સ્વરૂપે ટીમને પહેલી વિકેટ પડી હતી. અને ગિલની બીજી વિકેટ પડી હતી. જો કે, આ મેચને ગુજરાત ટાઇટન્સે જીતી લીધી છે. અને સત્તાવાર રીતે ટીમને સેમિફાઇનલમાં એન્ટ્રી થઇ ગઇ છે. રવિવારે ગુજરાત ટાઇટન્સ અને રોયલ ચેલેન્જર્સ બેંગલુરૂ વચ્ચે ભીડંત થશે. અત્રે નોંધનીય છે કે, આજની મેચમાં રાજસ્થાનની ટીમે ટોસ જીતીને બેટિંગની પસંદગી કરી હતી. આ મેચમાં રાજસ્થાન રોયલ્સ તરફથી રમતા વૈભવ સૂર્યવંશીએ સ્ફોટક ઇનિંગ રમતા 47 બોલમાં છગ્ગા-ચોગ્ગા વરસાવીને 96 રન બનાવ્યા હતા.
IPL Qualifier 2, બંને ટીમોનો હેડ ટુ હેડ રેકોર્ડ
ગુજરાત ટાઇટન્સ ક્વોલિફાયર 1 માં હાર્યા બાદ આ મેચમાં ઉતરી રહ્યું છે, જ્યારે રાજસ્થાન રોયલ્સ એલિમિનેટરમાં સનરાઇઝર્સ હૈદરાબાદને હરાવીને આ મેચમાં ઉતરી રહ્યું છે. બંને ટીમો આ મેચ જીતીને ફાઇનલમાં સ્થાન મેળવવાનો પ્રયાસ કરશે. ગુજરાત ટાઇટન્સ અને રાજસ્થાન રોયલ્સ ટુર્નામેન્ટમાં અત્યાર સુધી 10 વખત એકબીજા સામે ટકરાયા છે, જેમાં ગુજરાતનો હાથ ઉપર છે. ગુજરાત ટાઇટન્સ 7 વખત જીત્યું છે, જ્યારે રાજસ્થાનની ટીમ ફક્ત 3 વખત જીતી છે. આ સિઝનમાં, બંને ટીમો બે વાર ટકરાઈ છે, જેમાં બંને ટીમો 1-1 વખત જીતી છે.
IPL Qualifier 2, મેદાન બેટ્સમેન માટે સારું
ન્યૂ ચંદીગઢમાં હવામાન મેચ માટે થોડું ખરાબ લાગે છે, જેના કારણે મેચ ખોરવાઈ શકે છે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, મેચ દરમિયાન વરસાદ પડી શકે છે. પીચની વાત કરીએ તો, આ મેદાન બેટ્સમેન માટે સારું માનવામાં આવે છે. એલિમિનેટર મેચ પણ એ જ મેદાન પર રમાઈ હતી, જ્યાં એક હાઈ સ્કોરિંગ મેચ જોવા મળી હતી.
આ પણ વાંચો - GT vs RR: કેપ્ટન ગિલની તોફાની બેટિંગ કરતા સદી ફટકારી, પિતાજી એ પંજાબી અદામાં બિરદાવી


