Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
ગુજરાત રાષ્ટ્રીય આંતરરાષ્ટ્રીય મનોરંજન સ્પોર્ટ્સ ધર્મ ભક્તિ એક્સક્લુઝીવ બિઝનેસ ટેક & ઓટો લાઇફ સ્ટાઇલ વાયરલ & સોશિયલ ક્રાઈમ STUDIO ON WHEELS
Advertisement

GT Vs RR Qualifier 2 : ગુજરાત ટાઇટન્સના કેપ્ટન શુભમન ગિલની અડધી સદી

GT Vs RR Qualifier 2 નવા ચંદીગઢના મુલ્લાનપુર સ્ટેડિયમમાં રમાઇ રહી છે. આ મેચમાં બીજી ઇનિંગમાં ગુજરાત ટાઇટન્સના કેપ્ટન શુભમન ગીલે ટીમ માટે પહેલી અડધી સદી ફટકારી છે. અત્રે નોંધનીય છે કે, આજની મેચમાં રાજસ્થાનની ટીમે ટોસ જીતીને બેટિંગની પસંદગી કરી હતી. આ મેચમાં રાજસ્થાન રોયલ્સ તરફથી રમતા વૈભવ સૂર્યવંશીએ સ્ફોટક ઇનિંગ રમતા 47 બોલમાં છગ્ગા-ચોગ્ગા વરસાવીને 96 રન બનાવ્યા છે.
gt vs rr qualifier 2   ગુજરાત ટાઇટન્સના કેપ્ટન શુભમન ગિલની અડધી સદી
Advertisement

GT Vs RR Qualifier 2 : IPL 2026 ની બીજી ક્વોલિફાયર મેચ ગુજરાત ટાઇટન્સ (Gujarat Titans) અને રાજસ્થાન રોયલ્સ (Rajasthan Royals) વચ્ચે નવા ચંદીગઢના મુલ્લાનપુર સ્ટેડિયમમાં રમાઇ રહી છે. આ મેચમાં બીજી ઇનિંગમાં ગુજરાત ટાઇટન્સના કેપ્ટન શુભમન ગીલે ટીમ માટે પહેલી અડધી સદી ફટકારી છે. ગીલ અને સાંઇ સુદર્શનની જોડીએ એક પણ વિકેટ ગુમાવ્યા વગર 12 ઓવરમાં 152 રન બનાવ્યા છે. અત્રે નોંધનીય છે કે, આજની મેચમાં રાજસ્થાનની ટીમે ટોસ જીતીને બેટિંગની પસંદગી કરી હતી. આ મેચમાં રાજસ્થાન રોયલ્સ તરફથી રમતા વૈભવ સૂર્યવંશીએ સ્ફોટક ઇનિંગ રમતા 47 બોલમાં છગ્ગા-ચોગ્ગા વરસાવીને 96 રન બનાવ્યા છે. જેનાથી ટીમને 20 ઓવરમાં 06 વિકેટો ગુમાવતા 214 રનસ્કોર કરવામાં સફળતા મળી છે. રાજસ્થાનની ટીમે ગુજરાતને જીત માટે 215 રનનું ટાર્ગેટ આપ્યું છે.

GT Vs RR Qualifier 2, બંને ટીમોનો હેડ ટુ હેડ રેકોર્ડ

ગુજરાત ટાઇટન્સ ક્વોલિફાયર 1 માં હાર્યા બાદ આ મેચમાં ઉતરી રહ્યું છે, જ્યારે રાજસ્થાન રોયલ્સ એલિમિનેટરમાં સનરાઇઝર્સ હૈદરાબાદને હરાવીને આ મેચમાં ઉતરી રહ્યું છે. બંને ટીમો આ મેચ જીતીને ફાઇનલમાં સ્થાન મેળવવાનો પ્રયાસ કરશે. ગુજરાત ટાઇટન્સ અને રાજસ્થાન રોયલ્સ ટુર્નામેન્ટમાં અત્યાર સુધી 10 વખત એકબીજા સામે ટકરાયા છે, જેમાં ગુજરાતનો હાથ ઉપર છે. ગુજરાત ટાઇટન્સ 7 વખત જીત્યું છે, જ્યારે રાજસ્થાનની ટીમ ફક્ત 3 વખત જીતી છે. આ સિઝનમાં, બંને ટીમો બે વાર ટકરાઈ છે, જેમાં બંને ટીમો 1-1 વખત જીતી છે.

Advertisement

GT Vs RR Qualifier 2, મેદાન બેટ્સમેન માટે સારું

ન્યૂ ચંદીગઢમાં હવામાન મેચ માટે થોડું ખરાબ લાગે છે, જેના કારણે મેચ ખોરવાઈ શકે છે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, મેચ દરમિયાન વરસાદ પડી શકે છે. પીચની વાત કરીએ તો, આ મેદાન બેટ્સમેન માટે સારું માનવામાં આવે છે. એલિમિનેટર મેચ પણ એ જ મેદાન પર રમાઈ હતી, જ્યાં એક હાઈ સ્કોરિંગ મેચ જોવા મળી હતી.

Advertisement

આ પણ વાંચો - GT Vs RR Qualifier 2 : RR નો સ્કોર 214 , વૈભવ સૂર્યવંશી સહેજમાં સદી ચૂક્યો

Tags :
Advertisement

.

×