Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

IPO: પૈસા તૈયાર રાખજો! શુક્રવારે ખૂલી રહ્યો છે આ IPO

શુક્રવારે ખૂલી રહ્યો છે સુરક્ષા ડાયગ્નોસ્ટિકનો ipo આઇપીઓ 3જી ડિસેમ્બર 2024 સુધી ખુલ્લો રહેશે 6 ડિસેમ્બર IPO લિસ્ટ થશે IPO:સુરક્ષા ડાયગ્નોસ્ટિક(Suraksha Diagnostic)નો આઇપીઓ બજારમાંથી નાણાં એકત્ર કરવા માટે શુક્રવાર 29મી નવેમ્બરે લોન્ચ થવા જઈ રહ્યો છે અને આઇપીઓ 3જી...
ipo  પૈસા તૈયાર રાખજો  શુક્રવારે ખૂલી રહ્યો છે આ ipo
Advertisement
  • શુક્રવારે ખૂલી રહ્યો છે સુરક્ષા ડાયગ્નોસ્ટિકનો ipo
  • આઇપીઓ 3જી ડિસેમ્બર 2024 સુધી ખુલ્લો રહેશે
  • 6 ડિસેમ્બર IPO લિસ્ટ થશે

IPO:સુરક્ષા ડાયગ્નોસ્ટિક(Suraksha Diagnostic)નો આઇપીઓ બજારમાંથી નાણાં એકત્ર કરવા માટે શુક્રવાર 29મી નવેમ્બરે લોન્ચ થવા જઈ રહ્યો છે અને આઇપીઓ 3જી ડિસેમ્બર 2024 સુધી રોકાણ માટે ખુલ્લો રહેશે. કંપની આઇપીઓ દ્વારા 846 કરોડ રૂપિયા એકત્ર કરશે. સુરક્ષા ડાયગ્નોસ્ટિકે આઇપીઓ માટે રૂ. 420 - 441 ની પ્રાઇસ બેન્ડ નક્કી કરી છે.

6 ડિસેમ્બરે IPOલિસ્ટ થશે

હેલ્થકેર અને ડાયગ્નોસ્ટિક સેક્ટરની કંપની સુરક્ષા ડાયગ્નોસ્ટિકનો આઇપીઓ 29 નવેમ્બરે સબસ્ક્રિપ્શન માટે ખુલવા જઈ રહ્યો છે. આઇપીઓ 3 ડિસેમ્બર 2024 મંગળવારના રોજ બંધ થશે. 4 ડિસેમ્બરે ફાળવણી અંગે નિર્ણય લેવામાં આવશે. અરજદારોને 5મી ડિસેમ્બરે રિફંડ આપવામાં આવશે અને 5મી ડિસેમ્બરે જ સફળ અરજદારોના ડીમેટ ખાતામાં શેર જમા કરવામાં આવશે. અને 6 ડિસેમ્બર 2024 ના રોજ સુરક્ષા ડાયગ્નોસ્ટિક્સનો આઇપીઓ બીએસઇ અને એનએસઇ પર લિસ્ટ થશે

Advertisement

આ પણ  વાંચો -Stock Market Crash: શેરબજારમાં મોટું ગાબડું, સેન્સેક્સ 1190 પોઈન્ટથી વધુ તૂટ્યો

Advertisement

રોકાણકારો માટે તક

સુરક્ષા ડાયગ્નોસ્ટિક્સ આઇપીઓ દ્વારા મૂડીબજારમાંથી રૂ. 846.25 કરોડ એકત્ર કરી રહી છે અને IPOની પ્રાઇસ બેન્ડ રૂ. 2ની ફેસ વેલ્યુ પર શેર દીઠ રૂ. 420 થી રૂ. 441 નક્કી કરવામાં આવી છે. રોકાણકારો ઓછામાં ઓછા 34 શેર માટે અરજી કરી શકે છે અને તેના માટે 14,994 રૂપિયા ચૂકવવા પડશે. મહત્તમ છૂટક રોકાણકારોએ 13 લોટ માટે રૂ. 194,922 ચૂકવવા પડશે. IPOમાં 50 ટકા ચોખ્ખી ઓફર સંસ્થાકીય રોકાણકારોને, 35 ટકા છૂટક રોકાણકારોને અને 15 ટકા બિન-સંસ્થાકીય રોકાણકારોને આપવામાં આવી રહી છે.

આ પણ  વાંચો -Ola Electric શેરમાં તૂફાની તેજી સાથે લાગી અપર સર્કિટ

આઇસીઆઇસીઆઇ સિક્યોરિટીઝ નુવામા વેલ્થ મેનેજમેન્ટ લિમિટેડ અને SBI કેપિટલ માર્કેટ્સ સુરક્ષા ડાયગ્નોસ્ટિક આઇપીઓના લીડ મેનેજર છે અને કેફિન ટેકનોલોજી લિમિટેડ આઇપીઓના રજિસ્ટ્રાર છે. સુરક્ષા ડાયગ્નોસ્ટિક્સની નાણાકીય સ્થિતિ પર નજર કરીએ તો નાણાકીય વર્ષ 2023-24માં કંપનીની આવક 14.75 ટકા વધીને રૂ. 222.26 કરોડ અને ચોખ્ખો નફો 281 ટકા વધીને રૂ. 23.13 કરોડ થયો છે. 2005 માં બનેલી સુરક્ષા ડાયગ્નોસ્ટિક પેથોલોજી, રેડિયોલોજી અને મેડિકલ કન્સલ્ટન્સી સેવાઓ પૂરી પાડે છે અને તે મુખ્યત્વે પશ્ચિમ બંગાળ, બિહાર, આસામ અને મેઘાલયમાં મૌજૂદ છે.

Tags :
Advertisement

.

×