Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
ગુજરાત રાષ્ટ્રીય આંતરરાષ્ટ્રીય મનોરંજન સ્પોર્ટ્સ ધર્મ ભક્તિ એક્સક્લુઝીવ બિઝનેસ ટેક & ઓટો લાઇફ સ્ટાઇલ વાયરલ & સોશિયલ ક્રાઈમ STUDIO ON WHEELS
Advertisement

વૈશ્વિક ઇન્ટરનેટ પર ખતરો, Iran એ હોર્મુઝ સ્ટ્રેટમાં અન્ડરસી કેબલને નિશાન બનાવવાની ધમકી આપી

સમગ્ર વિશ્વના ઓનલાઈન અસ્તિત્વને ટકાવી રાખતી અન્ડરસી કેબલ્સ હવે ઈરાનના નિશાના પર છે. યુદ્ધની જ્વાળાઓ હવે સમુદ્રના ઊંડાણમાં ઉતરી રહી છે, જ્યાંથી પસાર થતી પાતળી કેબલ્સ કરોડો લોકોના સંવાદ અને અબજોના વેપારનો આધાર છે. ઈરાને એક એવી નસ પર હાથ મૂક્યો છે
વૈશ્વિક ઇન્ટરનેટ પર ખતરો  iran એ હોર્મુઝ સ્ટ્રેટમાં અન્ડરસી કેબલને નિશાન બનાવવાની ધમકી આપી
Advertisement
  • Iran એ આપી ઈન્ટરનેટ બ્લેકઆઉટની ધમકી, અન્ડરસી કેબલ પર જોખમ!
  • હોર્મુઝ સ્ટ્રેટમાં બિછાવેલી ઈન્ટરનેટ કેબલને નિશાન બનાવવાની IRGC ની ચેતવણી
  • UAE, સાઉદી અને બહેરીન સહિતના દેશોનું ઈન્ટરનેટ નેટવર્ક જોખમમાં મુકાયું
  • સમુદ્રમાં માત્ર 200 ફૂટની ઊંડાઈએ રહેલી કેબલ્સને તોડવાનો ઈરાનનો ઘાતક પ્લાન
  • ડેટા હબ અને લેન્ડિંગ સ્ટેશનો પર હુમલો કરી અર્થવ્યવસ્થા ખોરવવાની પેરવી
  • યુદ્ધની સ્થિતિમાં નુકસાન પામેલી કેબલનું સમારકામ કરવું પણ બનશે અત્યંત મુશ્કેલ

Iran અને પશ્ચિમી દેશો વચ્ચે ચાલી રહેલા યુદ્ધની અસર હવે માત્ર તેલ અને ગેસ સપ્લાય (Oil and Gas Supply) સુધી મર્યાદિત નથી રહી, પરંતુ સમગ્ર વિશ્વના ડિજિટલ જોડાણ પર પણ સંકટના વાદળો છવાયા છે. ઈરાનના રિવોલ્યુશનરી ગાર્ડ કોર્પ્સ (IRGC) સાથે જોડાયેલી સમાચાર એજન્સીના અહેવાલ મુજબ, ઈરાને હોર્મુઝ સ્ટ્રેટ (Hormuz Strait) માંથી પસાર થતી અન્ડરસી ઇન્ટરનેટ કેબલ્સને નુકસાન પહોંચાડવાની ગર્ભિત ધમકી આપી છે.

Iran: શા માટે હોર્મુઝ સ્ટ્રેટ મહત્વનું છે?

અહેવાલમાં જણાવાયું છે કે હોર્મુઝ સ્ટ્રેટ માત્ર એનર્જી ચેકપોઈન્ટ નથી, પરંતુ તે એક અત્યંત મહત્વપૂર્ણ 'કોમ્યુનિકેશન કોરિડોર' પણ છે. અહીંથી પસાર થતી ઇન્ટરનેટ કેબલ દ્વારા યુએઈ (UAE), કતાર, બહેરીન, કુવૈત અને સાઉદી અરેબિયા જેવા દેશોમાં ઇન્ટરનેટ સેવાઓ પહોંચાડવામાં આવે છે. આ દેશો તેમના દરિયાઈ ઇન્ટરનેટ રૂટ (Maritime Internet Route) માટે ઈરાનની ભૌગોલિક સ્થિતિ પર નિર્ભર છે. નિષ્ણાતો આ અહેવાલને ટેકનિકલ માહિતી કરતા વધુ એક ગંભીર ધમકી તરીકે જોઈ રહ્યા છે.

Advertisement

Advertisement

ડેટા સેન્ટર્સ અને ઈકોનોમી પર ખતરો

ઈરાને અગાઉ પણ યુએઈ અને બહેરીનમાં એમેઝોન વેબ સર્વિસીસ (AWS) ના ડેટા સેન્ટર્સ પર ડ્રોન હુમલા કરીને નુકસાન પહોંચાડ્યું છે. હવે, સમુદ્રના પેટાળમાં બિછાવેલી કેબલ્સ અને લેન્ડિંગ સ્ટેશનોને નિશાન બનાવીને ઈરાન અન્ય દેશો પર દબાણ લાવવાનો પ્રયાસ કરી રહ્યું છે. જો આ કેબલ્સને નુકસાન થાય, તો માત્ર સામાન્ય સંદેશાવ્યવહાર જ નહીં, પરંતુ બેંકિંગ અને સમગ્ર આર્થિક વ્યવસ્થા ખોરવાઈ શકે છે.

સમારકામમાં મુશ્કેલી

હોર્મુઝ સ્ટ્રેટમાં સમુદ્રની ઊંડાઈ ઘણી જગ્યાએ માત્ર 200 ફૂટ જેટલી જ છે. આટલી ઓછી ઊંડાઈ પર કેબલને એક્સેસ કરવી અને તેને નુકસાન પહોંચાડવું ખૂબ જ સરળ છે. સૌથી મોટી ચિંતા એ છે કે જો યુદ્ધ દરમિયાન આ કેબલ ડૅમેજ (Cable Damage) થાય, તો તેને રિપેર કરવા માટે જહાજોનું ત્યાં પહોંચવું અત્યંત જોખમી બની જશે, જેના કારણે લાંબા સમય સુધી ઇન્ટરનેટ બ્લેકઆઉટની સ્થિતિ સર્જાઈ શકે છે.

આ પણ વાંચો: MAGA નું રટણ કરતા Donald Trump ની અમેરિકામાં લોકપ્રિયતા તળિયે!

Tags :
Advertisement

.

×