Iran-Israel War : 'રાત્રે ઉંઘી નથી શકતા, ઘરે જવું છે', ઇરાનમાં ફસાયેલા ભારતીયોની પીડા
- યુદ્ઘગ્રસ્ત વિસ્તારમાં ફસાયા ભારતીય વિદ્યાર્થીઓ
- વિદ્યાર્થીઓ સતત ભારતીય દુતાવાસના સંપર્કમાં
- વિદ્યાર્થીઓએ પરત આવવા સરકાર પાસે મદદ માંગી
Iran-Israel War : ઇઝરાયલ અને ઈરાન વચ્ચે ચાલી રહેલા યુદ્ધ (Iran-Israel War) માં લગભગ 36,000 ભારતીયો (INDIAN) ફસાયેલા છે. તે પૈકી લગભગ 1,500 વિદ્યાર્થી (INDIAN STUDENTS) ઓ હોવાનું અનુમાન છે. ઈરાનમાં ઘણા વિદ્યાર્થીઓ ઈઝરાયલી હુમલાઓથી પોતાને બચાવવા માટે બંકરમાં આશરો લઇ રહ્યા છે. હાલમાં ઈરાનમાં સેંકડો ભારતીય મેડિકલ વિદ્યાર્થીઓ છે, જેઓ ભારત સરકારને અપીલ કરતા કહી રહ્યા છે કે, મોડું થાય તે પહેલાં અમને અહીંથી બહાર કાઢો. તેહરાનમાં શાહિદ બેહેશ્તી યુનિવર્સિટીના વિદ્યાર્થી ઇમ્તિસલ મોહિદ્દીને મીડિયાને જણાવ્યું, "શુક્રવારે સવારે 2:30 વાગ્યે જોરદાર વિસ્ફોટો સાંભળીને અમે ઉંઘમાંથી જાગી ગયા હતા. ત્યારથી અમે ઊંઘ્યા નથી."
ઇઝરાયલી હુમલાઓ તીવ્ર બન્યા
યુદ્ધમાં ફસાયેલા ભારતીય વિદ્યાર્થીઓની સુરક્ષા માટે તેમનો સંપર્ક કરવામાં આવ્યો છે. આ દરમિયાન તેહરાનની શાહિદ બેહેશ્તી યુનિવર્સિટીના વિદ્યાર્થીએ તેની સાથેના અન્ય વિદ્યાર્થીઓની સ્થિતિ વિશે માહિતી આપી હતી. ઇમ્તિસલે કહ્યું કે, 'શુક્રવારે સવારે 2:30 વાગ્યે હું જોરદાર વિસ્ફોટ સાંભળીને જાગી ગયો હતો અને ભોંયરામાં દોડ્યો હતો, ત્યારથી અમે સૂતા નથી.' ઇરાનભરમાં ઇઝરાયલી હુમલાઓ તીવ્ર બન્યા છે. વિદ્યાર્થીઓ છાત્રાલયો અને એપાર્ટમેન્ટ્સથી થોડા કિલોમીટર દૂર વિસ્ફોટોના અવાજો સંભળીને ભય ગ્રસ્ત બન્યા છે.
દરરોજ રાત્રે વિસ્ફોટોના અવાજો આવે છે
એમબીબીએસના ત્રીજા વર્ષના વિદ્યાર્થી ઇમ્તિસલ એ કહ્યું, આ યુનિવર્સિટીમાં 350 થી વધુ ભારતીય વિદ્યાર્થીઓના છે. અમે એપાર્ટમેન્ટના ભોંયરામાં ફસાયેલા છીએ. દરરોજ રાત્રે વિસ્ફોટોના અવાજો આવે છે. અમે ત્રણ દિવસથી ઊંઘ્યા નથી. ઉપરાંત, બોમ્બ વિસ્ફોટને કારણે ક્લાસીસ પણ બંધ કરવામાં આવ્યા છે. અમે ભારત સરકારને અપીલ કરીએ છીએ કે પરિસ્થિતિ વધુ વણસે તે પહેલાં અમને અહીંથી બહાર કાઢે.
વિદ્યાર્થીઓ ક્યાંય જવાનું ટાળી રહ્યા છે
તેણે ઉમેર્યું કે, દૂતાવાસ દ્વારા હેલ્પલાઈન જારી કરવામાં આવી છે, અમે તેમના સતત સંપર્કમાં છીએ, પરંતુ અમે ભયભીત છીએ, અમારે ઘરે જવું છે. ડરના કારણે વિદ્યાર્થીઓ ક્યાંય જવાનું ટાળી રહ્યા છે. તમને જણાવી દઈએ કે, ઈરાનમાં ઈઝરાયલી હુમલામાં માર્યા ગયેલા ત્રણ ઈરાની પરમાણુ વૈજ્ઞાનિકો શાહિદ બેહેશ્તી યુનિવર્સિટીના પ્રોફેસર હતા.
આ પણ વાંચો --- IRAN ISRAEL CONFLICT : ઇરાને સમાધાનની વાત ફગાવી, અમેરિકાએ ઇઝરાયલની યોજના સામે વીટો વાપર્યો