IRAN-ISRAEL CONFLICT ની મોટી અસર વર્તાઇ, શેરબજાર તુટ્યું
- ઇરાન-ઇઝરાયલ વચ્ચેનો તણાવ વધુ તિવ્ર બન્યો
- અમેરિકાએ ગતરોત ઇરાનની ત્રણ ન્યુક્લિયર સાઇટને નિશાન બનાવ્યું છે
- આ કટોકટીની વિપરીત અસર દેશની ઇકોનોમી પર વર્તાઇ રહી છે
IRAN-ISRAEL CONFLICT : અમેરિકા (USA) દ્વારા ઈરાન (IRAN) માં ત્રણ મુખ્ય પરમાણુ સ્થળો પર બોમ્બમારો કર્યા બાદ પશ્ચિમ એશિયામાં તણાવ વધી રહ્યો છે. જેની અસર વર્તાતા સોમવારે શરૂઆતના ઇક્વિટી બેન્ચમાર્ક સૂચક આંક સેન્સેક્સ અને નિફ્ટીમાં ઘટાડો થયો હતો. શરૂઆતના કારોબારમાં 30 શેરો વાળા BSE સેન્સેક્સ 705.65 પોઈન્ટ ઘટીને 81,702.52 પર નોંધવામાં આવ્યો હતો.સાથે જ 50 શેરો વાળા NSE નિફ્ટી 182.85 પોઈન્ટ ઘટીને 24,929.55 પર બંધ થયા હતા. અમેરિકાએ ઈરાનમાં ત્રણ મુખ્ય પરમાણુ સ્થળો - ફોર્ડો, નાતાન્ઝ અને ઇસ્ફહાન - પર બોમ્બમારો કર્યો હતો. જેનાથી તે ઈઝરાયલ-ઈરાન સંઘર્ષમાં સામેલ થયો છે. જેથી તેની અસર ભારતના માર્કેટમાં વર્તાઇ રહી હોય તેમ લાગી રહ્યું છે.
હોર્મુઝ સ્ટ્રેટ બંધ થવાની શક્યતા એક મોટો ખતરો છે
મુખ્ય રોકાણ વ્યૂહરચનાકાર વીકે વિજયકુમારે જણાવ્યું હતું કે, ત્રણ ઈરાની પરમાણુ સુવિધાઓ પર અમેરિકાના બોમ્બમારાથી પશ્ચિમ એશિયામાં કટોકટી વધુ વધી છે, તેમ છતાં બજાર પર તેની અસર મર્યાદિત રહેવાની શક્યતા છે, હોર્મુઝ સ્ટ્રેટ બંધ થવાની શક્યતા એક મોટો ખતરો છે, છતાં એ સમજવું મહત્વપૂર્ણ છે કે ગમે તેવી વિકટ પરિસ્થિતીઓ વચ્ચે સ્ટ્રેટ ક્યારેય બંધ થયો ન હતો.
શુક્રવારે વિદેશી સંસ્થાકીય રોકાણકારોએ શેર ખરીદ્યા
સેન્સેક્સની 30 કંપનીઓમાં, ઇન્ફોસિસ, એચસીએલ ટેક, હિન્દુસ્તાન યુનિલિવર, બજાજ ફાઇનાન્સ, પાવર ગ્રીડ અને એટરનલ સૌથી વધુ પાછળ રહ્યા છે. એક્સચેન્જ ડેટા અનુસાર, શુક્રવારે વિદેશી સંસ્થાકીય રોકાણકારો (FII) એ 7,940.70 કરોડ રૂપિયાના શેર ખરીદ્યા છે.
SSE કમ્પોઝિટ ઇન્ડેક્સ લીલા સંકેતોમાં જોવા મળ્યો
એશિયન બજારોમાં, દક્ષિણ કોરિયાનો કોસ્પી, જાપાનનો નિક્કી 225 ઇન્ડેક્સ અને હોંગકોંગનો હેંગ સેંગ લાલ સંકેતોમાં ટ્રેન્ડ કરી રહ્યા છે. જો કે, શાંઘાઈનો SSE કમ્પોઝિટ ઇન્ડેક્સ લીલા સંકેતોમાં જોવા મળ્યો હતો. શુક્રવારે યુએસ બજારો મોટાભાગે નીચા સ્તરે બંધ થયા હતા. વૈશ્વિક તેલ બેન્ચમાર્ક બ્રેન્ટ ક્રૂડ 1.69 ટકા વધીને 78.31 ડોલર પ્રતિ બેરલ પર પહોંચી ગયું હતું.
આ પણ વાંચો --- Weather News : દેશમાં ભારે વરસાદની સંભાવના: ગુજરાત-મધ્યપ્રદેશમાં રેડ એલર્ટ, દિલ્હી-એનસીઆરમાં ભારે વરસાદની સંભાવના