IRAN-ISRAEL CONFLICT માં અમેરિકાએ ઝંપલાવ્યું, ઇરાનની ત્રણ ન્યુક્લિયર સાઇટ તબાહ
- ઇરાન અને ઇઝરાયલ વચ્ચેના યુદ્ધમાં અમેરિકાએ ઝંપલાવ્યું
- અમેરિકાએ ઇરાનની ત્રણ ન્યુક્લિયર સાઇટ તબાહ કર્યાનો દાવો કર્યો
- હવે શાંતિનો સમય છે, આ મુદ્દા પર ધ્યાન આપવા બદલ તમારો આભાર - ટ્રમ્પ
IRAN-ISRAEL CONFLICT : ઇરાન અને ઇઝરાયલ વચ્ચે તણાવ (IRAN ISRAEL CONFLICT) વધતા હવે અમેરિકાએ (USA) એન્ટ્રી લીધી છે. અમેરિકાએ ઇરાનના ત્રણ ન્યુક્લિયર સાઇટ (NUCLEAR SITE) પર રાત્રીના સમયે બોમ્બમારો કરીને તેને તબાહ કરી હોવાનું પ્રેસીડેન્ટ ડોનાલ્ડ ટ્રમ્પ (US PRESIDENT DONALD TRUMP) દ્વારા ટ્વીટર પર માહિતી આપવામાં આવી છે. અમેરિકાના પ્રેસીડેન્ટ ટુંક સમયમાં આ અંગે રાષ્ટ્રજોગ સંબોધન કરશે તેમ પણ તેમણે જણાવ્યું છે. વિતેલા કેટલાય દિવસોથી ઇઝરાયલની મદદે અમેરિકા આવશે, તેવી પ્રબળ ચર્ચાઓ ચાલી રહી હતી. આ વચ્ચે લોકચર્ચાઓ સાચી પડી છે. આ હુમલો બી - 2 બોમ્બ પ્લેન દ્વારા કરવામાં આવ્યો હોવાનું જાણવા મળી રહ્યું છે.
ફોર્ડો, નતાંજ અને એસ્ફાહાન પર હુમલો
સમગ્ર કાર્યવાહી અંગે અમેરિકાના પ્રેસીડેન્ડ ડોનાલ્ડ ટ્રમ્પે ટ્વીટ કરીને જણઆવ્યું કે, અમે ઇરાનના ત્રણ પરમાણુ સાઇટ પર સફળતા પૂર્વક હુમલો કર્યો છે. જેમાં ફોર્ડો, નતાંજ અને એસ્ફાહાનનો સમાવેશ થાય છે. તમામ વિમાનો ઇરાનના હવાઇક્ષેત્રોની બહાર છે. ફોર્ડો પર બોમ્બનો ફૂલ પેલોડ ઝીંકવામાં આવ્યો હતો. તમામ વિમાનો સુરક્ષિતરૂપે ઘરે પરત ફરી રહ્યા છે. અમેરિકાના મહાન યોદ્ધાઓને શુભકામનાઓ, દુનિયામાં કોઇ સેના આ પ્રકારનું કામ કરી શકે તેમ નથી. હવે શાંતિનો સમય છે, આ મુદ્દા પર ધ્યાન આપવા બદલ તમારો આભાર.
રાષ્ટ્રજોગ સંબોધન પણ કરનાર છે
સુત્રોએ તેમ પણ જણાવ્યું કે, અમેરિકાના પ્રેસીડેન્ટ ડોનાલ્ડ ટ્રમ્પ સ્થાનિક સમય 10 વાગ્યે આ મામલો રાષ્ટ્રજોગ સંબોધન પણ કરનાર છે. ઇરાન અને ઇઝરાયલ વચ્ચે હવે અમેરિકાએ ઝંપલાવતા આગામી સમયમાં જંગ પૂર્ણ થાય છે કે, વધુ ઉગ્ર બને છે, તેના પર સૌ કોઈની નજર રહેશે.
આ પણ વાંચો --- Israel Iran War:ઈરાનના સર્વોચ્ચ નેતા આયાતુલ્લાહ અલી ખામેનીને મોતનો ડર?