IRAN-ISRAEL CONFLICT : ઇરાનના સુપ્રીમ લીડર ખામેનીની અમેરિકાને ચેતવણી
- ઇઝરાયલ અને ઇરાન વચ્ચે યુદ્ધ દિવસેને દિવસે તિવ્ર બન્યું
- બંને દેશો વચ્ચે તણાવની સ્થિતીમાં અમેરિકાના પ્રેસીડેન્ટનું મોટું નિવેદન સામે આવ્યુ
- ટ્રમ્પના નિવેદન સામે ખામેનીએ પોતાનો પક્ષ સ્પષ્ટ કર્યો છે
IRAN-ISRAEL CONFLICT : ઇઝરાયલ અને ઇરાન વચ્ચે વિતેલા કેટલાય દિવસોથી યુદ્ધ ચાલી રહ્યું છે. બંને દેશો એકબીજા પર મિસાઇલ અને ડ્રોન વડે હુમલાઓ કરી રહ્યા છે. આ વચ્ચે અમેરિકાના પ્રેસિડેન્ટ ડોનાલ્ડ (US PRESIDENT DONALD TRUMP) ટ્રમ્પે કહ્યું હતું કે, ઇરાન સામે અમે વિજય ઇચ્છીએ છીએ. જો કે, આ બાદ ઇરાનના સુપ્રીમ લીડર ખામેનીએ (IRAN SUPREME LEADER KHAMENEI) અમેરિકાને સાફ ચેતવણી આપીતા કહ્યું કે, અમે શરણાગતિ નહીં સ્વીકારીએ. ઇઝરાયલને તેની ભૂલોની સજા મળશે.
અમે શરણાગતિ નહીં સ્વિકારીએ
ઇઝરાયલ અને ઇરાન વચ્ચે યુદ્ધ ચાલી રહ્યું છે. આ વચ્ચે અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પનું નિવેદન સામે આવ્યું હતું. જેમાં તેમણે કહ્યું કે, અમે ઇરાન સામે વિજય ઇચ્છીએ છીએ. હું શું કાર્યવાહી કરીશ તે ફક્ત હું જ જાણું છું. આ બાદ ઇરાનના સુપ્રીમ લીડર ખામેનીએ પલટવાર કર્યો છે. તેમણે સાફ શબ્દોમાં અમેરિકાને ચેતવણી આપી છે. અને કહ્યું કે, અમે શરણાગતિ નહીં સ્વિકારીએ. અમેરિકાના હસ્તક્ષેપનું ખરાબ પરિણામ આવશે. ઇઝરાયલને તેની ભૂલોની સજા કરવામાં આવશે.
મધ્યસ્થી કરવાના પ્રયાસોને હજીસુધી કોઇ સફળતા મળી નથી
તેમણે તેમ પણ ઉમેર્યું કે, ઇરાન કોઇની ધમકીઓ સાંભળતું નથી. અત્રે નોંધનીય છે કે, ઇઝરાયલ અને ઇરાન વચ્ચે ચાલતા યુદ્ધમાં બંને દેશોનો જાન-માલનું મોટા પ્રમાણમાં નુકશાન થયું છે. બંને વચ્ચે કોઇ રીતે મધ્યસ્થી કરવાના પ્રયાસોને હજીસુધી કોઇ સફળતા મળી નથી. દિવસેને દિવસે યુદ્ધ વધુ તિવ્ર બનતું જતું હોય તેમ લાગી રહ્યું છે. જો આ રીતે જ યુદ્ધ ચાલ્યું તો આવનાર સમયમાં તેની આંતરરાષ્ટ્રીય બજાર પર અસર જોવા મળશે. જે ધીરે ધીરે ચાલુ થઇ ગયું હોવાનું એક્સપર્ટ માની રહ્યા છે.
આ પણ વાંચો --- IRAN-ISRAEL CONFLICT : ઇરાને પ્રથમ વખત સેજીલ બેલિસ્ટિક મિસાઇલનો વાર કર્યો