IRAN-ISRAEL CONFLICT : ઈરાનનો ઈઝરાયલની હોસ્પિટલ પર સૌથી મોટો હુમલો
- ઇરાન અને ઇઝરાયલ વચ્ચેની સ્થિતી વણસી રહી છે
- આજે ઇરાને ઇઝરાયલની મોટી હોસ્પિટલ પર મિસાઇલ હુમલો કર્યો
- આ ઘટનામાં હોસ્પિટલ તથા નજીકના માળખાને મોટું નુકશાન પહોંચ્યું છે
IRAN-ISRAEL CONFLICT : ઇરાન અને ઇઝરાયલ વચ્ચે વધતા તણાવમાં ઉમેરો (IRAN-ISRAEL CONFLICT) થયો છે. ઇરાને ઇઝરાયલની પશ્ચિમ વિસ્તારની સૌથી મોટી સોરોકા હોસ્પિટલ (SOROKA HOSPITAL) પર સૌથી મોટો હુમલો મિસાઇલ હુમલો (IRAN ATTACK HOSPITAL) કર્યો છે. આ હુમલામાં ઇઝરાયલની હોસ્પિટલ તથા નજીકના માળખાને ભારે નુકશાન પહોંચ્યું હોવાના અહેવાલો સામે આવી રહ્યા છે. ઇરાનના આ ઘાતકી હુમલા બાદ ઇઝરાયલમાં ભારે અફરા તફરીનો માહોલ જોવા મળી રહ્યો છે. સામે ઇઝરાયલ દ્વારા પણ મોટા હુમલાની તૈયારી કરી દેવામાં આવી છે. આમ, બંને દેશો વચ્ચે એકબીજા પર હુમલાની તિવ્રતામાં વધારો જોવા મળી રહ્યો છે. જે વિશ્વના દેશો માટે માઠા સમાચાર છે.
હેવી વોટર પ્લાન્ટ પાસે મિસાઇલ વડે હુમલાનો પ્રયાસ
આ વચ્ચે મીડિયા રિપોર્ટસ અનુસાર બંને દેશોના હાલત વધુ વિકટ બનતા જાય છે. આગામી સમયમાં ઇઝરાયલ અને ઇરાન આગામી સમયમાં એકબીજાની ન્યૂક્લિયર ફેસિટીલીટીને ટાર્ગેટ બનાવી શકે છે. ઇરાનની સંભવિત ન્યૂક્લિયર ફેસિલીટી સાઇટ ખોંડાબ વિસ્તારને ખાલી કરવા માટે ઇઝરાયલ દ્વારા સૂચના આપી દેવામાં આવી છે. અને હેવી વોટર પ્લાન્ટ પાસે મિસાઇલ વડે હુમલાનો પ્રયાસ પણ કર્યો છે.
જાન-માલનું નુકશાન થઇ રહ્યું છે
બીજી તરફ ઇરાન દ્વારા નવી આધુનિક અને તબાહી સર્જે તેવી બેલિસ્ટિક મિસાઇલોનો મારો ઇઝરાયલ પર કરવામાં આવ્યો છે. બંને દેશોનો પોતપોતાની જાન-માલનું નુકશાન થઇ રહ્યું છે. મીડિયા અહેવાલ થકી પ્રાપ્ત પ્રાથમિક માહિતી અનુસાર, જો કોઇ પણ દેશ અન્યની ન્યૂક્લિયર ફેસિલીટીને ટાર્ગેટ કરવામાં સફળ રહેશે, તો તેવી પરિસ્થિતી વિનાશ સર્જી શકે છે. તેની અસર દુનિયાભરમાં વર્તાય તેની શક્યતાઓ નકારી શકાય તેમ નથી.
આ પણ વાંચો ---- IRAN-ISRAEL CONFLICT : ન્યુક્લિયર ફેસિલિટી નજીક મિસાઇલ ટાર્ગેટથી ચિંતા વધી