Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
ગુજરાત રાષ્ટ્રીય આંતરરાષ્ટ્રીય મનોરંજન સ્પોર્ટ્સ ધર્મ ભક્તિ એક્સક્લુઝીવ બિઝનેસ ટેક & ઓટો લાઇફ સ્ટાઇલ વાયરલ & સોશિયલ ક્રાઈમ STUDIO ON WHEELS
Advertisement

ઈરાન કંઈ વેનેઝુએલા નથી, US-Israel ને મિસાઈલોથી કરી શકે છે મોટું નુકશાન

Iran Missile Power: શિયા મુસ્લિમોની બહુમતીવાળા ઈરાનની પાસે મધ્યપૂર્વના ઈસ્લામિક દેશોમાં સૌથી મોટો હથિયારોનો ભંડાર છે. ઈરાનની તાકાત તેનો મિસાઈલ પાવર છે. 2022માં અમેરિકાની સેન્ટ્ર કમાન્ડના જનરલ કેનેધ મેકેનઝેઈએ ઈરાન પાસે 3000થી વધારે બેલેસ્ટિક મિસાઈલો હોવાનું જણાવ્યું હતું. આમા ઈરાનની જમીન પરથી હુમલો કરવા માટેની ક્રૂઝ મિસાઈલ ફોર્સ સામેલ નથી.
ઈરાન કંઈ વેનેઝુએલા નથી  us israel ને મિસાઈલોથી કરી શકે છે મોટું નુકશાન
Advertisement

. મધ્ય-પૂર્વ એશિયામાં સૌથી મોટા શસ્ત્ર ભંડારોવાળા દેશમાં Iran નો સમાવેશ
. ઈરાન પાસે 2000થી 3000 બેલેસ્ટિક મિસાઈલોનો મોટો ભંડાર
. ઈરાન પાસે જમીન પરથી હુમલા માટેની ક્રૂઝ મિસાઈલોની પણ મોટી શક્તિ

આનંદ શુક્લ: શિયા મુસ્લિમોની બહુમતીવાળું ઈરાન મધ્ય-પૂર્વ એશિયામાં સૌથી મોટા શસ્ત્રભંડારો ધરાવતા દેશોમાં સામેલ છે. ઈરાનની તાકાત તેનો મિસાઈલ પાવર છે.

Advertisement

2022માં અમેરિકાની સેન્ટ્ર કમાન્ડના જનરલ કેનેધ મેકેનઝેઈએ ઈરાન પાસે 3000થી વધારે બેલેસ્ટિક મિસાઈલો હોવાનું જણાવ્યું હતું. આમા ઈરાનની જમીન પરથી હુમલો કરવા માટેની ક્રૂઝ મિસાઈલ ફોર્સ સામેલ નથી.

Advertisement

જૂન-2025ના ઈઝરાયલ-અમેરિકા સાથેના 12 દિવસના યુદ્ધમાં પણ બંને તરફથી મિસાઈલોનો ખૂબ ઉપયોગ થયો હતો. ત્યારે ઈઝરાયલે ઈરાનના મિસાઈલના ભંડાર, લોન્ચર્સ અને તેની પ્રોડક્શન કેપેસિટીને નિશાન બનાવી હતી. ઈઝરાયલી અધિકારીોનો અંદાજ છે કે ઈરાન પાસે હજી પણ 1500 મિસાઈલો અને 200 લોન્ચર્સ ઘર્ષણના અંતે બાકી રહ્યા છે. જો કે આ ઘર્ષણ બાદ સંભવિત યુદ્ધની સ્થિતિની તૈયારી માટે ઈરાને ફરીથી પોતાની મિસાઈલ ક્ષમતાઓને વધારવાનું શરૂ કર્યું હતું.

ઈરાનના શાસકો દ્વારા દેશની મિસાઈલ ક્ષમતાને વધારવા માટે ગત 2 દાયકાથી સતત પોતાના સંશાધનોને આ પ્રોગ્રામ તરફ વાળ્યા છે.

ઈરાનના મિસાઈલ પ્રોગ્રામનો ફોક્સ હંમેશા ઘાતક અને લાંબા અંતરની મિસાઈલો વિકસિત કરવાનો છે. 2015માં ઈરાને સ્વયંભૂ મિસાઈલ રેન્જને 2000 કિલોમીટર સુધી મર્યાદીત રાખવાની ઘોષણા કરી હતી. જૂન-2025માં ઈરાનની કેટલીક મિસાઈલોનું પ્રદર્શન અમેરિકા-ઈરાનની મિસાઈલ ડિફેન્સ સિસ્ટમ્સ સામે નબળું રહ્યું હતું. ઈરાને તેના પછી પોતાની ક્ષમતાઓને ઠીકઠાક કરવા પર પણ ધ્યાન કેન્દ્રીત કર્યું છે.

પરંપરાગત યુદ્ધની સાથે ઈરાનની મિસાઈલોની ક્ષમતા પરમાણુ વૉરહેડ્સ લઈ જવાની પણ છે અને તેને યુએન સિક્યુરિટી રિઝોલ્યૂશન 1929 મુજબ વૈશ્વિક ચિંતાનો મામલો માનવામાં આવે છે. આ ઠરાવમાં કહેવામાં આવ્યું છે કે ઈરાને પરમાણુ હથિયારની ક્ષમતા ધરાવતી બેલેસ્ટિક મિસાઈલ સંબંધિત ગતિવિધિ ન કરવી જોઈએ. આ મિસાઈલ પ્રોગ્રામને કારણે ઈરાન પર આંતરરાષ્ટ્રીય પ્રતિબંધો પણ લગાવાયા છે. તેમ છતાં ઈરાન દ્વારા પરમાણુ વોરહેડ્સ લઈ જવા માટે સક્ષમ space launch vehicles (SLVs) પણ વિકસિત કરાઈ છે અને તેની રેન્જ પણ ઘણી લાંબી છે.

આ પણ વાંચો: US Israel Iran War: ઈરાનની મિસાઈલો માટીમાં મિલાવીશું, સરન્ડર કરે IRGC, ટ્રમ્પની પહેલી પ્રતિક્રિયા

આ સિવાય ઈરાન દ્વારા યમન ખાતેના હુત્તી વિદ્રોહી જેવા તેના પ્રોક્સીઓ સુધી પણ આ મિસાઈલો પહોંચાડવામાં આવી છે. હુત્તીઓ દ્વારા સાઉદી અરેબિયા અને યુએઈને પણ પરેશાન કરાયા છે અને લાલ સાગરમાં કોમર્શિયલ શિપ્સના પરિવહનને પણ આનાથી અસર પહોંચી છે. ઈરાને યુક્રેનની સામેના રશિયાના યુદ્ધમાં ક્લોઝ રેન્જ બેલેસ્ટિક મિસાઈલો અને એર ડિફેન્સ મિસાઈલોનું વેચાણ પણ કર્યું છે.

ઈરાનનો મિસાઈલ ભંડાર (Iran Missile Power)

શાહાબ-1 (Shahab-1 (Scud B)) મિસાઈલ

. શોર્ટ રેન્જ બેલેસ્ટિક મિસાઈલ (SRBM)
. 300 કિલોમીટર સુધીની રેન્જ
. 770થી 1000 કિલોમીટરની રેન્જ
. લિક્વિડ ફ્યૂલ, સિંગલ સ્ટેજ પ્રોપ્યુલેશન
. 500 મીટરની લંબાઈ
. મિસાઈલોને તેનાત કરવામાં આવી છે

શાહાબ-2 (Shahab-2 (Scud C))

. શોર્ટ રેન્જ બેલેસ્ટિક મિસાઈલ (SRBM)
. 500 કિલોમીટર સુધીની રેન્જ
. 700 કિલોગ્રામ વોરહેડ્સ વહન કરવાની ક્ષમતા
. લિક્વિડ ફ્યૂલ, સિંગલ સ્ટેજ પ્રોપ્યુલેશન
. 700 મીટરની લંબાઈ
. મિસાઈલોને તેનાત કરવામાં આવી છે

આ પણ વાંચો: Israel-Iran War: ઈઝરાયલ-ઈરાન વચ્ચે ભીષણ યુદ્ધે વધાર્યું ભારતનું ટેન્શન, જાણો કારણ

Qiam-1, Qiam-1 (mod.)

. કિયામ-1, કિયામ-1 (મોડિફાઈ) શોર્ટ રેન્જ બેલેસ્ટિક મિસાઈલ છે
. 700થી 800 કિલોમીટરની રેન્જ
. 650 કિલોગ્રામના વોરહેડ્સ લઈ જવાની ક્ષમતા
. લિક્વિડ ફ્યૂલ, સિંગલ સ્ટેજ પ્રોપ્યુલેશન
. 500 મીટરથી ઓછી લંબાઈ
. આ મિસાઈલોને તેનાત કરવામાં આવી છે

Fateh-110

. ફતેહ-110 માં ખાલિજ ફાર્સ અને હોર્મુઝ મિસાઈલો પણ સામેલ છે
. આ શોર્ટ રેન્જ બેલેસ્ટિક મિસાઈલો છે
. તેની 300 કિલોમીટરની રેન્જ છે
. 450 કિલોગ્રામના વોરહેડ્સ લઈ જવાની ક્ષમતા
. સોલિડ ફ્યૂલ, સિંગલ સ્ટેજ પ્રોપ્યુલેશન
. 100 મીટરની લંબાઈ
. તેની તેનાતી લાંબા સમયથી થઈ ચુકી છે

Fateh-313

. ફતેહ-313 મિસાઈલ પણ શોર્ટ રેન્જ બેલેસ્ટિક મિસાઈલ છે
. તેની રેન્જ 500 કિલોમીટર છે
. 350 કિલોગ્રામના વોરહેડ્સનું વહન કરી શકે છે
. સોલિડ ફ્યૂલ, સિંગલ સ્ટેજ પ્રોપ્યુલેશન
. 10થી 30 મીટરની લંબાઈ
. આ મિસાઈલો પણ તેનાત છે

આ પણ વાંચો: Israel ના હુમલામાં Iran ના સેનાધ્યક્ષ આમિર હાત્મી અને ન્યાય પ્રમુખ મોહસની અજઈના મોત

Raad-500

. રા'દ-500 પણ શોર્ટ રેન્જ બેલેસ્ટિક મિસાઈલ છે
. તેની 500 કિલોમીટરની રેન્જ છે
. તેની પેલૉડ ક્ષમતા કેટલી છે તેને લઈને ખુલાસો થયો નથી
. સોલિડ ફ્યૂલ, સિંગલ સ્ટેજ પ્રોપ્યુલેશન થાય છે
. 30 મીટર લંબાઈ ધરાવે છે
. તેનું પરીક્ષણ થઈ ચુક્યું છે

Zolfaghar અને Zolfaghar Basir

. ઝોલ્ફાગાર અને ઝોલ્ફાગાર બસિર મિસાઈલો પણ શોર્ટ રેન્જ બેલેસ્ટિક મિસાઈલ છે
. તેની રેન્જ 700 કિલોમીટરની છે.
. તેની ક્ષમતા 450થી 600 કિલોગ્રામ વોરહેડ્સ લઈ જવાની છે
. તેમાં સોલિડ ફ્યૂલ, સિંગલ સ્ટેજ પ્રોપ્યુલેશન થાય છે
. તેની લંબાઈ 10થી 30 મીટરની છે
. તેની તેનાતી થઈ ચુકી છે

Dezful

. ડિઝફુલ મિસાઈલ પણ શોર્ટ રેન્જ બેલેસ્ટિક મિસાઈલ છે
. તેની રેન્જ 1000 કિલોમીટરની છે
. તે 400થી 600 કિલોગ્રામ વોરહેડ્સ લઈ જવાની ક્ષમતા ધરાવે છે
. સોલિડ ફ્યૂલ, સિંગલ સ્ટેજ પ્રોપ્યુલેશન ધરાવે છે
. 10થી 30 મીટરની લંબાઈ છે
. તેની પણ તેનાતી થઈ ચુકી છે

આ પણ વાંચો: Trump and India: પૃથ્વીને 'ટ્રમ્પલેન્ડ' સમજતા Trump, 2029 સુધી India ન આવે તો સારું!

Shahab-3

. શાહાબ-3 મિડિયમ રેન્જ બેલેસ્ટિક મિસાઈલ છે
. 1300 કિલોમીટરની રેન્જ ધરાવે છે
. 750થી 1000 કિલોગ્રામની વોરહેડ્સ વહન કરવાની ક્ષમતા
. લિક્વિડ ફ્યૂલ સિંગલ સ્ટેજ પ્રોપ્યુલેશન થાય છે
. 30 મીટર જેટલી લંબાઈ
. તેની પણ તેનાતી કરાઈ છે

Ghadr

. ગદર મિસાઈલ પણ મિડિયમ રેન્જ બેલેસ્ટિક મિસાઈલ છે
. 1600 કિલોમીટરની રેન્જ છે
. 750 કિલોગ્રામના વોરહેડ્સ લઈ જવાની ક્ષમતા
. લિક્વિડ ફ્યૂલ, સિંગલ સ્ટેજ પ્રોપ્યુલેશન
. 15.86 મીટરની લંબાઈ ધરાવે છે
. તેને તેનાત કરવામાં આવી છે

આ પણ વાંચો: Iran માં સત્તા પરિવર્તન શાંતિની ગેરેન્ટી નથી, અસ્થિરતા ભારત માટે હાનિકારક

Emad

ઈમાદ પણ મિડિયમ રેન્જ બેલેસ્ટિક મિસાઈલ છે
1800 કિલોમીટરની તેની રેન્જ છે
750 કિલોગ્રામના વોરહેડ્સનું વહન કરવાની ક્ષમતા
લિક્વિડ ફ્યૂલ, સિંગલ સ્ટેજ પ્રોપ્યુલેશન
તેની લંબાઈ 15.50 મીટર છે
તેને પણ તેનાત કરાઈ છે

Khorramshahr-1, -2, and -4

. ખોર્રમશહર-1,2,4 પણ મિડિયમ રેન્જ બેલેસ્ટિક મિસાઈલ છે
. આ તમામ મિસાઈલોની રેન્જ 2000થી 3000 કિલોમીટર છે
. તેની વૉરહેડ્સ 750થી 1500 કિલોગ્રામ વહન કરવાની ક્ષમતા છે
. લિક્વિડ ફ્યૂલ, સિંગલ સ્ટેજ પ્રોપ્યુલેશન
. તેની લંબાઈની 30 મીટર છે
. સંભવત્ તેને પણ તેનાત કરવામાં આવી છે

Fattah-1

. ફત્તહ-1 મિડિયમ રેન્જ બેલેસ્ટિક મિસાઈલ છે
. તેની 1400 કિલોમીટરની રેન્જ છે
. કેટલો પેલૉડ વહન કરી શકે છે, તેની જાણકારી નથી
. સોલિડ ફ્યૂલ સિંગલ સ્ટેજ પ્રોપ્યુલેશન
. તેની લંબાઈની પણ જાણકારી સામે આવી નથી
. તેનાતી થઈ ચુકી છે

આ પણ વાંચો: ટ્રમ્પની વેનેઝુએલા સામેની કાર્યવાહીમાં ઈરાન માટે સંદેશ, પણ ચીન-રશિયા આની નકલ કરશે તો?

Fattah-2

. ફત્તહ-2 પણ મિડિયમ રેન્જ બેલેસ્ટિક મિસાઈલ છે
. 1500 કિલોમીટર રેન્જ ધરાવે છે
. તેની પેલોડ વહન ક્ષમતાના આંકડા સામે આવ્યા નથી
. સોલિડ ફ્યૂલ, સિંગલ સ્ટેજ પ્રોપ્યુલેશન ધરાવે છે
. તેની લંબાઈની પણ સ્પષ્ટ જાણકારી સામે આવી નથી.
. તેની પણ તેનાતી ઈરાને કરી છે

Haj Qassem

. હજ કાસ્સીમ મિડિયમ રેન્જ બેલેસ્ટિક મિસાઈલ છે
. 1400 કિલોમીટરની રેન્જ ધરાવે છે
. 500 કિલોગ્રામ પેલૉડ વહન કરવાની તેની ક્ષમતા છે
. સોલિડ ફ્યૂલ સિંગલ સ્ટેજ પ્રોપ્યુલેશન
. તેની લંબાઈની જાણકારી સામે આવી નથી
. તેની પણ તેનાતી થઈ હોવાનું મનાય છે

Qassem Basir

. કાસ્સીમ બસીર પણ મિડિયમ રેન્જ બેલેસ્ટિક મિસાઈલ છે
. 1200 કિલોમીટરની રેન્જ ધરાવે છે
. 500 કિલોગ્રામ પેલૉડ લઈ જવાની ક્ષમતા
. સોલિડ ફ્યૂલ , સિંગલ સ્ટેજ પ્રોપ્યુલેશન
. તેની લંબાઈની જાણકારી સામે આવી નથી
. પરીક્ષણ થઈ ચુક્યું છે

Kheibar Shekan

. ખૈબર શેકન મિડિયમ રેન્જ બેલેસ્ટિક મિસાઈલ છે
. તેની રેન્જ 1450 કિલોમીટરની છે.
. 450થી 600 કિલોગ્રામ વૉરહેડ્સ વહન કરવાની તેની ક્ષમતા છે
. સોલિડ ફ્યૂલ, સિંગલ સ્ટેજ પ્રોપ્યુલેશન
. તેની લંબાઈની જાણકારી સામે આવી નથી
. તેની પણ તેનાતી કરવામાં આવી છે

આ પણ વાંચો: Iran Crisis: ઈરાન સંકટ વૈશ્વિક અગ્નિપરીક્ષા, 3 મહાસત્તાઓની રણભૂમિ મધ્ય-પૂર્વ સળગાવશે

Sejjil

. સેજ્જીલ પણ મિડિયમ રેન્જ બેલેસ્ટિક મિસાઈલ છે
. 2000 કિલોમીટરની રેન્જ ધરાવે છે
. 750 કિલોગ્રામ પેલૉડ વહન કરવાની તેની ક્ષમતા છે
. સોલિડ ફ્યૂલ, ટુ સ્ટેજ પ્રોપ્યુલેશન
. તેની લંબાઈની જાણકારી સામે આવી નથી
. તેની તેનાતી કરવામાં આવી છે

Soumar (Kh-55)

. સૌમર (Kh-55) LACM એટલે કે Land-Attack Cruise Missile છે.
. તેની રેન્જ અને પેલૉડ વહન ક્ષમતાના આંકડા સામે આવ્યા નથી
. તે ટર્બોફેન એન્જિન ધરાવે છે
. સંભવત્ તેની તેનાતી થઈ છે

Hoveizeh

. હોવિઝેહ પણ લેન્ડ એટેક ક્રૂઝ મિસાઈલ છે
. તેની રેન્જ 1350 કિલોમીર છે
. તેની પેલૉડ વહન ક્ષમતાના આંકડા સ્પષ્ટ નથી
. તે પણ ટર્બોજેટ એન્જિન ધરાવે છે
. તેની પણ સંભવત તેનાતી થઈ છે

Ya Ali

. યા અલી મિસાઈલ પણ લેન્ડ એટેક ક્રૂઝ મિસાઈલ છે
. તેની 700 કિલોમીટરની રેન્જ છે અને તે ટર્બોજેટ એન્જિન ધરાવે છે
. તેનું પરીક્ષણ થઈ ચુક્યું છે

Paveh

. પાવેહ મિસાઈલ પણ લેન્ડ એટેક ક્રૂઝ મિસાઈલ છે
. 1650 કિલોમીટરની રેન્જ ધરાવે છે
. ટર્બોજેટ એન્જિન ધરાવે છે અને તેનાત થઈ ચુકી છે

આ પણ વાંચો: Iran-Israel War : ઈઝરાયલ પર 3 બાજુથી પલટવાર, ઈરાન પર 70થી વધુ બેલિસ્ટિક મિસાઈલથી હુમલો

Safir

. સાફિર મિસાઈલ SLV (Space Launch Vehicle) પ્રકારની છે
. 2100 કિલોમીટરની રેન્જ અને 500થી 700 કિલોગ્રામ પેલૉડ વહન કરવાની તેની ક્ષમતા છે
. લિક્વિડ ફ્યૂલ, ટુ સ્ટેજ પ્રોપ્યુલેશન ધરાવે છે
. તેને રિટાયર કરવામાં આવી છે

Simorgh

. સિમોર્ગ મિસાઈલ પણ SLV (Space Launch Vehicle) પ્રકારની છે
. તેની રેન્જ 4000થી 6000 કિલોમીટરની છે અને તેની ક્ષમતા 500થી 700 કિલોગ્રામ પેલૉડના વહનની છે
. તે લિક્વિડ ફ્યૂલ, ટુસ્ટેજ પ્રોપ્યુલેશન ધરાવે છે
આ મિસાઈલ ઓપરેશનલ છે

આ પણ વાંચો: Iran-Israel War: ઈરાન–ઈઝરાયલ ટકરાવ, યુદ્ધની ટાઈમલાઈનથી લઈને હોર્મુઝ સ્ટ્રેટ, મિસાઈલ શક્તિ અને પરમાણુ જોખમ સુધી!

Qased

. કાસેદ મિસાઈલ પણ SLV (Space Launch Vehicle) પ્રકારની છે
. તેની રેન્જ 2200 કિલોમીટર અને 1000 કિલોગ્રામ પેલૉડ વહન કરવાની ક્ષમતા ધરાવે છે
. લિક્વિડ 1 સ્ટેજ, સોલિડ 2 સ્ટેજ અને 3 સ્ટેજ પ્રોપ્યુલેશન ધરાવે છે
. તે ઓપરેશનલ છે

Zuljanah

. ઝુલજાનાહ મિસાઈલ પણ SLV (Space Launch Vehicle) પ્રકારની છે
. તેની રેન્જ 4000થી 5000 કિલોમીટર છે અને તેની ક્ષમતા 1000 કિલોગ્રામના પેલૉડનું વહન કરવાની છે.
. તે સોલિડ ફર્સ્ટ અને સેકન્ડ સ્ટેજીસ, લિક્વિડ થર્ડ સ્ટેજ પ્રોપ્યુલેશન ધરાવે છે
. તેનું પરીક્ષણ થઈ ચુક્યું છે

Ghaem-100

. ઘેમ-100 મિસાઈલ પણ SLV (Space Launch Vehicle) પ્રકારની છે
. તેની રેન્જ 3000થી 4000 કિલોમીટરની છે
. તેની પેલૉડ વહન ક્ષમતા 1000 કિલોગ્રામ છે
. સોલિડ ફ્યૂલ, થ્રી સ્ટેજ પ્રોપ્યુલેશન ધરાવે છે
. આ મિસાઈલ ઓપરેશનલ છે

આ પણ વાંચો: Israel-US ના હુમલાથી Iran ને રશિયા બચાવશે? RSC એ કહ્યુ- ટ્રમ્પે દેખાડયો અસલી રંગ

Tags :
Advertisement

.

×