IRCTC Tatkal Ticket : તત્કાલ ટ્રેન બુકીંગની દેશવ્યાપી સમસ્યા પાછળ બુકિંગ માફીયાઓ અને ગેરકાયદેસર સૉફ્ટવેર કારણભૂત
IRCTC Tatkal Ticket : ઘણા લાંબા સમયથી રેલવે મુસાફરી કરનારા પ્રવાસીઓ એક મોટી સમસ્યાના કારણે પરેશાન છે અને તે છે તત્કાલ ટ્રેન બુકિંગ. IRCTC પોર્ટલ પરથી તત્કાલ ટિકિટ બુક થઈ જશે તેમ માનીને પ્રવાસીઓ રોજ સવારે 10 કલાકે એક અસંભવ પ્રયાસ કરે છે અને આખરે નિરાશા હાથ લાગે છે. IRCTC Tatkal Ticket માટે આખરે પ્રવાસીઓને એજન્ટોને વધુ રૂપિયા ચૂકવવા પડે છે તે સર્વવિદિત છે. ઈન્ડિયન રેલવે કેટરિંગ એન્ડ ટુરિઝમ કૉર્પોરેશને તાજેતરમાં એક દાવો કર્યો છે કે, બુકીંગ કૌભાંડમાં સામેલ 2.9 લાખ શંકાસ્પદ પીએનઆર શોધી કઢાયા છે તેમજ 2.5 કરોડ યુઝર આઈડીને નિષ્ક્રીય કરી દેવાયા છે.
તત્કાલ બુકીંગ વખતે શું સમસ્યા આવે છે ?
રેલવે પ્રવાસીઓની સુવિધા માટે ગોઠવવામાં આવેલી વ્યવસ્થાઓમાં IRCTC Tatkal Ticket સૌથી સારી સુવિધા છે, પરંતુ આ દુવિધા બની ગઈ છે. તત્કાલ ટ્રેન બુકિંગ માટે સવારે 10 કલાકે પ્રવાસી IRCTC Portal પર પહોંચીને આરક્ષણ મેળવવા પ્રયાસ કરે છે ત્યારે ત્યારે તેને નિષ્ફળતા જ હાથ લાગે છે. સવારે ઘડીયાળમાં 10 વાગતાની સાથે જ IRCTC નો પેમેન્ટ ગેટવે ક્રેશ થઈ જાય છે અને ઑનલાઈન દેખાતી સીટ ગણતરીની સેંકન્ડોમાં જ ગાયબ થઈ જાય છે. આ સમસ્યા છેલ્લાં કેટલાંક મહિનાઓમાં સામાન્ય બની ગઈ છે.
આ પણ વાંચો -SMC ને હૉટલના પાર્કિંગમાંથી દારૂ ભરેલી કાર મળી અને રિક્ષામાંથી MDની પડીકીઓ વેચવા નીકળેલો શખ્સ મળ્યો
કારણો શોધી કઢાયાનો IRCTC નો દાવો
IRCTC Tatkal Ticket ના બુકીંગમાં લગભગ 60 ટકાથી વધુ પ્રવાસીઓ નિષ્ફળ રહે છે. આ નિષ્ફળતાનું કારણ શોધવામાં લાગેલી IRCTC ને નકલી યુઝર આઈડી અને સિસ્ટમ સાથે છેતરપિંડી કરનારી ટોળકી મળી છે. જાન્યુઆરીથી મે-2025ની વચ્ચે બુકિંગ વિન્ડો ખૂલ્યાના માત્ર 5 મિનિટમાં 2.9 લાખ શંકાસ્પદ PNR મળ્યા છે. 2 કરોડ 50 લાખ યુઝર ID ને નિષ્ક્રીય કરી દેવાયા છે. જેમાંના મોટાભાગના યુઝર આઈડી એજન્ટો અને સૉફ્ટવેર સાથે જોડાયેલા હતા. IRCTC Portal પર તપાસ પ્રક્રિયાને સિસ્ટમમાં ઓળંગી જવા માટે કામચલાઉ અને બોગસ સરનામાનો ઉપયોગ કરીને અનેક નકલી એકાઉન્ટ બનાવવામાં આવ્યા છે. રાષ્ટ્રીય સાયબર ક્રાઈમ પોર્ટલ પર 134 ફરિયાદો નોંધાઈ છે.
આ પણ વાંચો -Rajkot: સાંસદ રામ મોકરિયા અધિકારીની તોડબાજી સામે મેદાને આવ્યા
એજન્ટો પાસે ગેરકાયદે સૉફ્ટવેર
તાત્કાલિક મુસાફરીની જરૂરિયાત હોય તેવા પ્રવાસીઓ માટે ગોઠવવામાં આવેલી તત્કાલ બુકિંગની વ્યવસ્થાનો ગેરલાભ બુકિંગ માફિયા (Booking Mafia) ઓ ઉઠાવી રહ્યાં છે. નેક્સસ (Nexus) અને સુપર તત્કાલ (Super Tatkal) જેવા ગેરકાયદેસર સૉફ્ટવેરનો ઉપયોગ કરીને એજન્ટો તત્કાલ ટિકિટો સરળતાથી મેળવી શકે છે. આ સૉફટવેરમાં ઝડપથી લૉગ ઈન કરવાની તેમજ ચૂકવણી કરવામાં સક્ષમ છે અને એટલે જ, તેનો ભરપૂર ઉપયોગ થઈ રહ્યો છે. એજન્ટો સરળતાથી ટિકિટો બુક કરી શકતા હોવાથી તેનો ગેરલાભ પણ ઉઠાવે છે.