શું યુવતીની પોતાના જ પરિવાર દ્વારા કરાઇ હત્યા? પ્રેમીએ સુરત IG ને કરી લેખિતમાં અરજી
લવ જીહાદના અનેક કિસ્સાઓ આપણી સમક્ષ લગભગ દરરોજ આવે છે. મોટાભાગના કિસ્સાઓમાં હિંદુ યુવતીઓએ સહન કરવાનું આવ્યું હોવાનું જોવા મળે છે. ત્યારે નવસારીના હિંદુ યુવક અને મુસ્લિમ યુવતીના પ્રેમ પ્રકરણને લઇને સુરત આઇજીને લેખિતમાં અરજી કરવામાં આવી છે. પ્રેમી યુવકે યુવતીના પરિવારજનો પર અપહરણ કર્યાનો આરોપ લગાવ્યો હતો.
હિન્દુ યુવક અને વિધર્મી યુવતીના પ્રેમ પ્રકરણને લઈને યુવતીના પરિવારે જ યુવતીનું અપહરણ કર્યાની ફરિયાદ દાખલ થઈ છે. અપહરણ કર્યા બાદ યુવતીને મારીને પોસ્ટમોર્ટમ કર્યા વિના દાટી દીધી હોવાની પ્રેમીએ આશંકા વ્યક્ત કરી છે.
બ્રિજેશે કરેલી ફરિયાદ અનુસાર, 20 એપ્રિલે તેની પ્રેમિકા સાહિસ્તા શેખ જેના સાથે તે છેલ્લા બે વર્ષથી પ્રેમ સંબંધમાં હતો તેની સાથે મળતો હતો. 20 એપ્રિલે મહોમ્મદ શેખ, સાદિક મહોમ્મદ શેખ, સમજાન સિરાજ સિંધિ, સિદ્દીક મહોમ્મદે બ્રિજેશના ઘરે આવીને આજે તુ જીવતો રહીશ કે પછી સાહિસ્તા એવી ધમકી આપી ઘરમાં સાહિસ્તાને શોધવા લાગ્યા હતા. જોકે તે મળી ન હતી.
20 એપ્રિલે યુવતી ઘરેથી નીકળીતો ગઈ પણ પરત આવી નહોતી. યુવતીના પરિવારજનો બ્રિજેશના ઘરે પહોંચીને યુવતિની શોધખોળ હાથ ધરી હતી, પરંતુ યુવતીની ભાળ મળી નહોતી. યુવતીના પરિવારજનોએ બ્રિજેશને માર મારવાની પણ ધમકી આપી હતી યુવતીના પરિવારના સભ્યો બ્રિજેશના ઘરે હતા અને બ્રિજેશને સહિસ્તાનો એકાએક ફોન આવ્યો હતો અને કહ્યું તું મને લઈ જા બસ આટલું કહીને ફોન કપાઈ ગયો હતો.
આ પણ વાંચો : PM આવાસમાં વધુ એક છેતરપિંડીની આશંકા, લાભાર્થીઓ સામે ફરિયાદ નોંધાશે



