Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

US મિલિટરી બેઝ પર સામૂહિક ગોળીબારનું ISISનું મોટું કાવતરું નિષ્ફળ, FBIએ આરોપીની ધરપકડ કરી

અમેરિકામાં સૈન્ય મથક પર સામૂહિક ગોળીબાર કરીને આતંક ફેલાવવાના કાવતરાનો પર્દાફાશ થયો છે. આ કેસમાં પોલીસે મિશિગન આર્મી નેશનલ ગાર્ડના પૂર્વ સભ્યની ધરપકડ કરી છે.
us મિલિટરી બેઝ પર સામૂહિક ગોળીબારનું isisનું મોટું કાવતરું નિષ્ફળ  fbiએ આરોપીની ધરપકડ કરી
Advertisement
  • સામૂહિક ગોળીબારનું ISISનું મોટું કાવતરું નિષ્ફળ
  • કાવતરાખોરોને ન્યાયના કઠેડામાં લાવવામાં આવશે
  • સુરક્ષા એજન્સીઓએ લોકોના જીવ બચાવ્યા

ISIS Terror Plot: અહેવાલો અનુસાર, આરોપી, અમ્માર અબ્દુલમજીદ-મોહમ્મદ સઈદે, યુએસ આર્મી ટેન્ક-ઓટોમોટિવ એન્ડ આર્મામેન્ટ્સ કમાન્ડ (TACOM) પર ગોળીબાર કરવાની યોજના બનાવી હતી, પરંતુ કાયદા અમલીકરણ એજન્સીઓને તેની પહેલાથી જ ખબર પડી ગઈ અને તેના કાવતરાને નિષ્ફળ બનાવી દીધો.

આતંક ફેલાવવાના કાવતરાનો પર્દાફાશ

અમેરિકામાં સૈન્ય મથક પર સામૂહિક ગોળીબાર કરીને આતંક ફેલાવવાના કાવતરાનો પર્દાફાશ થયો છે. આ કેસમાં પોલીસે મિશિગન આર્મી નેશનલ ગાર્ડના પૂર્વ સભ્યની ધરપકડ કરી છે. ફેડરલ બ્યુરો ઑફ ઇન્વેસ્ટિગેશન (FBI)ના ડિરેક્ટર કાશ પટેલે આ ષડયંત્રની પુષ્ટિ કરી છે અને કહ્યું છે કે તપાસ એજન્સીએ મિશિગનમાં હુમલાના કાવતરાને નિષ્ફળ બનાવ્યો છે અને આરોપીઓની ધરપકડ કરી છે. અહેવાલો અનુસાર, આરોપી, અમ્માર અબ્દુલમજીદ-મોહમ્મદ સઈદે, યુએસ આર્મી ટેન્ક-ઓટોમોટિવ એન્ડ આર્મામેન્ટ્સ કમાન્ડ (TACOM) પર સામૂહિક ગોળીબાર કરવાની યોજના બનાવી હતી, પરંતુ કાયદા અમલીકરણ એજન્સીઓને તેની પહેલાથી જ ખબર પડી ગઈ અને તેના કાવતરાને નિષ્ફળ બનાવી દીધો. આ હુમલાના કાવતરા પાછળ આતંકવાદી સંગઠન ISISનો હાથ છે.

Advertisement

કાશ પટેલે કહ્યું, 'અમારી FBI અને અન્ય એજન્સીઓએ મિશિગનના વોરેનમાં યુએસ સૈન્ય પર હુમલો કરવાના ISISના કાવતરાને નિષ્ફળ બનાવ્યો છે.' હવે હું તેની પુષ્ટિ કરી શકું છું.

Advertisement

આ પણ વાંચો :  Taliban સાથે ભારતના નવા રાજદ્વારી સંબંધોની શરૂઆત, જયશંકરે પહેલીવાર અફઘાન વિદેશ મંત્રી સાથે કરી વાત

કાવતરાખોરોને ન્યાયના કઠેડામાં લાવવામાં આવશે

અહેવાલો અનુસાર, સઈદ (19) વિરુદ્ધ વિદેશી આતંકવાદી સંગઠનને લોજિસ્ટિકલ સપોર્ટ પૂરો પાડવા અને વિનાશક ઉપકરણ સંબંધિત માહિતી આપવાના આરોપસર ફોજદારી કેસ નોંધવામાં આવ્યો છે. જસ્ટિસ ડિપાર્ટમેન્ટની નેશનલ સિક્યુરિટી એજન્સીના વડા સુ જે બેએ કહ્યું કે સઈદ પર ISIS વતી અમેરિકામાં સૈન્ય મથક પર ખતરનાક હુમલાનું કાવતરું ઘડવાનો આરોપ છે. સદનસીબે, સુરક્ષા એજન્સીઓએ આ કાવતરું નિષ્ફળ બનાવ્યું અને ઘણા લોકોના જીવ બચાવ્યા. તેમણે કહ્યું કે અમે આ હુમલા દ્વારા આપણા લોકોને નુકસાન પહોંચાડવાના કાવતરા પાછળ રહેલા લોકોને શોધી કાઢીશું અને તેમને ન્યાયના કઠેડામાં લાવીશું.

સુરક્ષા એજન્સીઓએ લોકોના જીવ બચાવ્યા: પટેલ

સઈદની આ અઠવાડિયે ધરપકડ કરવામાં આવી હતી. હવે તેની સામે આતંકવાદી સંગઠનને મદદ કરવા અને અન્ય આરોપોમાં કેસ દાખલ કરવામાં આવશે. પટેલે કહ્યું કે અમારા એજન્ટો, ગુપ્તચર ટીમ અને અન્ય કાયદા એજન્સીઓએ તાત્કાલિક કાર્યવાહી કરી અને લોકોના જીવ બચાવ્યા.

આ પણ વાંચો : Earthquake in China: ચીનમાં ભૂકંપના આંચકા, રિક્ટર સ્કેલ પર તીવ્રતા 4.5

Tags :
Advertisement

.

×