Bangladesh માં હિન્દુઓનું નેતૃત્વ કરનાર ISKCON ના સેક્રેટરી ચિન્મય દાસની ધરપકડ...
- ISKCON Bangladesh ના સેક્રેટરી ચિન્મય દાસ બ્રહ્મચારીની ધરપકડ
- બાંગ્લાદેશના ડિટેક્ટીવ વિભાગે ઢાકા એરપોર્ટ પરથી કરી ધરપકડ
- ચિન્મય દાસની ઢાકાથી ચિત્તાગોંગ જતા સમયે ધરપકડ કરવામાં આવી
ISKCON બાંગ્લાદેશ (Bangladesh)ના સેક્રેટરી ચિન્મય દાસ બ્રહ્મચારીની બાંગ્લાદેશ (Bangladesh)ના ડિટેક્ટીવ વિભાગે ઢાકા એરપોર્ટ પરથી ધરપકડ કરી છે. સૂત્રોના જણાવ્યા અનુસાર, ચિન્મય દાસની ઢાકાથી ચિત્તાગોંગ જતા સમયે ધરપકડ કરવામાં આવી હતી. ધરપકડ બાદ તેને અજ્ઞાત સ્થળે લઈ જવામાં આવ્યા છે.
રાજદ્રોહનો કેસ નોંધાયો...
બાંગ્લાદેશ (Bangladesh)માં ISKCON જૂથના અગ્રણી સભ્યોમાંના એક ચિન્મય દાસ બ્રહ્મચારી સામે દેશદ્રોહનો કેસ નોંધવામાં આવ્યો હતો. આ કેસ 20 ઓક્ટોબરે ચિન્મય દાસ અને ચટગાંવ જિલ્લામાં હિન્દુ સંગઠનોના અન્ય 19 નેતાઓ અને કાર્યકરો વિરુદ્ધ નોંધવામાં આવ્યો હતો. આરોપ છે કે 25 ઓક્ટોબરે ચિટાગોંગમાં યોજાયેલી રેલી દરમિયાન બાંગ્લાદેશ (Bangladesh)ના રાષ્ટ્રધ્વજનું અપમાન કરવામાં આવ્યું હતું, જ્યાં બાંગ્લાદેશ (Bangladesh)ના ધ્વજની ઉપર ઈસ્કોનનો ભગવો ધ્વજ ફરકાવવામાં આવ્યો હતો.
આ પણ વાંચો : Elon Musk એલિયન છે! જાણો કેમ શરૂ થઇ આ ચર્ચા
હિન્દુઓ નિશાને છે...
બાંગ્લાદેશ (Bangladesh)માં વિદ્યાર્થીઓના આંદોલનને કારણે શેખ હસીનાની સરકારના પતન પછી ત્યાં રહેતા લઘુમતી હિન્દુઓ નિશાના હેઠળ છે. વિદ્યાર્થીઓના આંદોલન દરમિયાન હિન્દુઓ અને તેમના ધાર્મિક સ્થળોને નિશાન બનાવવામાં આવ્યા હતા. બાંગ્લાદેશ (Bangladesh)ના મહેરપુરના ખુલનામાં સ્થિત ઈસ્કોન મંદિરને પણ નિશાન બનાવવામાં આવ્યું હતું. આ હુમલાને લઈને ચિન્મય પ્રભુએ હિન્દુ મંદિરોની સુરક્ષાને લઈને ઊંડી ચિંતા વ્યક્ત કરી હતી.
આ પણ વાંચો : મહાન ફૂટબોલર Cristiano Ronaldo પર ડૉક્ટરની ફી ન ચૂકવવાનો આરોપ!