ઇઝરાયલનું દક્ષિણ સીરિયામાં મોટું ઓપરેશન, 10 ઉગ્રવાદી ઠાર મરાયાનો દાવો
- ઇઝરાયલ દ્વારા વિરોધીઓ પર લશ્કરી કાર્વયાહી ચાલી રહી
- દક્ષિણ સીરિયામાં 10 ઉગ્રવાદીઓને ઠાર મારવામાં આવ્યા હોવાનો દાવો
- સીરિયાએ સ્થાનિક નાગરિકોને મોતને ઘાટ ઉતાર્યાનું મીડિયાને જણાવ્યું
Israel Action In South Syria : શુક્રવારે વહેલી સવારે દક્ષિણ સીરિયાના બેટ જિન ગામમાં ઇઝરાયલી સેનાએ દરોડો પાડ્યો હતો. આ ભારે ગોળીબારમાં ઓછામાં ઓછા 10 લોકો માર્યા ગયા હતા, અને ઘણા લોકો ઘાયલ થયા હતા (Israel Action In South Syria). સીરિયન પક્ષનો દાવો છે કે, માર્યા ગયેલા બધા નાગરિકો હતા, જ્યારે ઇઝરાયલે કહ્યું હતું કે, તેનું લક્ષ્ય ઇઝરાયલી પ્રદેશ પર હુમલો કરવાની તૈયારી કરી રહેલા ઇસ્લામિક આતંકવાદીઓ હતા.
⭕️ Overnight, based on intelligence gathered in recent weeks, IDF troops conducted an operation to apprehend suspects from the Jaama Islamiya terrorist organization operating in the Beit Jinn area of southern Syria.
During the activity, several armed terrorists opened fire at…
— Israel Defense Forces (@IDF) November 28, 2025
ઇઝરાયલી સેના ગામમાં પ્રવેશી
સીરિયન સમાચાર એજન્સી અનુસાર, ઇઝરાયલી સૈનિકો ગામમાં પ્રવેશ્યા અને કેટલાક સ્થાનિક રહેવાસીઓને અટકાયતમાં લેવાનો પ્રયાસ કર્યો હતો. પ્રતિકારનો સામનો કરતી વખતે ભારે ગોળીબાર થયો, અને હવાઈ હુમલા પણ કરવામાં આવ્યા હતા (Israel Action In South Syria). આ ઘટના બાદ, ઘણા પરિવારો ગભરાટમાં ગામમાંથી ભાગી ગયા હતા. ઇઝરાયલી સેનાના પ્રવક્તાએ એક નિવેદન જારી કરીને કહ્યું કે, "ગુપ્ત માહિતીના આધારે, બેટ જિનમાં કાર્યરત આતંકવાદી સેલને પકડવા માટે એક ખાસ કાર્યવાહી શરૂ કરવામાં આવી હતી. આ વ્યક્તિઓ ઇઝરાયલી નાગરિકો સામે હુમલાની યોજના બનાવી રહ્યા હતા."
બદલો લેવાની કાર્યવાહીમાં આતંકવાદીઓ માર્યા ગયા
ઇઝરાયલી સેનાએ કહ્યું કે, દરોડા દરમિયાન, આતંકવાદીઓએ અમારા સૈનિકો પર ગોળીબાર કર્યો, જેમાં છ સૈનિકો ઘાયલ થયા હતા (Israel Action In South Syria). બદલો લેવાની કાર્યવાહીમાં ઘણા આતંકવાદીઓ માર્યા ગયા, અને બાકીનાને પકડી લેવામાં આવ્યા હતા. આ કામગીરી સફળતાપૂર્વક પૂર્ણ થઈ ગઈ છે." સ્થાનિક ગામના અધિકારી વાલિદ ઓકાશાએ મીડિયાને જણાવ્યું કે, "માર્યા ગયેલા બધા નાગરિકો હતા, જેમાં બાળકો અને મહિલાઓનો પણ સમાવેશ થાય છે. ઇઝરાયલી સૈનિકો કોઈ કારણ વગર ગામમાં ઘૂસી ગયા અને ગોળીબાર કર્યો હતો."
લશ્કરી કાર્યવાહી ચાલુ
આ ઘટના એવા સમયે બની જ્યારે ગાઝામાં યુદ્ધવિરામ લંબાવવામાં આવ્યો છે, પરંતુ લેબનીઝ અને સીરિયન મોરચે ઇઝરાયલી લશ્કરી પ્રવૃત્તિઓ ચાલુ છે. ઇઝરાયલે છેલ્લા કેટલાક મહિનાઓમાં સીરિયામાં અનેક હવાઈ અને જમીની કાર્યવાહી કરી છે, તે ઈરાન સમર્થિત જૂથો છે.
આ પણ વાંચો ------- 'પિતાના જીવીત હોવાની કોઇ સાબિતી નથી', ઇમરાન ખાનના પુત્રએ ઉઠાવ્યો સવાલ


