ગુજરાત | સુરતવડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદ
રાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયમનોરંજનસ્પોર્ટ્સધર્મ ભક્તિએક્સક્લુઝીવબિઝનેસટેક & ઓટોલાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલક્રાઈમસૌરાષ્ટ્ર
Advertisement

Israel વધુ આક્રમક બન્યું, અમેરિકાનો મોસ્ટ વોન્ટેડ પણ ઠાર...

હસન નસરાલ્લાહનો પિતરાઈ ભાઈનું મોત! અમેરિકાનો મોસ્ટ વોન્ટેડ હાશેમ સફીદ્દીન માર્યો ગયો બેરૂતમાં ઈઝરાયેલી સેનાના હવાઈ હુમલા યથાવત Times of Israel ના અહેવાલ મુજબ, Hashem Safieddine બેરૂતમાં ઈઝરાયેલી સેનાના હવાઈ હુમલામાં માર્યા ગયા હોવાના અહેવાલ છે. તમને જણાવી દઈએ...
11:28 AM Oct 04, 2024 IST | Dhruv Parmar
હસન નસરાલ્લાહનો પિતરાઈ ભાઈનું મોત! અમેરિકાનો મોસ્ટ વોન્ટેડ હાશેમ સફીદ્દીન માર્યો ગયો બેરૂતમાં ઈઝરાયેલી સેનાના હવાઈ હુમલા યથાવત Times of Israel ના અહેવાલ મુજબ, Hashem Safieddine બેરૂતમાં ઈઝરાયેલી સેનાના હવાઈ હુમલામાં માર્યા ગયા હોવાના અહેવાલ છે. તમને જણાવી દઈએ...
  1. હસન નસરાલ્લાહનો પિતરાઈ ભાઈનું મોત!
  2. અમેરિકાનો મોસ્ટ વોન્ટેડ હાશેમ સફીદ્દીન માર્યો ગયો
  3. બેરૂતમાં ઈઝરાયેલી સેનાના હવાઈ હુમલા યથાવત

Times of Israel ના અહેવાલ મુજબ, Hashem Safieddine બેરૂતમાં ઈઝરાયેલી સેનાના હવાઈ હુમલામાં માર્યા ગયા હોવાના અહેવાલ છે. તમને જણાવી દઈએ કે ઈરાનના હુમલા બાદ ઈઝરાયેલે (Israel) બેરુતમાં હવાઈ હુમલોમાં વધારો કરી દીધો છે. હસન નસરાલ્લાહના મૃત્યુ પછી હાશેમ સફીદ્દીને હિઝબુલ્લાની કમાન સંભાળી હતી, જેઓ 35 વર્ષથી વધુ સમય સુધી હિઝબોલ્લાના વડા હતા. હસન નસરાલ્લાહ ગયા અઠવાડિયે ઈઝરાયેલ (Israel) દ્વારા હવાઈ હુમલામાં માર્યો ગયો હતો. એક્સિઓસના બરાક રવિદે બે ઇઝરાયેલી સ્ત્રોતોને ટાંકીને દાવો કર્યો હતો કે સફીદ્દીન માર્યો ગયો હતો. જો કે ઈઝરાયેલ (Israel)ની સેનાએ આ અંગે કોઈ ટિપ્પણી કરી નથી.

કોણ હતો હાશેમ સૈફીદીન?

જો કે, લેબનોને પણ હિઝબુલ્લાહના નવા વડાની હત્યાની પુષ્ટિ કરી નથી. ગુરુવારે રાત્રે ઇઝરાયેલે બેરૂતમાં જોરદાર બોમ્બમારો કર્યો હતો. એવું માનવામાં આવે છે કે આ હુમલા બાદ સફીદ્દીન અને હિઝબુલ્લાહના લડવૈયાઓએ ભૂગર્ભ બંકર તરફ ભાગવું પડ્યું હતું. ન્યૂયોર્ક ટાઈમ્સ અનુસાર, ગુરુવારે થયેલા ભયાનક બોમ્બ ધડાકામાં સફીદ્દીન માર્યા ગયા હોવાના અહેવાલ છે.

આ પણ વાંચો : Israel તૂટી પડ્યું.. લેબનોનમાં 10 એરસ્ટ્રાઇક

હસન નસરાલ્લાહનું પણ થયું મોત...

આ પહેલા ઈઝરાયેલે આ રીતે બોમ્બમારો કરીને હસન નસરાલ્લાહને મારી નાખ્યો હતો. હાશેમ સૈફિદ્દીનને અમેરિકાએ 2017માં મોસ્ટ વોન્ટેડ આતંકવાદી જાહેર કર્યો હતો. હાશેમ હિઝબુલ્લાહની રાજકીય બાબતોની સમિતિ અને જેહાદ કાઉન્સિલનો ખૂબ જ મહત્વપૂર્ણ સભ્ય હતો. હસન નસરાલ્લાહ સાથે તેનો સંબંધ પિતરાઈ ભાઈ જેવો હતો અને તે હિઝબુલ્લાહમાં નંબર ટુ માનવામાં આવતો હતો. હસન નસરાલ્લાહની જેમ હાશેમને પણ ઈરાનના આશીર્વાદ હતા.

આ પણ વાંચો : Congo માં મોટો અકસ્માત, બોટ પલટી જતા 78 લોકોના મોત

મોહમ્મદ અનીસીની હત્યાનો દાવો...

દરમિયાન ઈઝરાયેલે હિઝબુલ્લાહના અન્ય એક વરિષ્ઠ નેતા મોહમ્મદ અનીસીની હત્યા કરવાનો દાવો કર્યો છે. અહેવાલો અનુસાર અનીસી હિઝબુલ્લાહની મિસાઇલોનો હવાલો સંભાળતો હતો. જોકે, હિઝબુલ્લાએ ઈઝરાયેલના દાવા પર કોઈ ટિપ્પણી કરી નથી. રિપોર્ટ્સમાં કહેવામાં આવ્યું છે કે ગુરુવારે બેરૂતના દક્ષિણી વિસ્તારમાં જોરદાર બ્લાસ્ટ થયો હતો, જેમાં ઘણા લોકોના મોતની આશંકા છે. આ સાથે આ બ્લાસ્ટની અસર બેરૂતથી સેંકડો કિલોમીટર દૂર સુધી અનુભવાઈ છે. ઈરાનના હુમલા બાદ ઈઝરાયલે બેરૂતમાં હુમલા તેજ કર્યા છે.

આ પણ વાંચો : Israel ની ડાગળી જો ચસકી તો અમેરિકા પણ બની જશે લાચાર....

Tags :
Hashem Safieddinehassan nasrallahHezbollahHezbollah in LebanoniranIsrael hit BeirutIsraeli Defence ForcesIsraeli strike in Beirutworld
Next Article