યુદ્ધગ્રસ્ત ઇરાનને US પ્રેસીડેન્ટ ટ્રમ્પની ચેતવણી, કહ્યું - 'અમારા પર હુમલો થયો તો...'
- ઇરાન અને ઇઝરાયલ વચ્ચેનો તણાવ વધ્યો
- અમેરિકાનું નામ ઉછળતા પ્રેસીડેન્ટે પોતાની વાત સાફ રીતે મુકી
- અમેરિકાએ ઇરાનને ઇઝરાયલ જોડે વાત કરવા પર પણ ભાર મુક્યો
US WARN IRAN : અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે (USA PRESIDENT DONALD TRUMP) ઈરાનને કડક ચેતવણી આપી છે. ઈરાન અને ઇઝરાયલ વચ્ચે વધી રહેલા તણાવ વચ્ચે, ટ્રમ્પે રવિવારે સ્પષ્ટ કર્યું કે, તાજેતરના હુમલાઓમાં અમેરિકાની કોઈ ભૂમિકા નથી. આ સાથે, ટ્રમ્પે ચેતવણી આપી હતી કે, અમેરિકાના હિતોની વિરુદ્ધ કોઈપણ ઉશ્કેરણીનો સખત જવાબ આપવામાં આવશે.
ઈરાન પરના હુમલા સાથે અમેરિકાનો કોઈ સંબંધ નથી
ટ્રમ્પે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર લખ્યું કે, ઈરાન પરના હુમલા સાથે અમેરિકાનો કોઈ સંબંધ નથી. જો ઈરાન કોઈપણ રીતે અમારા પર હુમલો કરશે, તો યુએસ સશસ્ત્ર દળો તમારા પર સંપૂર્ણ તાકાતથી હુમલો કરશે. જોકે, અમે ઈરાન અને ઇઝરાયલને સરળતાથી સમાધાન કરાવી શકીએ છીએ અને આ લોહિયાળ સંઘર્ષનો અંત લાવી શકીએ છીએ"
ઈરાન અને ઇઝરાયલ વચ્ચે શ્રેણીબદ્ધ પરસ્પર હુમલાઓ
ઈરાન અને ઇઝરાયલ વચ્ચે શ્રેણીબદ્ધ પરસ્પર હુમલાઓ બાદ મધ્ય પૂર્વમાં તણાવ વધી ગયો છે. રવિવારે, ઇઝરાયલી સૈન્યએ પુષ્ટિકરી કે તેઓએ ઇરાની લશ્કરી ઠેકાણાઓ પર મોટા હુમલા કર્યા છે, જેમાં ઇરાની સંરક્ષણ મંત્રાલયના મુખ્ય મથક અને એક મુખ્ય પરમાણુ સંશોધન સુવિધા SPND નો સમાવેશ થાય છે. ઇઝરાયલ ડિફેન્સ ફોર્સિસ (IDF) અનુસાર, આ કાર્યવાહીમાં જ્યાં ઇરાને કથિત રીતે તેની પરમાણુ સંપત્તિ છુપાવી હતી તે સ્થાનને પણ નિશાન બનાવવામાં આવ્યું હતું
હવાઈ હુમલાના સાયરન વાગવાના અહેવાલ
બીજી તરફ ઈરાનના રિવોલ્યુશનરી ગાર્ડ્સે ઇઝરાયલી ઉર્જા સંબંધિત માળખા અને ઇંધણ ઉત્પાદનની વ્યવસ્થાઓ પર બદલો લેવાના હુમલાઓની જવાબદારી સ્વીકારી હતી. જેરુસલેમ અને તેલ અવીવ સહિત ઇઝરાયલના મુખ્ય શહેરોમાં હવાઈ હુમલાના સાયરન વાગવાના અહેવાલ મળ્યા હતા. આ સાયરનના અવાજો ઈરાની હુમલાની ગંભીરતા દર્શાવે છે.
'ઇઝરાયલના અસ્તિત્વ માટે ઈરાની ખતરો ઓછો કરવો' જરૂરી
ઇઝરાયલી વડા પ્રધાન બેન્જામિન નેતન્યાહૂએ આ કાર્યવાહીનો બચાવ કર્યો છે. વડા પ્રધાનનું કહેવું છે કે, 'ઇઝરાયલના અસ્તિત્વ માટે ઈરાનનો ખતરો ઓછો કરવો' જરૂરી હતો.અને આ ખતરાને દૂર કરવામાં જ્યાં સુધી લાગશે ત્યાં સુધી આ કાર્યવાહી ચાલુ રહેશે.
રાજદ્વારી વાટાઘાટો કરવી જોઈએ: ટ્રમ્પ
વધતી જતી અશાંતિ વચ્ચે, ટ્રમ્પે પોતાના જૂના વલણનું પુનરાવર્તન કર્યું છે. તેમનું કહેવું છે કે ઈરાને તેની પરમાણુ મહત્વાકાંક્ષાઓ અંગે અમેરિકા સાથે રાજદ્વારી વાટાઘાટો કરવી જોઈએ. ટ્રમ્પે ચેતવણી આપી હતી કે, "કંઈ બાકી ન રહે તે પહેલાં ઈરાને વાતચીત કરવી જ જોઇએ."
આ પણ વાંચો --- યુદ્ધગ્રસ્ત ઇરાનનું એર સ્પેસ બંધ થતા ભારતની બે એરલાયન્સે એલર્ટ જારી કર્યું