Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

ભારતનો ખોટો નકશો બતાવતા યુઝર્સ લાલઘૂમ, ઇઝરાયલી સેનાએ માંગી માફી

INDIAN MAP : IDF એ એક વિશ્વનો ગ્રાફિકલ નકશો પોસ્ટ કરવામાં આવ્યો હતો. જેમાં ઈરાનની મિસાઇલોની હુમલાની રેન્જ દર્શાવવામાં આવી
ભારતનો ખોટો નકશો બતાવતા યુઝર્સ લાલઘૂમ  ઇઝરાયલી સેનાએ માંગી માફી
Advertisement
  • ઇઝરાયલી સેના દ્વારા ઓનલાઇન મુકવામાં આવેલા નકશામાં ભારતની સિમા ખોટી રીતે બતાવી
  • આ ભૂલ તુરંત ઇન્ટરનેટ યુઝર્સના ધ્યાને આવતા કોમેન્ટોનો મારો ચાલુ થયો
  • લોકો લાલઘૂમ થયાનું જાણતા ઇઝરાયલી સેનાએ માફી માંગવી પડી

INDIAN MAP : તાજેતરમાં સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ટ્વીટર - X પર ઇઝરાયલ ડિફેન્સ ફોર્સિસ (IDF) દ્વારા શેર કરાયેલા એક નકશાએ વિવાદ સર્જ્યો (CONTROVERSIAL MAP) છે. આ નકશામાં ઈરાની મિસાઈલોની રેન્જ દર્શાવવામાં આવી હતી, પરંતુ તેમાં ભારતની સરહદો (INDIAN BORDER) ખોટી રીતે રજૂ કરવામાં આવી હોવાનું ધ્યાને આવતા સોશિયલ મીડિયા પર હોબાળો મચી ગયો હતો. નકશામાં જમ્મુ અને કાશ્મીરને પાકિસ્તાનનો ભાગ અને અરુણાચલ પ્રદેશને ચીનનો ભાગ દર્શાવવામાં આવ્યો હતો. જેના પછી ભારતીય યુઝર્સ લાલઘૂમ થયા હતા અને આ વાતનો ભારે વાંધો નોંધાવ્યો હતો. વિવાદ વધતા IDF ને માફી માંગવી પડી હતી.

શું છે આખો મામલો ?

13 જૂનના રોજ IDF એ એક વિશ્વનો ગ્રાફિકલ નકશો પોસ્ટ કરવામાં આવ્યો હતો. જેમાં ઈરાનની મિસાઇલોની હુમલાની રેન્જ દર્શાવવામાં આવી હતી. પોસ્ટમાં લખ્યું હતું કે, "ઈરાન એક વૈશ્વિક ખતરો છે. ઇઝરાયલ તેનું અંતિમ લક્ષ્ય નથી, તે ફક્ત શરૂઆત છે. અમારી પાસે કાર્યવાહી કરવા સિવાય કોઈ વિકલ્પ ન્હતો." જોકે, આ નકશામાં ભારતની સરહદો સચોટ રીતે દર્શાવવામાં આવી ન્હતી, જેના કારણે ભારે વિવાદ થયો હતો.

Advertisement

ખોટો નકશો જાહેર કર્યો

સોશિયલ મીડિયા યુઝર્સના ધ્યાને ટૂંક સમયમાં નકશામાં ભૂલો ધ્યાનમાં આવી ગઇ હતી. કથિત પોસ્ટમાં જમ્મુ અને કાશ્મીરને પાકિસ્તાનનો ભાગ અને અરુણાચલ પ્રદેશને ચીનનો ભાગ દર્શાવવામાં આવ્યો હતો, અને ઉત્તર-પૂર્વીય ક્ષેત્રને નેપાળ સાથે જોડવામાં આવ્યું હતું. આ ભૂલથી ભારતીય નાગરિકો અને નેતાઓ ગુસ્સે થયા હતા, કારણ કે તેનાથી ભારતની સાર્વભૌમત્વ અને પ્રાદેશિક અખંડિતતા પર પ્રશ્નાર્થ ઊભો થયો હતો.

Advertisement

ભારતીયોનો ગુસ્સો ફાટી નીકળ્યો

ટ્વીટર - X ના યુઝર્સે IDF ની પોસ્ટ પર કોમેન્ટોનો મારો ચલાવ્યો હતો. એક યુઝરે લખ્યું, "મહેરબાની કરીને ભારતની સરહદો સુધારો. આવી ભૂલો ન કરો." બીજા એક યુઝરે ટિપ્પણી કરી કે, "ઇઝરાયલે કાશ્મીરને પાકિસ્તાનનો ભાગ અને અરુણાચલને ચીનનો ભાગ બતાવ્યું છે. તેને તાત્કાલિક દૂર કરો,". ઘણા વપરાશકર્તાઓએ સાચા નકશા સાથે જવાબો પોસ્ટ કર્યા હતા અને IDF ને ભૂલ સુધારવાની માંગ કરી હતી.

IDF એ માફી માંગી

વિવાદ વધતો જોઈને IDF એ 13 જૂનના રોજ બપોરે એક જવાબી પોસ્ટ જારી કરી હતી, જેમાં લખ્યું કે, "આ પોસ્ટ ફક્ત વિસ્તારનું ચિત્રણ છે. આ નકશો સીમાઓનું સચોટ ચિત્રણ કરતો નથી. આ છબીને કારણે થયેલા કોઈપણ મનદુખ માટે અમે માફી માંગીએ છીએ," . આ ઉપરાંત ભારતમાં ઇઝરાયલી રાજદૂતે પણ આ અંગે સ્પષ્ટતા કરતા લખવું પડ્યું કે, "આ એક વાહીયાત ઇન્ફોગ્રાફિક છે. તેને દૂર કરવા / સુધારવા માટે પહેલાથી જ કહી દેવામાં આવ્યું છે,"

વેબસાઇટના સંપાદકની ભૂલને કારણે થયું

ગયા વર્ષે પણ ઇઝરાયલે ભારતનો ખોટો નકશો બતાવ્યો હતો, જે પાછળથી દૂર કરવામાં આવ્યો હતો. નકશામાં જમ્મુ અને કાશ્મીરને ખોટી રીતે દર્શાવવામાં આવ્યું હતું. તે સમયે ઇઝરાયલી રાજદૂતે કહ્યું હતું કે, આ વેબસાઇટના સંપાદકની ભૂલને કારણે થયું છે અને ખોટો નકશો દૂર કરવામાં આવ્યો છે. ભારત અને ઇઝરાયલ વચ્ચે સંરક્ષણ, ટેકનોલોજી અને ગુપ્તચર ક્ષેત્રોમાં મજબૂત સંબંધો રહ્યા છે. 1992 માં સંપૂર્ણ રાજદ્વારી સંબંધો સ્થાપિત થયા પછી, બંને દેશોએ આતંકવાદ વિરોધી અને લશ્કરી સહયોગમાં વધારો કર્યો છે.

આ પણ વાંચો --- ISRAEL-IRAN CONFLICT : ઇઝરાયલના 'ઓપરેશન રાઇઝિંગ લાયન'ના જવાબમાં ઇરાનનું 'ટ્રુ પ્રોમિસ 3'

Tags :
Advertisement

.

×