Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

ઇઝરાયલી સેનાનો ગોળીબાર, ગાઝામાં ભોજન લેવા ગયેલા 32 ને મોત મળ્યું

ISRAEL-GAZA : લોકો ખાદ્ય પદાર્થો મેળવવા માટે ગાઝા હ્યુમેનિટેરિયન ફાઉન્ડેશન (GHF) ના વિતરણ કેન્દ્રો તરફ જઈ રહ્યા હતા
ઇઝરાયલી સેનાનો ગોળીબાર  ગાઝામાં ભોજન લેવા ગયેલા 32 ને મોત મળ્યું
Advertisement
  • ગાઝામાં ફરી એક વખત ઇઝરાયલનો ગોળીબાર
  • ભોજનલેવા ગયેલા લોકો પર વરસાવી ગોળીયો
  • ઇઝરાયલી સેનાએ સ્થિતી કાબુમાં કરવા ગોળીબાર કર્યો હોવાનું જણાવ્યું

ISRAEL-GAZA : દક્ષિણ ગાઝામાં (SOUTH GAZA) ખોરાક લેવા જઈ રહેલા પેલેસ્ટિનિયનોને (PALESTINIAN) તેમના વાટકામાં ખાવા માટે કંઈ મળ્યું નહીં, પરંતુ મોત મળ્યાનો કિસ્સો સામે આવ્યો છે. ઇઝરાયલી સૈનિકો દ્વારા કરવામાં આવેલા ગોળીબારમાં ફૂડ સેન્ટર તરફ જઈ રહેલા 32 પેલેસ્ટિનિયન નાગરિકોના મોત થયા હતા. એવું કહેવામાં આવી રહ્યું છે કે, આ લોકો ખાદ્ય પદાર્થો મેળવવા માટે અમેરિકા અને ઇઝરાયલ દ્વારા સમર્થિત સંગઠન ગાઝા હ્યુમેનિટેરિયન ફાઉન્ડેશન (GHF) ના વિતરણ કેન્દ્રો તરફ જઈ રહ્યા હતા. ઘટનાના પ્રત્યક્ષદર્શીઓ અને હોસ્પિટલ સત્તાધીશોએ આ ભયાનક ઘટનાની પુષ્ટિ કરી છે.

વિતરણ કેન્દ્રો પર મૃત્યુનો વરસાદ થયો

આ હુમલો ત્યારે થયો જ્યારે મોટી સંખ્યામાં લોકો ટિએના અને રફાહ વિસ્તારોમાં GHF સહાય કેન્દ્રો પર ખાદ્ય પદાર્થો લેવા માટે પહોંચ્યા હતા. GHF એ મે મહિનાના અંતમાં યુએસ અને ઇઝરાયલી સમર્થન સાથે ગાઝામાં વૈકલ્પિક સહાય વિતરણ કામગીરી શરૂ કરી હતી. યુનાઇટેડ સ્ટેટ્સ અને ઇઝરાયલનો આરોપ છે કે, પરંપરાગત યુએન સહાય પ્રણાલીમાંથી સામગ્રી હમાસના હાથમાં જાય છે, યુએન આ દાવાઓને નકારી કાઢે છે.

Advertisement

ભીડને કાબુમાં લેવા માટે ગોળીબાર કરાયો

ઇઝરાયલી સૈન્યનું કહેવું છે કે, તેણે ભીડને કાબૂમાં લેવા માટે ચેતવણીના ભાગરૂપે ગોળીબાર કર્યો હતો. પરંતુ સાક્ષીઓએ જણાવ્યું હતું કે, સૈનિકોએ લોકો પર અંધાધૂંધ ગોળીબાર કર્યો હતો. સહાય કેન્દ્ર તરફ જઈ રહેલા મહમૂદ મુકૈમેરે જણાવ્યું કે, સૈનિકોએ પહેલા ચેતવણી આપતી ગોળીઓ ચલાવી અને પછી ભીડ પર સીધી ગોળીબાર શરૂ કરી દીધો હતો.

Advertisement

આંતરરાષ્ટ્રીય સમુદાયે નિંદા કરી

ખાન યુનિસની નાસિર હોસ્પિટલે અહેવાલ આપ્યો છે કે, 25 મૃતદેહો અને ડઝનબંધ ઘાયલ નાગરિકોને તેમની પાસે લાવવામાં આવ્યા છે. તે જ સમયે, રફાહના શકૌશ વિસ્તારમાં સ્થિત અન્ય GHF કેન્દ્ર નજીક એક મહિલા સહિત સાત લોકોએ જીવ ગુમાવ્યા હતા. ગાઝાના આરોગ્ય મંત્રાલયે કુલ મૃત્યુઆંકની પુષ્ટિ કરી છે. આ ઘટનાએ ગાઝામાં ચાલી રહેલા માનવતાવાદી સંકટને વધુ ઘેરું બનાવ્યું છે, અહિં પહેલાથી જ ખોરાક, પાણી અને દવાની તીવ્ર અછત છે. આંતરરાષ્ટ્રીય સમુદાયે આ ઘટનાની નિંદા કરી છે અને તાત્કાલિક તપાસની માંગ કરી છે.

આ પણ વાંચો ---- કેન્દ્રએ સુપ્રીમ કોર્ટને કહ્યું, નિમિષા કેસમાં બહારના હસ્તક્ષેપને બદલે પરિવારને જ વાતચીત કરવા દેવી જોઈએ

Tags :
Advertisement

.

×