Israel Iran Conflict : 'ભારતીય નાગરિકોએ ઈરાન પ્રવાસ ટાળવું જોઈએ', વિદેશ મંત્રાલયે એડવાઈઝરી બહાર પાડી
- ઈઝરાયેલ અને ઈરાન વચ્ચે તણાવ ચરમસીમાએ પહોંચી
- ઈરાને ઈઝરાયેલ પર ઝડપી મિસાઈલ હુમલા કર્યા
- ઈરાનને તેની કિંમત ચૂકવવી પડશે - ઇઝરાયેલ
ઈઝરાયેલ અને ઈરાન વચ્ચે તણાવ ચરમસીમા (Israel Iran Conflict)એ પહોંચી ગયો છે. મંગળવારે રાત્રે, ઈરાને ઈઝરાયેલના તેલ અવીવ, જેરુસલેમ તેમજ અન્ય ઘણા શહેરો પર ઝડપી મિસાઈલ હુમલા (Israel Iran Conflict) કર્યા. આ પછી ઈઝરાયલે પણ વચન આપ્યું છે કે ઈરાનને તેની કિંમત ચૂકવવી પડશે. આ બધાની વચ્ચે ભારત સરકાર આ બાબત પર નજર રાખી રહી છે. વિદેશ મંત્રાલયે એક એડવાઈઝરી બહાર પાડીને ભારતીય પ્રવાસીઓને ઈરાનની મુસાફરી ટાળવાની સલાહ આપી છે.
ન્યૂઝ એજન્સી ANI એ વિદેશ મંત્રાલયને ટાંકીને કહ્યું, 'અમે ત્યાંની સુરક્ષા સ્થિતિ પર ચાંપતી નજર રાખી રહ્યા છીએ. ભારતીય નાગરિકોને સલાહ આપવામાં આવી છે કે તેઓ ઈરાનની મુસાફરી ટાળે. ઉપરાંત, ઈરાનમાં રહેતા લોકોને સતર્ક રહેવા અને તેહરાન સ્થિત ભારતીય દૂતાવાસ સાથે સંપર્કમાં રહેવા વિનંતી કરવામાં આવી છે.
MEA says, "We are closely monitoring the recent escalation in security situation in the region. Indian nationals are advised to avoid all non-essential travel to Iran. Those currently residing in Iran are requested to remain vigilant and stay in contact with the Indian Embassy in… pic.twitter.com/uh1wZb4e4v
— ANI (@ANI) October 2, 2024
યુદ્ધ કેવી રીતે શરૂ થયું?
ઈરાને મંગળવારે રાત્રે લગભગ 200 મિસાઈલો છોડીને ઈઝરાયેલ પર હુમલો કર્યો (Israel Iran Conflict) હતો. આ પછી મધ્ય પૂર્વમાં યુદ્ધની ગરમી વધી છે. ઈરાને ઈઝરાયેલ પર હુમલો (Israel Iran Conflict) કરીને હિઝબુલ્લાના ચીફ નસરાલ્લાહના મોતનો બદલો લીધો છે. આ પછી જ ઈઝરાયેલ અને ઈરાન વચ્ચે સીધુ યુદ્ધ શરૂ થઈ ગયું છે. હવે આગામી 48 કલાક સમગ્ર વિશ્વ માટે ખૂબ જ મહત્વપૂર્ણ માનવામાં આવે છે. એવું માનવામાં આવે છે કે આ સમયગાળા દરમિયાન એક મોટું યુદ્ધ શરૂ થઈ શકે છે. આગામી સમયમાં આ વિસ્તારમાં સંઘર્ષ વધી શકે છે. અમેરિકાએ પણ ઈઝરાયેલને મદદ કરવાની જાહેરાત કરી છે.
આ પણ વાંચો : Israel Iran War માં અમેરિકાનો પ્રવેશ, બિડેને કહ્યું- અમેરિકા ઇઝરાયેલને સંપૂર્ણ સમર્થન આપશે
અમેરિકી રાષ્ટ્રપતિ બિડેને શું કહ્યું?
અમેરિકી રાષ્ટ્રપતિ જો બિડેને કહ્યું છે કે ઈરાન દ્વારા ઈઝરાયેલ પર મિસાઈલ હુમલો બિનઅસરકારક જણાય છે. બિડેને કહ્યું, 'મારી સૂચના પર, US સૈન્યએ ઇઝરાયેલના સંરક્ષણમાં સક્રિયપણે સહકાર આપ્યો. અમે હજી પણ અસરનું મૂલ્યાંકન કરી રહ્યા છીએ, પરંતુ પ્રાપ્ત માહિતીના આધારે, હુમલો અસફળ અને બિનઅસરકારક હોવાનું જણાય છે અને તે ઇઝરાયેલની સૈન્ય ક્ષમતા અને આવા હુમલાઓને રોકવા માટે US અને ઇઝરાયેલ વચ્ચેના વ્યાપક આયોજનનો પણ પુરાવો છે.'
આ પણ વાંચો : Netanyahu : ઇરાન....કરારા જવાબ મિલેગા....રેડી રહેના...
અમેરિકા ઈઝરાયેલને સંપૂર્ણ સમર્થન આપે છે...
તેમણે કહ્યું, 'એમાં કોઈ શંકા નથી કે અમેરિકા ઈઝરાયેલને સંપૂર્ણ સમર્થન આપે છે. મેં સવાર અને બપોરનો થોડો સમય 'સિચ્યુએશન રૂમ'માં વિતાવ્યો, મારી આખી રાષ્ટ્રીય સુરક્ષા ટીમ સાથે બેઠક કરી... મેં ઉલ્લેખ કર્યો છે તેમ, રાષ્ટ્રીય સુરક્ષા ટીમ ઈઝરાયેલના અધિકારીઓ અને સમકક્ષો સાથે સતત સંપર્કમાં છે...'
આ પણ વાંચો : Iran ડરી ગયું! કહ્યું, 'મિસાઈલ હુમલો પૂરો થયો, હવે પછી કોઈ બોમ્બમારો નહીં થાય...