Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

ISRAEL-IRAN CONFLICT : ઇઝરાયલના 'ઓપરેશન રાઇઝિંગ લાયન'ના જવાબમાં ઇરાનનું 'ટ્રુ પ્રોમિસ 3'

ISRAEL-IRAN CONFLICT : ઇઝરાયલી IDF એ ઈરાનમાં ચાર પરમાણુ અને બે લશ્કરી સ્થળો પર હુમલો કરવા માટે 300 ફાઇટર જેટનો ઉપયોગ કર્યો
israel iran conflict   ઇઝરાયલના  ઓપરેશન રાઇઝિંગ લાયન ના જવાબમાં ઇરાનનું  ટ્રુ પ્રોમિસ 3
Advertisement
  • બંને દેશો વચ્ચે તણાવની સ્થિતી વધુ વકરી
  • ઇઝરાયલે ભીષણ હુમલો કર્યા બાદ ઇરાને વળતો જવાબ આપ્યો
  • ઇઝરાયલે ઇરાનના ટોચના કમાન્ડરને ઠાર માર્યા

ISRAEL-IRAN CONFLICT : ઇઝરાયલ અને ઈરાન વચ્ચેના યુદ્ધથી (ISRAEL-IRAN CONFLICT) પશ્ચિમ એશિયામાં તણાવ ખૂબ જ વધી ગયો છે. ઇઝરાયલે સતત બીજા દિવસે પણ ઇરાન પર હવાઈ હુમલા ચાલુ રાખ્યા છે. ઇઝરાયલની સેના ઈરાનના પરમાણુ ઠેકાણાઓ (IRAN NUCLEAR SITE) પર સતત હુમલા કરી રહી છે. શુક્રવારે મોડી રાત્રે ઇઝરાયલે એક પછી એક મિસાઇલો છોડી હતી. જે બાદ ઈરાને પણ ઈઝરાયલ પર એક ડઝનથી વધુ મિસાઈલો છોડીને બદલો લીધો છે.

ટોચના અધિકારીઓ માર્યા ગયા

ઇઝરાયલી સેનાએ 13 જૂને સવારે ઈરાન પર પહેલો હુમલો કર્યો હતો. આને ઓપરેશન રાઇઝિંગ લાયન (OPERATION RISING LION) નામ આપવામાં આવ્યું છે. આ ઓપરેશન હેઠળ ઇઝરાયલે 200 થી વધુ લડાકુ વિમાનોનો ઉપયોગ કરીને ઈરાનમાં 100 થી વધુ સ્થળો પર હુમલો કર્યો છે. જેમાં મોટાભાગના ઈરાનના પરમાણુ અને લશ્કરી થાણા હતા. આ હુમલામાં ઈરાનના રિવોલ્યુશનરી ગાર્ડ્સના વડા હુસૈન સલામી, ઈરાની આર્મી ચીફ ઓફ સ્ટાફ મોહમ્મદ બઘેરી, ઈરાનના સર્વોચ્ચ નેતા આયાતુલ્લાહ અલી ખામેનીના નજીકના સહાયક અલી શામખાની અને આઈઆરજીસી વાયુસેનાના કમાન્ડર અમીર અલી હાજીઝાદેહ જેવા ટોચના અધિકારીઓ પણ માર્યા ગયા હતા. આવી સ્થિતિમાં, ઈરાન પણ બદલો લેવા માટે હુમલા કરવામાં ધ્યાન કેન્દ્રિત કર્યું છે.

Advertisement

બંકરોમાં આશરો લઈ રહ્યા છે

ઈરાનના આ હુમલાઓ વચ્ચે ઈઝરાયલી સેનાએ કહ્યું કે, ઈરાને ફરીથી મિસાઈલ હુમલા શરૂ કરી દીધા છે. ઈરાનની મિસાઈલોના કારણે સતત સાયરન વાગી રહ્યા છેય અને લોકો ઉત્તરી ઈઝરાયલમાં બંકરોમાં આશરો લઈ રહ્યા છે. લોકોને આશ્રયસ્થાનોમાં જવા અપીલ કરવામાં આવી છે.

Advertisement

300 ફાઇટર જેટનો ઉપયોગ કર્યો

ઈરાની મીડિયા રિપોર્ટ્સ અનુસાર, ઈઝરાયલે ઈરાનના ઈસ્ફહાન શહેર પર પણ મિસાઈલ હુમલો કર્યો છે. ઇઝરાયલનો દાવો છે કે, આ હુમલો ઇરાનની પરમાણુ શસ્ત્રો વિકસાવવાની ક્ષમતાને રોકવા માટે કરવામાં આવ્યો હતો, કારણ કે ઇરાન પાસે હવે પરમાણુ બોમ્બ બનાવવા માટે પૂરતું યુરેનિયમ સંગ્રહિત છે. ઇઝરાયલી IDF એ ઈરાનમાં ચાર પરમાણુ અને બે લશ્કરી સ્થળો પર હુમલો કરવા માટે 300 ફાઇટર જેટનો ઉપયોગ કર્યો હોવાનું સામે આવ્યું છે. ઇઝરાયલી હુમલાઓમાં અત્યાર સુધીમાં 78 લોકો માર્યા ગયા છે, અને 350 થી વધુ ઘાયલ થયા છે. ઇઝરાયલના વડા પ્રધાન બેન્જામિન નેતન્યાહૂએ કહ્યું કે જ્યાં સુધી ઇઝરાયલની સુરક્ષા સુનિશ્ચિત ન થાય ત્યાં સુધી આ કાર્યવાહી ચાલુ રહેશે.

150 થી વધુ બેલિસ્ટિક મિસાઈલો છોડવામાં આવી

ઇઝરાયલી હુમલાઓના જવાબમાં ઈરાને શુક્રવારે રાત્રે 'ટ્રુ પ્રોમિસ 3' (OPERATION TRUE PROMISE 3) હેઠળ લશ્કરી કાર્યવાહી શરૂ કરી છે. આ અંતર્ગત ઈરાને ઈઝરાયલ તરફ 150 થી વધુ બેલિસ્ટિક મિસાઈલો છોડવામાં આવી છે. જેમાંથી 6 મિસાઈલો રાજધાની તેલ અવીવમાં પડી છે. જેમાં એક મહિલાનું મોત થયું હતું, અને 63 લોકો ઘાયલ થયા હતા. ઈરાની મીડિયા રિપોર્ટ્સમાં દાવો કરવામાં આવ્યો છે કે, ઇઝરાયલી સંરક્ષણ મંત્રાલયને પણ નિશાન બનાવવામાં આવ્યું હતું.

ડ્રોન અને મિસાઇલોનો નાશ કર્યો

વર્તમાન પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને, ઈરાને પોતાનું હવાઈ ક્ષેત્ર બંધ કરી દીધું છે, અને સમગ્ર દેશમાં કટોકટી લાગુ કરી દીધી છે. ઇઝરાયલી દળોનો દાવો છે કે, તેમની હવાઈ સંરક્ષણ પ્રણાલીઓએ ઈરાનના મોટાભાગના ડ્રોન અને મિસાઇલોનો નાશ કર્યો છે. ઈરાને સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદની તાત્કાલિક બેઠક બોલાવવાની માંગ કરી છે અને ઇઝરાયલી હુમલાઓને આક્રમક લશ્કરી કાર્યવાહી ગણાવી છે.

ઈઝરાયલ પર સેંકડો ડ્રોન અને મિસાઈલ છોડ્યા

આ પહેલા ઈરાને એપ્રિલ 2024માં ઓપરેશન 'ટ્રુ પ્રોમિસ 1' હેઠળ ઈઝરાયલ પર હુમલો કર્યો હતો. આ હુમલો 1 એપ્રિલ, 2024 ના રોજ સીરિયામાં ઈરાની કોન્સ્યુલેટ પર થયેલા હુમલાના જવાબમાં કરવામાં આવ્યો હતો. આ કાર્યવાહીમાં ઈરાની રિવોલ્યુશનરી ગાર્ડ્સે ઈઝરાયલ પર સેંકડો ડ્રોન અને મિસાઈલ છોડ્યા હતા. આ પછી ઓક્ટોબર 2024 માં 'ટ્રુ પ્રોમિસ 2' હેઠળ ઇઝરાયલ પર હુમલો કરવામાં આવ્યો હતો. આ કાર્યવાહી હિઝબુલ્લાહ નેતા હસન નસરાલ્લાહની હત્યા અને ઈરાની લશ્કરી થાણાઓ પરના હુમલાના જવાબમાં શરૂ કરવામાં આવી હતી.

અત્યાર સુધીમાં 78 લોકો માર્યા ગયા

મીડિયા રિપોર્ટ્સમાં એવો દાવો કરવામાં આવ્યો છે કે, ઇઝરાયલ અને ઈરાને હવે કોઈપણ હદ સુધી જવાનું મન બનાવી લીધું છે. આખી રાત બંને દેશો વચ્ચે હુમલા ચાલુ રહ્યા છે. ઇઝરાયલે તેહરાન અને અન્ય શહેરો પર વારંવાર હવાઈ હુમલા કર્યા છે. જ્યારે ઇરાને મિસાઇલ અને ડ્રોન હુમલાઓથી બદલો લીધો છે. મિસાઇલ હુમલાઓને કારણે દેશભરમાં સતત સાયરન વાગી રહ્યા હોવાથી ઇઝરાયલમાં લાખો લોકોએ બંકરોમાં આશરો લીધો છે. ઈરાનમાં પણ નાગરિકોને સલામત સ્થળોએ જવાની સૂચના આપવામાં આવી છે. ઈઝરાયલી હુમલામાં અત્યાર સુધીમાં 78 લોકો માર્યા ગયા છે અને 329 લોકો ઘાયલ થયા છે.

રેડ એલર્ટ જાહેર કરવામાં આવ્યું

તમને જણાવી દઈએ કે, બંને દેશો વચ્ચે તણાવ ચરમસીમાએ છે, અને હુમલાઓ હજુ પણ ચાલુ છે. ઇઝરાયલે સ્પષ્ટ કર્યું છે કે જ્યાં સુધી ઇરાન તરફથી પરમાણુ ખતરો દૂર ન થાય ત્યાં સુધી ઓપરેશન રાઇઝિંગ લાયન ચાલુ રહેશે. ઈરાને બદલો લેવાની ચેતવણી આપી છે અને તેની બેલિસ્ટિક મિસાઈલ ક્ષમતાને વધુ વિસ્તૃત કરવાની યોજના બનાવી છે. ઇઝરાયલમાં રેડ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે અને નાગરિકોને બંકરોમાં રહેવાની સૂચના આપવામાં આવી છે. ઇઝરાયલ અને ઈરાન વચ્ચેના સંબંધો ઘણા સમયથી સારા નથી. ઇઝરાયલ ઈરાનના પરમાણુ કાર્યક્રમને પોતાના માટે સૌથી મોટો ખતરો માને છે.

આ પણ વાંચો --- Iran-israel War : ઈઝરાયલના PM નેતન્યાહૂએ PM મોદીને કર્યો ફોન, જાણો શું વાતચીત થઈ

Tags :
Advertisement

.

×