સુપ્રીમ લીડરની પસંદગી વખતે જ ઈઝરાયલે ઈરાન પર મિસાઈલ એટેક કર્યો
- આગામી 5 અઠવાડિયા સુધી યુદ્ધ ચાલવાની આગાહી: Donald Trump
- ઈરાનની સંસદ પર ઈઝરાયેલનો પ્રચંડ હુમલો, મંત્રાલયના અનેક દિગ્ગજોના મોત!
- તેહરાન અને કોમ શહેરમાં ઈઝરાયેલ-અમેરિકાના સંયુક્ત હવાઈ હુમલાથી તારાજી
- નવા સુપ્રીમ લીડરની ચૂંટણી માટે મતદાન કરી રહેલા 88 સભ્યો પર ત્રાટકી મિસાઈલો
- પદ સંભાળ્યાના માત્ર બે જ દિવસમાં ઈરાની સંરક્ષણ મંત્રી માજિદ ઈબ્નનું મૃત્યુ
- ટ્રમ્પની મોટી ધમકી- "ઈરાનની એરફોર્સ અને નેવી ખતમ, હવે સમાધાન શક્ય નથી"
Donald Trump : પશ્ચિમ એશિયામાં યુદ્ધની જ્વાળાઓ હવે અત્યંત ભયાનક સ્વરૂપ ધારણ કરી રહી છે. અમેરિકા અને ઈઝરાયેલ (Israel US Iran War) દ્વારા ઈરાન વિરુદ્ધ છેડવામાં આવેલી જંગ હવે 'કરો યા મરો' ની સ્થિતિમાં પહોંચી ગઈ છે. છેલ્લા ચાર દિવસથી સતત ચાલતા આ સંઘર્ષમાં હવે ઈરાનનું નેતૃત્વ સંપૂર્ણપણે નિશાના પર આવ્યું છે. ઈઝરાયેલના દળોએ ઈરાનની રાજધાની તેહરાન અને પવિત્ર શહેર કોમમાં (Tehran and Qom Attacks) વિનાશક હુમલા શરૂ કર્યા છે.
મતદાન ચાલી રહ્યું હતુ ત્યાં જ મિસાઈલ હુમલો
આ હુમલો ત્યારે થયો જ્યારે ઈરાનની એસેમ્બલી ઓફ એક્સપર્ટ્સના 88 સભ્યો આગામી સુપ્રીમ લીડરને (Iranian Supreme Leader Selection) ચૂંટવા માટે મતદાન કરી રહ્યા હતા. ઈઝરાયલી એરફોર્સે તેહરાનના સંસદ ભવન પરિસર પર બોમ્બમારો કર્યો હતો, જેમાં અનેક સભ્યો માર્યા ગયા હોવાની આશંકા છે. સૌથી ચોંકાવનારા સમાચાર એ છે કે, ઈરાનના નવા સંરક્ષણ મંત્રી માજિદ ઈબ્ન અલ રજા (Majid Ibn Al-Raja), જેમણે માત્ર બે દિવસ પહેલા જ પદ સંભાળ્યું હતું, આ હુમલામાં વીરગતિ પામ્યા છે.
Donald Trump : "ઈરાન હવે વાતચીત કરવા માંગે છે"
બીજી તરફ, અમેરિકી પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે (Donald Trump) સોશિયલ મીડિયા પ્લેટફોર્મ 'ટ્રુથ સોશિયલ' પર ઈરાનને આકરી ધમકી આપી છે. ટ્રમ્પે સ્પષ્ટ શબ્દોમાં કહ્યું કે, ઈરાનનું હવાઈ સંરક્ષણ, નૌકાદળ અને નેતૃત્વ હવે ખતમ થઈ ચૂક્યું છે. તેમણે વધુમાં ઉમેર્યું કે, "ઈરાન હવે વાતચીત કરવા માંગે છે, પરંતુ મેં કહી દીધું છે કે હવે ઘણું મોડું થઈ ગયું છે." ટ્રમ્પના મતે આ યુદ્ધ આગામી 4 થી 5 અઠવાડિયા સુધી ખેંચાઈ શકે છે.
ઈઝરાયેલના વિદેશ મંત્રીએ વૈશ્વિક રાજદૂતોને બ્રીફિંગ આપ્યું
ઈઝરાયેલના વિદેશ મંત્રીએ વૈશ્વિક રાજદૂતોને બ્રીફિંગ આપતા જણાવ્યું હતું કે, ઈઝરાયેલ વિનાશના ભય હેઠળ જીવવા તૈયાર નથી. તેમણે ગલ્ફ દેશોને પણ ચેતવ્યા છે કે ઈરાન સમગ્ર ક્ષેત્ર માટે મોટો ખતરો છે. હાલમાં ઈરાનની સ્થિતિ અત્યંત ગંભીર છે અને સમગ્ર વિશ્વની નજર આ યુદ્ધના આગામી વળાંક પર ટકેલી છે.
આ પણ વાંચો : US-israel V/S Iran War: ઈરાન યુદ્ધ નવા "રક્તબીજ" પેદા કરશે!


