Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

ISRO નું EOS - 09 મિશન અધુરૂ રહ્યું, ત્રીજા તબક્કે સર્જાઇ ખામી

ISRO : ઇન્ડિન સ્પેસ રિસર્ચ ઓર્ગેનાઇઝેશન (ISRO) દ્વારા આજે સવારે EOS - 09 મિશન લોન્ચ કરવામાં આવ્યું હતું, જે બે તબક્કા સુધી સફળ રહ્યું હતું
isro નું eos   09 મિશન અધુરૂ રહ્યું  ત્રીજા તબક્કે સર્જાઇ ખામી
Advertisement
  • શ્રીહરિકોટાથી સવારે મિશન લોન્ચ કરવામાં આવ્યું
  • રોકેટના ત્રીજા તબક્કામાં ખામી સર્જાતા તે પૂર્ણ થઇ શક્યું ન્હતું
  • ઇસરો દ્વારા ડેટા એનાલિસિસ કરીને ફરી મિશન શરૂ કરાશે તેમ જણાવાયું

ISRO : દેશની પ્રતિષ્ઠિત ઇન્ડિન સ્પેસ રિસર્ચ ઓર્ગેનાઇઝેશન (ISRO) દ્વારા રવિવારે શ્રીહરિકોટાથી તેનું 101 મું મિશન EOS - 09 લોન્ચ કરવામાં આવ્યું હતું. જો કે, આ ઘટનાના થોડાક જ સમયમાં ઇસરોના વડા દ્વારા જણાવાયું કે, આ મિશન પૂર્ણ થઇ શકે તેમ નથી. આ મિશનમાં પોલાર સેટેલાઇટ લોન્ચ વ્હીકલ રોકેટને અવકાશમાં લઇ જવાનું હતું. આ રોકેટ બીજા તબક્કા સુધી પહોંચવામાં સફળ રહ્યું હતું. જો કે, ત્યાર બાદ ત્રીજા તબક્કામાં સમસ્યા આવતા તે આગળ જઇ શક્યું ન્હતું.

EOS - 09 નો ઉપયોગ રિમોટ સેન્સિંગ ડેટા માટે

ઇન્ડિન સ્પેસ રિસર્ચ ઓર્ગેનાઇઝેશન (ISRO) દ્વારા આજે સવારે EOS - 09 મિશન લોન્ચ કરવામાં આવ્યું હતું. જેનું રોકેટ બે તબક્કા સુધી સફળતા પૂર્વક પહોંચી ગયું હતું. પરંતુ ત્યાર બાદ ત્રીજા તબક્કામાં ખામી સર્જાતા તે પાર કરી શક્યું ન્હતું. EOS - 09 ને SPPO માં સ્થાપિત કરવાનો હતો, પરંતુ પૃથ્વીની સૂર્ય સમકાલિન કક્ષામાં તે સ્થાપિત થઇ શક્યો ન્હતો. EOS - 09 નો ઉપયોગ ખાસ કરીને રિમોટ સેન્સિંગ ડેટા માટેનો હતો. તેને શંકાસ્પદ ગતિવિધિઓની માહિતી એકર્ત કરવા તથા, એન્ટિ ટેરરિસ્ટ ઓપરેશન, ઘૂસણખોરી સહિતના અગત્યના કામોમાં થનાર હતો.

Advertisement

રોકેટે સમયસર તેની 63 મી ઉડાન ભરી

ઇસરોના સુત્રોનું કહેવું છે કે, ખામીના કારણે રેકેટ ત્રીજો તબક્કો પાર કરી શક્યું નથી. ડેટા એનાલિસિસ કરીને મિશન ફરી હાથ ધરવામાં આવશે. પ્રથમ લોન્ચ પેડ પરથી 44.5 મીટર ઉંચા રોકેટે સમયસર તેની 63 મી ઉડાન ભરી હતી. પરંતુ આ મિશન પૂર્ણ થઈ શક્યું નથી.

Advertisement

આ પણ વાંચો --- IIT બોમ્બે એ તુર્કીયે સાથેના તમામ સંબંધો સ્થગિત કર્યા

Tags :
Advertisement

.

×