ISRO એ PSLV-XL દ્વારા દેશની પ્રથમ AI લેબોરેટરી કરશે લોન્ચ
- એક કાળા રંગનો Sun ની ચોતરફ પટ્ટો જોઈ શકાય છે
- Satellite માં જે ASPIICS ઉપકરણ લગાવવામાં આવ્યું
- Galaxy ના વાતાવરણ અને સોલાર વિન્ડ્સનો અભ્યાસ કરી શકશે
Proba-03 Mission Satellite : ISRO આગામી 4 ડિસેમ્બરના રોજ સાંજે 4 કલાક 8 મિનિટ ઉપર પોતાના આગામી Galaxy મિશન માટે PSLV-XL રોકેટથી યૂરોપિયન સ્પેસ એજેન્સી (ESA) ના Proba-03 Satellite ને લોન્ચે કરશે. તો Proba-03 એ 600 X 60,500 કિમી સાથે ઈંડાકારમાં ધરતીની પ્રદક્ષિણા કરશે. ત્યારે આ Satellite નો મુખ્ય ઉદ્દેશ Sun માંથી નીકળતા કોરોના કિરણો અને એકસાથે અનેક Satellite ને કઈ રીતે લોન્ચ કરી શકાય, તે ટેક્નોલોજીનું પ્રદર્શન કરવાનું છે.
એક કાળા રંગનો Sun ની ચોતરફ પટ્ટો જોઈ શકાય છે
Proba-03 Satellite એ Sun ની આસપાસ પ્રદક્ષિણા કરીને ત્યા હાજર વાતાવરણનો અભ્યાસ કરશે. જોકે Sunની આસપાસ એકદમ પાતળી અને વિવિધ Galaxy માં રહેલા કણોથી ભરેલી પરત રહેલી છે. જોકે આ પરતને પૃથ્વી ઉપરથી જોઈ શકવું ના બરાબર છે. ત્યારે આ પરિસ્થિતિનો અભ્યાસ કરવા માટે આ Proba-03 Satellite ને લોન્ચ કરવાની યોજના બનાવવામાં આવી છે. જોકે ઈસરો દ્વારા મિશનને લગતા પ્રયોગોની તસવીરો શેર કરવામાં આવી છે. તેમાં એક કાળા રંગનો Sun ની ચોતરફ પટ્ટો જોઈ શકાય છે.
આ પણ વાંચો: Dinosaur ના ઈતિહાસનો સચોટ જવાબ મળ અને ઉલ્ટીઓના અવશેષોમાંથી મળ્યો
Satellite માં જે ASPIICS ઉપકરણ લગાવવામાં આવ્યું
આ કાળા રંગના પટ્ટાના અભ્યાસ માટે Proba-03 Satellite ને લોન્ચ કરવામાં આવ્યું છે. જોકે આ કાળા રંગના પટ્ટામાં બે પ્રકારના કોરોના હોય છે. તેમાં હાઈ કોરોના અને લો કોરોના હોય છે. ત્યારે આ બંને વચ્ચે રહેલા કાળા રંગના પટ્ટાનો અભ્યાસ Proba-03 Satellite દ્વારા કરવામાં આવશે. તો Proba-03 Satellite માં જે ASPIICS ઉપકરણ લગાવવામાં આવ્યું છે, તેના કારણે આ અભ્યાસ સરળ રહેશે.
Galaxy ના વાતાવરણ અને સોલાર વિન્ડ્સનો અભ્યાસ કરી શકશે
Proba-03 Satellite ના કારણે વૈજ્ઞાનિકો Galaxy ના વાતાવરણ અને સોલાર વિન્ડ્સનો અભ્યાસ કરી શકશે. જેથી આપણે જાણી શકીએ કે સૂર્યની ગતિશીલતા શું છે. આપણી પૃથ્વી પર તેની શું અસર થાય છે? આ ઉપગ્રહના બે ભાગ છે. પહેલું છે ઓક્યુલેટર અને બીજું છે કોરોનાગ્રાફ સ્પેસક્રાફ્ટ. બંનેનું કામ અલગ-અલગ હશે. પણ એકબીજા સાથે જોડાયેલા.
આ પણ વાંચો: Donald Trump ની પૌત્રીએ દાદાના અદ્યતન પ્રાઈવેટ જેટનો Video કર્યો શેર