ઇટાલીએ સ્મોકિંગ પર લગાવ્યો પ્રતિબંધ, 21000 રૂપિયા દંડ અથવા જેલ
Smoking Banned In Italy: હવે ઇટાલીના મિલાનમાં સિગરેટનો કશ તમને મોંઘો પડી શકે છે. જો કે આવું કરનારો ઇટાલી પ્રથમ દેશ નથી જ્યાં સ્મોકિંગ પર પ્રતિબંધ લગાવવામાં આવ્યો હોય.
સ્મોકિંગ સ્વાસ્થય માટે તો નુકસાનદાયક છે. ધુમ્રપાનના કારણે કેન્સરનો ખતરો 20 ટકા જેટલો વધી જાય છે. ફેફસાના કેન્સરનું જોખમ સૌથી વધારે હોય છે. માટે ડોક્ટર દ્વારા લોકોને સિગરેટ ન પીવા માટેની સલાહ આપવામાં આવે છે. આ જ કારણ છે કે અનેક દેશોમાં સ્મોકિંગ પર પ્રતિબંધ છે. હાલમાં જ તેમાં એક વધારે દેશ જોડાઇ ચુક્યો છે. ઇટાલીએ સ્મોકિંગ પર પ્રતિબંધ લગાવી દીધો છે.
આ પણ વાંચો : કાશ્મીરમાં 370 હટી ચુકી છે હવે PoK ને પણ ટુંક સમયમાં પરત મેળવીશું: અમિત શાહ
મિલાન ફેશન કેપિટલ ગણાય છે
હવે ઇટાલીના ફેશન કેપિટલ કહેવાતા મિલાનમાં ધુમાડો ઉડાવનારા લોકોને દંડ કે જેલ પણ થઇ શકે છે. અહીં સ્મોકિંગ પર દંડ લગાવવામાં આવ્યો છે. જો કે ઇટાલી જ એકમાત્ર આવો દેશ નથી જ્યાં સ્મોકિંગ પર પ્રતિબંધ હોય તેવા અનેક દેશો છે. જ્યાં સ્મોકિંગ પર જેલ અથવા તો દંડ જેવી જોગવાઇઓ છે. આવો જાણીએ આવા દેશ વિશે...
ઇટાલી વિશ્વની ધરોહર ધરાવતો દેશ
ઇટાલી એક સુંદર દેશ છે. ઇટાલી વિશ્વનો એવો દેશ પણ છે જ્યાં યુનેસ્કોની સૌથી વધારે ધરોહર આવેલી છે. ઇટાલીની રાજધાની રોમ છે. જો કે ઇટાલીની ફેશન કેપિટલ ગણાતું શહેર મિલાન છે. આ શહેર ફેશન મામલે વિશ્વમાં નંબર 1 પર છે. આ શહેરમાં ફેશન સાથે સંકળાયેલા લોકો સ્મોકિંગ કરતા જોવા મળે છે.
આ પણ વાંચો : દિલ્હીમાં સાવરકર પર હોબાળો, NSUIએ PMને લખ્યો પત્ર, DU કોલેજનું નામ મનમોહન સિંહ રાખવાની માંગ
મિલાનમાં સ્મોકિંગ પર સંપુર્ણ પ્રતિબંધ
જો કે મિલાનમાં હવે સ્મોકિંગ પ્રતિબંધિત કરી દેવાયું છે. આ પ્રતિબંધ નવા વર્ષથી લાગુ કરાયો છે. જો કોઇ મિલાનમાં સિગરેટ પીવે છે તો તેની પાસેથી 40 થી 240 યુરો સુધીનો દંડ થઇ શકે છે. ભારતીય રકમમાં તે 3558 થી માંડીને 21,353 રૂપિયા સુધી થાય છે.
આ દેશોમાં પણ છે સ્મોકિંગ પર પ્રતિબંધ
ઇટાલી જ નહીં પરંતુ ભારતનો પાડોશી દેશ ભુટાન પણ તે પૈકીનો એક છે. આ ઉપરાંત કોલંબિયામાં 2009 થી પબ્લિક પ્લેસ અને વર્કપ્લેસ પર સ્મોકિંગ પ્રતિબંધ કરી દીધો હતો. કોસ્ટારિકાએ 2012 માં મલેશિયાએ પણ પબ્લિક પ્લેસ પર સ્મોકિંગ પ્રતિબંધિત કરી દીધું છે.
આ પણ વાંચો : સંભલની શાહી જામા મસ્જિદમાં મંદિર હોવાના પુરાવા મળ્યા! સર્વે રિપોર્ટમાં અનેક ચોંકાવનારા ખુલાસા