Italy PM Visit Saudi : મિડલ ઈસ્ટ તણાવ વચ્ચે ઇટાલીના PM Meloni ખાડી દેશના પ્રવાસે,સાઉદી ક્રાઉન પ્રિન્સ સાથે કરી મુલાકાત
Italy PM Visit Saudi : મિડલ ઈસ્ટમાં ચાલી રહેલા યુદ્ધ વચ્ચે ઈટલીના વડાપ્રધાન જ્યોર્જિયા મેલોનીએ ખાડી દેશોની વ્યૂહાત્મક મુલાકાત શરૂ કરી છે. શુક્રવારે સાઉદી અરેબિયા (Saudi Arabia) પહોંચેલા મેલોનીએ ક્રાઉન પ્રિન્સ મોહમ્મદ બિન સલમાન સાથે મુલાકાત કરી હતી.
Advertisement
- Italy PM Visit Saudi : ઇટાલીના પીએમ જ્યોર્જિયા મેલોનીની સાઉદી અરેબિયાની મુલાકાત.
- મધ્ય પૂર્વમાં યુદ્ધના તણાવ વચ્ચે ઉર્જા પુરવઠાને સુરક્ષિત કરવા મેલોનીની કવાયત.
- ક્રાઉન પ્રિન્સ મોહમ્મદ બિન સલમાન સાથે જેદ્દાહમાં દ્વિપક્ષીય સુરક્ષા મુદ્દે મંત્રણા.
- ઉર્જાની અછતને પહોંચી વળવા ઇટાલી હવે અમેરિકા પાસેથી ગેસ આયાત કરશે
Italy PM Visit Saudi : મિડલ ઈસ્ટમાં ચાલી રહેલા યુદ્ધ વચ્ચે ઈટલીના વડાપ્રધાન જ્યોર્જિયા મેલોનીએ ખાડી દેશોની વ્યૂહાત્મક મુલાકાત શરૂ કરી છે. શુક્રવારે સાઉદી અરેબિયા (Saudi Arabia) પહોંચેલા મેલોનીએ ક્રાઉન પ્રિન્સ મોહમ્મદ બિન સલમાન (MBS) સાથે મુલાકાત કરી હતી. આ બે દિવસીય પ્રવાસનો મુખ્ય હેતુ પ્રાદેશિક સુરક્ષા સુનિશ્ચિત કરવા અને ઇટાલીના ઉર્જા પુરવઠા (Energy Supply) ને સુરક્ષિત કરવાનો છે.

