Ahmedabad ની ફાઈવ સ્ટાર હોટલ ITC નર્મદામાં બેદરકારી, સેન્ડવીચમાંથી નીકળી જીવાત
- Ahmedabad ITC નર્મદામાં ગ્રાહકને થયો અત્યંત કડવો અનુભવ!
- લક્ઝરી હોટલ ITC નર્મદામાં પીરસાયેલી સેન્ડવીચમાં નીકળી જીવાત
- ગ્રાહકે તાત્કાલિક હોટલ સ્ટાફને બોલાવી બેદરકારી બદલ કરી ઉગ્ર રજૂઆત
- ભવ્ય હોટલની ફૂડ ક્વોલિટી પર સવાલ ઉઠતા ગ્રાહકે AMCમાં કરી ફરિયાદ
- ફાઈવ સ્ટાર હોટલના કિચનમાં હાઈજીનના અભાવે ગ્રાહકનું સ્વાસ્થ્ય જોખમમાં
- આરોગ્ય વિભાગ દ્વારા હોટલ વિરુદ્ધ કડક તપાસના આદેશ અપાયા હોવાની ચર્ચા
અમદાવાદ (Ahmedabad) ની સૌથી આલીશાન અને મોંઘી હોટલોમાં જેની ગણના થાય છે તેવી ITC નર્મદા (ITC Narmada) ફરી એકવાર વિવાદોમાં આવી છે. શહેરના વસ્ત્રાપુર વિસ્તારમાં આવેલી આ ફાઈવ સ્ટાર હોટલમાં હાઈજીન અને ફૂડ ક્વોલિટી (Food Quality) ને લઈને ગંભીર પ્રશ્નાર્થો ઉભા થયા છે. હોટલમાં નાસ્તો કરવા ગયેલા એક ગ્રાહકને પીરસવામાં આવેલી વાનગીમાંથી જીવાત નીકળતા હોબાળો મચી ગયો હતો.
અમદાવાદ ITC નર્મદામાં ગ્રાહકને કડવો અનુભવ
સેન્ડવીચમાં જીવાત નીકળી
ગ્રાહકે સ્ટાફને બોલાવી કરી ફરિયાદ
ગ્રાહકે AMCમાં પણ નોંધાવી ફરિયાદ#Ahmedabad #ITCNarmada #FoodSafety #AMC #Vastrapur #LuxuryHotel #HygieneIssue #FoodComplaint #GujaratFirst pic.twitter.com/IIbIa3Tz8O— Gujarat First (@GujaratFirst) April 26, 2026
Ahmedabad: લક્ઝરી હોટલની પોલ ખુલી
ગ્રાહકે જ્યારે ખાવા માટે સેન્ડવીચ (Sandwich) ઓર્ડર કરી હતી, ત્યારે તેમાં જીવતું જીવડું અથવા જીવાત જોવા મળી હતી. આ જોઈને ગ્રાહક સ્તબ્ધ થઈ ગયા હતા. તેમણે તાત્કાલિક હોટલના સ્ટાફ (Hotel Staff) ને બોલાવીને આ બાબતે ઉગ્ર રજૂઆત કરી હતી. જોકે, હોટલ પ્રશાસન તરફથી સંતોષકારક જવાબ ન મળતા અથવા તો આવી ગંભીર બેદરકારી બદલ ગ્રાહકે કડક વલણ અપનાવ્યું હતું.
AMC ફૂડ વિભાગમાં ફરિયાદ
આ ઘટના બાદ ગ્રાહકે માત્ર સ્ટાફને ઠપકો આપીને સંતોષ ન માન્યો, પરંતુ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન (AMC) ના આરોગ્ય અને ફૂડ વિભાગમાં સત્તાવાર ફરિયાદ નોંધાવી છે. ગ્રાહકનું કહેવું છે કે જો આવી મોંઘી હોટલોમાં પણ શુદ્ધતાનું ધ્યાન રાખવામાં ન આવતું હોય તો સામાન્ય લોકોના સ્વાસ્થ્યનું શું? એએમસીની ફૂડ ટીમ હવે આ મામલે હોટલના કિચનમાં તપાસ કરી શકે છે અને જરૂરી નમૂનાઓ લઈ શકે છે. અગાઉ પણ અનેક મોટી હોટલોમાં આવી બેદરકારી સામે આવતી રહી છે, પરંતુ ITC નર્મદા જેવી બ્રાન્ડમાં આવી ઘટના બનતા ફૂડ સેફ્ટી (Food Safety) પર સવાલો ઉઠ્યા છે.
આ પણ વાંચો: બંગાળમાં બીજા તબક્કાની ચૂંટણી પહેલા 100 દેશી બોમ્બ મળતા ખળભળાટ, NIA તપાસ શરૂ


