Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

મનહર પટેલે સરકારને કહ્યું - 21 દિવસ થયા પરંતુ તમે હજું 10 ટકા મગફળી નથી ખરીદી

ગાંધીનગર :  ટેકાના ભાવે ખરીદવામાં આવતી મગફળીની ખરીદીમાં થઈ રહેલા વિલંબને લઈને કોંગ્રેસ નેતા મનહર પટેલે સરકાર પર આકરા પ્રહારો કર્યા છે. ગુજરાતમાં ખરીફ માર્કેટિંગ સીઝન 2025-26 હેઠળ મગફળી, સોયાબીન, મગ અને અળદની ટેકાના ભાવે ખરીદી 9 નવેમ્બર 2025થી 300 કેન્દ્રો પર શરૂ થઈ છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના માર્ગદર્શનમાં આ પ્રક્રિયા ચાલી રહી છે, જેમાં મગફળીના ટેકાના ભાવ 6,675 રૂપિયા પ્રતિ ક્વિન્ટલ છે.
મનહર પટેલે સરકારને કહ્યું   21 દિવસ થયા પરંતુ તમે હજું 10 ટકા મગફળી નથી ખરીદી
Advertisement
  • મગફળી ખરીદીમાં ભ્રષ્ટાચારના આરોપ : કોંગ્રેસના મનહર પટેલે સરકાર પર કર્યા તીખા પ્રહાર
  • 21 દિવસમાં માત્ર 10% મગફળી ખરીદી : મનહર પટેલે ખેડૂતોની મુશ્કેલી પર સરકારની ટીકા
  • ગોકળગાય ગતિએ મગફળીની ખરીદી : મનહર પટેલની વિનંતી, 30 દિવસમાં પૂર્ણ કરો ખરીદી
  • ખેડૂતો રાતભર લાઈનમાં : મગફળી ટેકા ભાવે ખરીદી પર કોંગ્રેસના તીખા પ્રહાર
  • મગફળી ખરીદીમાં વિલંબ : મનહર પટેલે સરકારને આપી ચેતવણી, કેન્દ્રો વધારો

ગાંધીનગર :  ટેકાના ભાવે ખરીદવામાં આવતી મગફળીની ખરીદીમાં થઈ રહેલા વિલંબને લઈને કોંગ્રેસ નેતા મનહર પટેલે સરકાર પર આકરા પ્રહારો કર્યા છે. ગુજરાતમાં ખરીફ માર્કેટિંગ સીઝન 2025-26 હેઠળ મગફળી, સોયાબીન, મગ અને અળદની ટેકાના ભાવે ખરીદી 9 નવેમ્બર 2025થી 300 કેન્દ્રો પર શરૂ થઈ છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના માર્ગદર્શનમાં આ પ્રક્રિયા ચાલી રહી છે, જેમાં મગફળીના ટેકાના ભાવ 6,675 રૂપિયા પ્રતિ ક્વિન્ટલ છે. 9 લાખથી વધુ ખેડૂતોએ રજિસ્ટ્રેશન કરાવ્યું છે અને રાજ્ય સરકારે 16 લાખ મેટ્રિક ટન મગફળીની ખરીદી કરવાનું ટાર્ગેટ રાખ્યું છે. જોકે, કોંગ્રેસ પ્રવક્તા મનહર પટેલે આ પ્રક્રિયા પર તીખા પ્રહાર કર્યા છે.

મનહર પટેલે આક્ષેપ લગાવ્યો છે કે, ધીમી ખરીદીના કારણે ખેડૂતોને ભારે મુશ્કેલી પડી રહી છે. 21 દિવસમાં માત્ર 10 ટકા મગફળી પણ ટેકાના ભાવે ખરીદાઈ નથી. તેઓએ કહ્યું કે, પ્રોસિજર-પ્રક્રિયામાં નબળાઈ છે; પ્રોસિજર ચાલતી હોય ત્યારે સર્વર બંધ થઈ જાય છે. ટ્રાન્સપોર્ટેશનના પ્રશ્નો, કર્મચારીઓ સમયસર ન આવવા, આવી બધી સમસ્યાઓથી ભ્રષ્ટાચાર અને ગેરરીતિઓના સંકેત મળી રહ્યા છે. તેઓએ તુલના કરીને કહ્યું, "ગોકળગાયની જેમ મગફળી ખરીદી પ્રક્રિયા ચાલી રહી છે."

Advertisement

મનહર પટેલે વધુમાં કહ્યું કે, મગફળી વેચવા માટે ખેડૂતો માર્કેટ બહાર મસમોટી લાઈનોમાં ઊભા રહે છે અને રાતભર સૂઈને વાટ જુએ છે. "મારી સરકારને વિનંતી છે, કેન્દ્રો અને સ્ટાફ વધારો પરંતુ 16 લાખ મેટ્રિક ટનમાંથી એક ટન પણ ઓછી ન રહે તેટલી તાત્કાલિક મગફળી ખરીદો. મગફળી ખરીદી માટે પારદર્શક માહોલ બનાવવો જરૂરી છે. ખરીદ કેન્દ્રો-સ્ટાફ વધારો અને 30 દિવસમાં ખરીદી પૂર્ણ કરો." તેઓએ ચેતવણી આપી કે 80 ટકા મગફળી ખુલ્લા માર્કેટમાં વેચાવાની છે, તે ખેડૂતો પણ પાયમાલ થઈ જશે, તેમના વિશે પણ કંઈક વિચાર કરો.

Advertisement

આ આક્ષેપો પર સરકારે હજુ સુધી સત્તાવાર જવાબ આપ્યો નથી, પરંતુ અગાઉના વર્ષોમાં મગફળીની ટેકાના ભાવે રેકોર્ડબ્રેક 12.23 લાખ મેટ્રિક ટન ખરીદી થઈ હતી, જે ખેડૂતો માટે લાભદાયી સાબિત થઈ હતી. આ વર્ષે મગફળીની ખરીદીમાં થઈ રહેલા વિલંબને લઈને ખેડૂત વર્ગમાં અસંતોષ વધ્યો છે અને વધુ પારદર્શિતા અને ઝડપી પ્રક્રિયાની માંગ કરવામાં આવી રહી છે.

આ પણ વાંચો- ગુજરાત SIR અપડેટ : 5 કરોડથી વધારે ફોર્મનું વિતરણ, ડાંગ 92.39% ડિજિટાઇઝેશન સાથે મોખરે

Tags :
Advertisement

.

×