50 થી વધુ Terrorists ભારતમાં ઘૂસણખોરી કરવાની તૈયારીમાં, સેનાએ કર્યો મોટો ખુલાસો
- ભારતીય સેનાના એક વરિષ્ઠ અધિકારીએ ખુલાસો કર્યો
- 50 થી વધુ Terrorists ભારતમાં ઘૂસણખોરી કરવાનો પ્રયાસ
- આ Terrorists જમ્મુ ક્ષેત્રમાં ઘૂસણખોરી કરવાની તૈયારીમાં
ભારતીય સેનાના એક વરિષ્ઠ અધિકારીએ ખુલાસો કર્યો છે કે સરહદ પાર સ્થિત આતંકવાદી (Terrorists) કેમ્પોમાં 50 થી વધુ આતંકવાદી (Terrorists)ઓ હાજર છે અને તે બધા ભારતમાં ઘૂસણખોરી કરવાનો પ્રયાસ કરી રહ્યા છે. આ આતંકવાદી (Terrorists)ઓ જમ્મુ ક્ષેત્રમાં ઘૂસણખોરી કરવાની તૈયારી કરી રહ્યા છે. સેનાએ કહ્યું છે કે, તે આતંકવાદી (Terrorists)ઓના આ પડકારને લઈને સંપૂર્ણ રીતે સતર્ક છે અને ઘૂસણખોરીના કોઈપણ પ્રયાસને નિષ્ફળ બનાવશે. તમને જણાવી દઈએ કે, તાજેતરમાં અખનૂર સેક્ટરમાં સેના અને આતંકીઓ વચ્ચે અથડામણ થઈ હતી. લગભગ 27 કલાક સુધી ચાલેલા એન્કાઉન્ટરમાં ત્રણ આતંકવાદી (Terrorists)ઓ માર્યા ગયા છે.
ભારતીય સેનાના 10 ઇન્ફેન્ટ્રી ડિવિઝનના જનરલ ઓફિસર કમાન્ડિંગ મેજર જનરલ સમીર શ્રીવાસ્તવે મીડિયા સાથે વાત કરતા કહ્યું કે સેના આતંકવાદી (Terrorists)ઓને નાગરિકોને નુકસાન પહોંચાડવા દેશે નહીં. તેમણે કહ્યું કે ઘૂસણખોરીની પ્રોફાઇલ દરેક પસાર થતા વર્ષ સાથે બદલાતી રહે છે. ખાસ કરીને હિમવર્ષા દરમિયાન ઘૂસણખોરીના પ્રયાસોમાં ફેરફાર જોવા મળે છે. તેણે કહ્યું કે, અમે પડકાર માટે તૈયાર છીએ.
Jammu: Maj Gen Sameer Shrivastava says, "We conducted a very successful operation in which we neutralized three terrorists. I am thankful to all the security forces. Regarding the terror attack in Akhnoor, we receive information immediately from the people there as soon as… pic.twitter.com/3MCqwR5jj9
— IANS (@ians_india) October 29, 2024
આ પણ વાંચો : ધનતેરસ પર Delhi-NCR માં ભારે ટ્રાફિક જામ, પોલીસે દિવાળી માટે એડવાઈઝરી જારી કરી...
50 થી 60 આતંકીઓ હાજર...
આર્મી ઓફિસરે કહ્યું છે કે, પીર પંજાલની દક્ષિણે સ્થિત આતંકી કેમ્પમાં 50 થી 60 આતંકીઓ હાજર છે. તેમણે સંયુક્ત ગુપ્તચર અહેવાલના આધારે આ વાત કહી છે. જોકે, તેમણે એમ પણ કહ્યું હતું કે સામાન્ય રીતે બદલાતા સમય સાથે સંખ્યાઓ વિશેની માહિતી બદલાતી રહે છે. આર્મી ઓફિસર સમીર શ્રીવાસ્તવે કહ્યું છે કે, અખનૂરમાં માર્યા ગયેલા આતંકવાદી (Terrorists)ઓ નવા ઘૂસણખોર જૂથનો ભાગ ન હતા. આ એક જૂથ હતું જે આંતરિક વિસ્તારોમાં હાજર હતું. છેલ્લા કેટલાક સમયથી તેની શોધખોળ કરવામાં આવી રહી હતી. આતંકવાદી (Terrorists)ઓ અહીં આવ્યા હતા અને ખુલાસો થયો હતો.
આ પણ વાંચો : 'હરિયાણા ચૂંટણીમાં ગેરરીતિના આરોપો પાયાવિહોણા', ECI એ 1600 પેજમાં Congress ને આપ્યો આ જવાબ


