Jagadguru Rambhadracharya : આર્મી ચીફ જનરલે રામ મંત્રની દીક્ષા લીધી, બદલામાં રામભદ્રાચાર્યે pok દક્ષિણા તરીકે માંગ્યું
- ઉપેન્દ્ર દ્વિવેદીએ જગદગુરુ રામભદ્રાચાર્ય પાસેથી રામ મંત્રની દીક્ષા લીધી
- દરમિયાન રામભદ્રાચાર્યે તેમની પાસેથી દક્ષિણા તરીકે પીઓકે માંગ્યું
- સમગ્ર વિસ્તારમાં દેશભક્તિની ભાવના પણ જીવંત થઈ
Jagadguru Rambhadracharya : મધ્યપ્રદેશના ચિત્રકૂટમાં તુલસી પીઠ આશ્રમમાં સેના પ્રમુખ જનરલ ઉપેન્દ્ર દ્વિવેદીએ જગદગુરુ રામભદ્રાચાર્ય પાસેથી રામ મંત્રની દીક્ષા લીધી. આ દરમિયાન રામભદ્રાચાર્યે તેમની પાસેથી દક્ષિણા તરીકે પીઓકે માંગ્યું. જગદગુરુ રામભદ્રાચાર્યએ જણાવ્યું કે આર્મી ચીફ જનરલ ઉપેન્દ્ર દ્વિવેદીએ મારી પાસેથી રામ મંત્રની દીક્ષા લીધી. મેં તેમને એ જ રામ મંત્ર આપ્યો જે માતા સીતાએ ભગવાન હનુમાનને આપ્યો હતો, જેના પછી તેમણે લંકા પર વિજય મેળવ્યો હતો. મેં તેમની પાસેથી દક્ષિણા માંગી છે કે, મને પીઓકે જોઈએ છે.
#WATCH | Madhya Pradesh | On Chief of Army Staff General Upendra Dwivedi visiting his Ashram in Chitrakoot yesterday, Spiritual Leader Jagadguru Rambhadracharya says, "I gave him the same Diksha (initiation) with the Ram Mantra which Lord Hanuman had received from Maa Sita and… pic.twitter.com/C7Sc3sDTUb
— ANI (@ANI) May 29, 2025
પાકિસ્તાન ભવિષ્યમાં કોઈ આતંકવાદી ઘટનાને અંજામ આપશે તો તેનો નાશ થશે
જગદગુરુએ તુલસી પીઠ નિવાસસ્થાને પત્રકારોને જણાવ્યું કે આર્મી ચીફનું સન્માન કરવામાં તેમને ખૂબ ગર્વ છે. તેમણે કહ્યું કે જો પાકિસ્તાન ભવિષ્યમાં કોઈ આતંકવાદી ઘટનાને અંજામ આપશે તો તેનો નાશ થશે. તેમણે એમ પણ કહ્યું કે આર્મી ચીફે તેમની પાસેથી એ જ મંત્રની દીક્ષા લીધી હતી, જે સીતાજીએ લંકા પર વિજય મેળવવા માટે હનુમાનજીને આપી હતી.
વિસ્તારમાં દેશભક્તિની ભાવના પણ જીવંત થઈ
આર્મી ચીફની આ મુલાકાત માત્ર આધ્યાત્મિક જ નહીં પણ સામાજિક ચિંતાઓ સાથે પણ સંબંધિત હતી. તેમણે સદગુરુ આંખની હોસ્પિટલનું નિરીક્ષણ કર્યું અને સદગુરુ સેવા સંઘ ટ્રસ્ટ દ્વારા આયોજિત સન્માન સમારોહમાં પણ ભાગ લીધો. આ દરમિયાન પદ્મશ્રી ડૉ. બી.કે. જૈને તેમનું સ્વાગત કર્યું. જનરલ દ્વિવેદીએ ગુરુ રામભદ્રાચાર્યને સ્મૃતિચિહ્ન અર્પણ કર્યું અને તેમના સેવા કાર્યની પ્રશંસા કરી અને તેમને ભારતની આધ્યાત્મિક અને સામાજિક શક્તિનું પ્રતીક ગણાવ્યા. આર્મી ચીફના આગમન પહેલા જ તુલસી પીઠ વિસ્તારમાં વ્યાપક સુરક્ષા વ્યવસ્થા કરવામાં આવી હતી. આશ્રમથી કાચ મંદિર સુધી દરેક વળાંક પર પોલીસ અને સુરક્ષા દળોનો ચુસ્ત બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો. એવું કહેવામાં આવી રહ્યું છે કે તેમના આગમનથી માત્ર આધ્યાત્મિક વાતાવરણ જ નહીં પરંતુ વિસ્તારમાં દેશભક્તિની ભાવના પણ જીવંત થઈ.
આ પણ વાંચો: Gujarat Rain : 3 વરસાદી સિસ્ટમ સક્રિય થતા રાજ્યમાં સાર્વત્રિક વરસાદની હવામાન વિભાગની આગાહી