Jagadguru Rambhadracharya ના મમતા દીદી પર પ્રહાર, બાબરી મસ્જિદ નિર્માણ મુદ્દે આવ્યો ક્રોધ
- જગદગુરુ રામભદ્રાચાર્યના નિશાને પશ્ચિમબંગાળના મુખ્યમંત્રી
- રામભદ્રાચાર્યએ મમતા દીદીને કહ્યા, દેશ વિરોધી
- પશ્ચિમ બંગાળમાં બાબરી મસ્જિદ નિર્માણને લઈને આવ્યો ગુસ્સો
- ક્રોધે ભરાયેલા જગદગુરુએ મુખ્યમંત્રી મમતા બેનર્જી પર કર્યા પ્રહાર
Jagadguru Rambhadracharya એ પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જી પર આકરા પ્રહાર કર્યા છે. પશ્ચિમ બંગાળના મુર્શિદાબાદમાં બાબરી મસ્જિદના નિર્માણને લઈને રામભદ્રાચાર્ય ભડક્યા છે. તેમણે એવું પણ કહી નાખ્યું કે, મમતા બેનર્જી દેશ વિરોધી છે. ઉત્તરપ્રદેશના સંભલમાં એક કાર્યક્રમમાં કરાયેલા સવાલના જવાબમાં રામભદ્રાચાર્યએ આ જવાબ આપ્યો છે. આ દરમિયાન તેઓ એકદમ આક્રમક થઈ ગયા હતા.
Jagadguru Rambhadracharya એ મમતા દીદીને શું સંભળાવ્યું?
પશ્ચિમ બંગાળમાં બાબરી મસ્જિદ (Babri Masjid) ના નિર્માણની ખબરો વચ્ચે જગદગુરુએ મમતા દીદી પર પ્રહાર કર્યા છે. તેમણે કહ્યું કે, સમગ્ર દેશમાં બાબર (Babbar) ના નામ પર એક પણ મસ્જિદનું નિર્માણ ના થવું જોઈએ. તેમણે વાક્પ્રહાર કરતા કહ્યુ કે, ભારતનું અનાજ આરોગીને પાકિસ્તાનના ગુણગાન ગાશો?. રામભદ્રાચાર્યએ એવો આરોપ પણ લગાવ્યો કે, પોતાના વોટબેન્ક (વોટબેન્ક) માટે તે પોતાના દેશને પણ ગિરવે મુકી દેશે. ભારતમાં રહેતા આ વચેટિયાઓ સંભલથી બ્યુગલ ફૂંકશે. કોઈ પણ સ્થાન આક્રાંતાના નામ પર ના હોઈ શકે. રોષે ભરાયેલા જગદગુરુ શબ્દબાણો વરસાવતા કહે છે કે, મમતા નામ હિન્દુ છે. પણ તે ભારત વિરોધી મહિલા છે.
આ પણ વાંચો- Politics Story: નાગરિકતા મેળવતા પહેલા સોનિયા ગાંધી મતદાર કેવી રીતે બન્યા? 1980ની મતદાર યાદી પર કોર્ટની નોટિસ
Jagadguru મસ્જિદને અંગે શું બોલ્યા ?
પશ્ચિમ બંગાળ (west bengal) માં બાબરી મસ્જિદ નિર્માણ અંગે જગદગુરુએ કહ્યું કે, મમતા કાન ખોલીને સાંભળી લે. મસ્જિદ નિર્માણ સામે કોઈને કાંઈ પણ આપત્તિ નથી. પણ અમારા દેશમાં આક્રમણ કરનારના નામથી કોઈ મસ્જિદ બની ના શકે. હવે અહીંયા ઝંડો ભારત માતાનો જ ફરકાશે. આગળ તેમણે સ્પષ્ટ સૂચના આપતા કહ્યું કે, મસ્જિદ બનાવવી જ હોય તો અબ્દુલ કલામ (abdul kalam) ના નામથી બનાવો. અમે મસ્જિદ બનાવવાથી કોઈને રોકી નથી રહ્યા. તમે પાણી ભારતનું પીઓ છો. મૃત્યુ પણ ભારતમાં જ થશે. અને ગુણગાન પાકિસ્તાનના ગાઓ છો. ત્રણસો કરોડ નહીં પણ ત્રણ હજાર કરોડમાં પણ આ નહીં થાય.
પશ્ચિમ બંગાળમાં બાબરી મસ્જિદનો શું છે વિવાદ?
તૃણમૂલ કોંગ્રેસના નેતા હુમાયુ કબીરે (Humayun Kabir) પશ્ચિમ બંગાળના મુર્શિદાબાદમાં બાબરી મસ્જિદ બનાવવાની જાહેરાત કરી હતી. ત્યારબાદ હુમાયુ કબીરના સમર્થકો મેદાનમાં ઉતરી આવ્યા હતા. અને માથા પર ઈંટ મુકીને મસ્જિદ નિર્માણ માટે પદયાત્રા શરૂ કરી હતી. ઠેર ઠેર પોસ્ટરો પણ લગાવવામાં આવ્યા હતા. ત્યારબાદ ગત 6 ડિસેમ્બરના રોજ શિલાન્યાસ કરવામાં આવ્યો હતો. આ ઘટના પછી જગદગુરુ રામભદ્રાચાર્યએ મમતા બેનર્જીને આડેહાથે લીધા હતા. તેમણે એક પછી એક પ્રહારો કરતા કહ્યું હતું કે, હું મમતા બેનર્જીને બહેન ના કહી શકું. મમતા આપણી નથી. હવે તો તે ગદ્દારો અને હિન્દુઓનું શોષણ કરનારાઓની બહેન છે.
આ પણ વાંચો- PM Modi એ NDA સાંસદોને કહી ખાસ વાત, સંસદીય પક્ષની બેઠકમાં જાણો શું સંદેશ આપ્યો


