Jaguar - Land Rover કંપની પર મોટો સાયબર હુમલો, પ્લાન્ટ ઠપ, મદદે આવી UK સરકાર
- લેન્ડ રોવર પર મોટા સાયબર હુમલા બાદ કંપનીનું કામકાજ બંધ
- કંપનીની મદદે આવી યુકે સરકાર, મોટી બેંક ગેરંટી આપી
- કંપની અંશત કામકાજ ટુંકા ગાળામાં શરૂ કરશે
Jaguar - Land Rover Cyber Attack : ટાટા મોટર્સની પેટાકંપની જગુઆર લેન્ડ રોવર (Jaguar - Land Rover Cyber Attack) એ સોમવારે જણાવ્યું હતું કે તે આગામી દિવસોમાં આંશિક રીતે ઉત્પાદન કામગીરી ફરી શરૂ કરશે. આ મહિનાની શરૂઆતમાં, એક સાયબર હુમલાએ (Jaguar - Land Rover Cyber Attack) બ્રિટિશ લક્ઝરી કાર કંપનીનું ઉત્પાદન સંપૂર્ણપણે બંધ કરી દીધું હતું. જગુઆર લેન્ડ રોવરના (Jaguar - Land Rover Cyber Attack) પ્રવક્તાને ટાંકીને ટાટા મોટર્સે સ્ટોક એક્સચેન્જને જણાવ્યું હતું કે, કંપની સાયબર સુરક્ષા નિષ્ણાતો અને યુકે સરકારના કાયદા અમલીકરણ એજન્સીઓ સાથે મળીને કામ કરી રહી છે જેથી આવી ઘટના ફરીથી ના બને.
કંપનીના પ્રવક્તાએ JLR સાથે સંકળાયેલા દરેક વ્યક્તિનો આભાર વ્યક્ત કર્યો
જગુઆર લેન્ડ રોવરના (Jaguar - Land Rover Cyber Attack) પ્રવક્તાએ જણાવ્યું હતું કે, "અમારી કામગીરીના નિયંત્રિત, તબક્કાવાર પુનઃપ્રારંભ સાથે, અમે અમારા વિશ્વ-સ્તરીય વાહનોના ઉત્પાદન સાથે આગળ વધી રહ્યા છીએ. આજે, અમે અમારા સહયોગીઓ, રિટેલરો અને સપ્લાયર્સને જાણ કરી રહ્યા છીએ કે, અમારા ઉત્પાદન કામગીરીના કેટલાક ભાગો આગામી દિવસોમાં ફરી શરૂ થશે." અમે સાયબર સુરક્ષા નિષ્ણાતો, યુકે સરકારના NCSC અને કાયદા અમલીકરણ એજન્સીઓ સાથે મળીને કામ કરી રહ્યા છીએ, જેથી અમારા કામકાજ સુરક્ષિત અને વિશ્વસનીય રીતે ફરી શરૂ થાય." પ્રવક્તાએ JLR સાથે સંકળાયેલા દરેક વ્યક્તિનો સતત ધીરજ, સમજણ અને સમર્થન બદલ આભાર માન્યો.
યુકે સરકારે JLR ને £1.5 બિલિયન લોન ગેરંટી પૂરી પાડી
યુકે સરકારે રવિવારે જગુઆર લેન્ડ રોવર (JLR) ને £1.5 બિલિયન સુધીની લોન ગેરંટીની જાહેરાત કરી છે. મોટા સાયબર હુમલા બાદ (Jaguar - Land Rover Cyber Attack) JLR ની સપ્લાય ચેઇનને સ્થિર કરવા માટે આ સહાય પૂરી પાડવામાં આવી રહી છે. જગુઆર લેન્ડ રોવરને (Jaguar - Land Rover Cyber Attack) આ લોન કોમર્શિયલ બેંકમાંથી આપવામાં આવશે, પરંતુ યુકે ડિપાર્ટમેન્ટ ફોર બિઝનેસ એન્ડ ટ્રેડ (DBT) દ્વારા ગેરંટી આપવામાં આવશે. આ ગેરંટી નિકાસ વૃદ્ધિ ગેરંટી યોજના હેઠળ પૂરી પાડવામાં આવશે, જેનું સંચાલન સરકારી એજન્સી યુકે એક્સપોર્ટ ફાઇનાન્સ દ્વારા કરવામાં આવે છે. કંપનીએ પાંચ વર્ષમાં આ રકમ ચૂકવવાની રહેશે.
આ પણ વાંચો ----- 'ભવિષ્યમાં 40 ટકા કામો AI કરી દેશે', OpenAI ના CEO એ કહી મોટી વાત