Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

ઉત્તર પ્રદેશના મેરઠમાં રાતો રાત જહાંગીર મસ્જિદ તોડી પડાઇ, રાત્રે JCB લઇને તંત્રએ કરી કાર્યવાહી

ઉત્તરપ્રદેશના મેરઠમાં જહાંગીર મસ્જિદ છે. શુક્રવારે મસ્જિદ અંગેની સમિતીના સભ્યો અને મુસ્લિમ સમુદાયના કેટલાક લોકોએ મસ્જિદોને પોતે હટાવવાનો ઇન્કાર કરી દીધો
ઉત્તર પ્રદેશના મેરઠમાં રાતો રાત જહાંગીર મસ્જિદ તોડી પડાઇ  રાત્રે jcb લઇને તંત્રએ કરી કાર્યવાહી
Advertisement
  • મેરઠના જહાંગીર મસ્જિદ તોડી પાડવામાં આવ્યા
  • મેરઠના દિલ્હી રોડ પર આ વર્ષો જુની મસ્જિદ હતી
  • મુસ્લિમ સમાજે શાંતિપુર્વક કાર્યવાહીની મંજુરી આપી

લખનઉ : ઉત્તરપ્રદેશના મેરઠમાં જહાંગીર મસ્જિદ છે. શુક્રવારે મસ્જિદ અંગેની સમિતીના સભ્યો અને મુસ્લિમ સમુદાયના કેટલાક લોકોએ મસ્જિદોને પોતે હટાવવાનો ઇન્કાર કરી દીધો અને તંત્રને અપીલ કરી કે આ કાર્ય સરકાર સ્વયં કરે. ત્યાર બાદ રાત્રે બુલડોઝર ચલાવીને મસ્જિદને હટાવી દેવામાં આવી.

જહાંગીર ખા મસ્જિદ તોડી પાડવામાં આવી

ઉત્તર પ્રદેશના મેરઠના દિલ્હી રોડ પર આવેલા જહાંગીર ખાં મસ્જિદને શુક્રવારે મોડી રાત્રે તંત્રની હાજરીમાં હટાવી દેવામાં આવી. આ કાર્યવાહી રૈપિડ રેલ અને માર્ગ પહોળો કરવા માટેની યોજના અંતર્ગત કરવામાં આવી, કારણ કે મસ્જિદ નિર્માણ કાર્યમાં બાધા બનેલી હતી. સ્થાનિક તંત્ર અને મુસ્લિમ સમુદાયની વચ્ચે સંમતી બન્યા બાદ આ કાર્યવાહીને અંજામ આપ્યો હતો.

Advertisement

આ પણ વાંચો : Bharuch: હેલિકોપ્ટરમાં જાન કાઢવા સામે આદિવાસી સમાજ વિરુદ્ધ અભદ્ર ટિપ્પણી કરનારા વ્યક્તિની ધરપકડ

Advertisement

સ્થાનિક મુસ્લિમ અગ્રણીઓ સાથે મીટિંગ કરી

NCRTC અધિકારી ગત્ત ઘણા દિવસોથી મસ્જિદ હટાવવા માટે સ્થાનિક તંત્ર અને મસ્જિદ પ્રબંધન સમિતી સાથે વાતચીત કરી રહ્યા હતા. મસ્જિદ પ્રબંધન સમિતીના મુતવ્વલી અને અન્ય પદાધિકારીઓ સાથે વાતચીત બાદ સંમતી સધાઇ કે મસ્જિદને હટાવવામાં આવશે. ત્યાર બાદ ગુરૂવારે વીજળી કનેક્શન કાપીને મસ્જિદનો મુખ્ય દ્વાર હટાવી દેવામાં આવ્યો હતો.

મસ્જિદ કમિટીના સભ્યોએ પોતે તોડવાનો ઇન્કાર કર્યો

શુક્રવારે મસ્જિદ કમિટીના સભ્યો અને મુસ્લિમ સમુદાયના લોકોએ મસ્જિદ પોતે જ હટાવવાનો ઇન્કાર કરી દીધો અને તંત્રને અપીલ કરી કે આ કાર્ય સરકાર સ્વયં કરે. ત્યાર બાદ તંત્ર અધિકારીઓએ રાત્રે બુલડોઝર ચલાવીને મસ્જિદને હટાવી દીધી.

આ પણ વાંચો : Telanganaમાં મોટી દુર્ઘટના, ટનલનો ભાગ તૂટી પડતાં 6 મજૂરો ફસાયા

કઇ રીતે તોડવામાં આવી મસ્જિદ

મસ્જિદને હટાવવાની પ્રક્રિયા શુક્રવારે મોડી રાત્રે શરૂ કરવામાં આવી. પહેલા મુસ્લિમ સમુદાયના લોકોએ મસ્જિદથી પોતાના ધાર્મિક અને કિમતી સામાન કાઢી લીધો. તેમણે દરવાજા પણ હટાવી દીધા. ત્યાર બાદ રાત્રે 1.30 વાગ્યે તંત્રએ બુલડોઝરથી મસ્જિદ હટાવવાની પ્રક્રિયા શરુ કરી દીધી. ઘટના સ્થળ પર NCRTC અધિકારી, પોલીસ અને તંત્રના અધિકારીઓ હાજર હતા. સંપુર્ણ કાર્યવાહી દરમિયાન લીલા પડદા લગાવવામાં આવ્યા જેથી કોઇ અપ્રિય સ્થિતિ ઉત્પન્ન ન થઇ, જો કે અધિકારીઓએ કહ્યું કે, ધુળથી લોકોને પરેશાની ન હોય એટલા માટે પડદા લગાવાયા. બુલડોઝરના કારણે સંપુર્ણ મસ્જિદને હટાવ્યા બાદ તુરંત જ ત્યાંનો કાટમાળ સાફ કર્યો અને રસ્તો બનાવવાની તૈયારીઓ શરૂ કરી દીધી.

આ પણ વાંચો : Aravalli : મંત્રી ભીખુસિંહ પરમારના પુત્રોની દાદાગીરી! યુવકને માર્યો ઢોર માર

Tags :
Advertisement

.

×