Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

Jaipur Earthquake: જયપુરમાં ત્રણ વખત આવ્યો ભૂકંપ, જોરદાર આંચકાથી આખું શહેર હચમચી ગયું, લોકો ડરીને ઘરની બહાર ભાગ્યા

રાજસ્થાન(Rajasthan) ની રાજધાની જયપુર (Jaipur)માં શુક્રવારે વહેલી સવારે અડધા કલાકમાં ભૂકંપના ત્રણ આંચકા અનુભવાયા હતા. ભૂકંપ એટલો જોરદાર હતો કે લોકોએ વિસ્ફોટક અવાજ સાંભળ્યો. આ પછી ભયભીત લોકો ઘરો અને એપાર્ટમેન્ટમાંથી બહાર આવી ગયા હતા. આ દરમિયાન કેટલાક છોકરાઓ ગલીમાં...
jaipur earthquake  જયપુરમાં ત્રણ વખત આવ્યો ભૂકંપ  જોરદાર આંચકાથી આખું શહેર હચમચી ગયું  લોકો ડરીને ઘરની બહાર ભાગ્યા
Advertisement

રાજસ્થાન(Rajasthan) ની રાજધાની જયપુર (Jaipur)માં શુક્રવારે વહેલી સવારે અડધા કલાકમાં ભૂકંપના ત્રણ આંચકા અનુભવાયા હતા. ભૂકંપ એટલો જોરદાર હતો કે લોકોએ વિસ્ફોટક અવાજ સાંભળ્યો. આ પછી ભયભીત લોકો ઘરો અને એપાર્ટમેન્ટમાંથી બહાર આવી ગયા હતા. આ દરમિયાન કેટલાક છોકરાઓ ગલીમાં બેસીને હનુમાન ચાલીસાનો પાઠ કરતા જોવા મળ્યા હતા. અત્યાર સુધી ભૂકંપના કારણે કોઈ જાનહાનિ કે નુકસાનના અહેવાલ નથી.

જણાવવામાં આવ્યું છે કે સવારે 4:09 થી 4:25 વચ્ચે ત્રણ આંચકા અનુભવાયા હતા. ભૂકંપની તીવ્રતા 3.4 અને 4.4 વચ્ચે માપવામાં આવી હતી. નેશનલ સેન્ટર ફોર સિસ્મોલોજીએ જણાવ્યું કે રાજસ્થાનના જયપુરમાં 4.4ની તીવ્રતાના ભૂકંપના આંચકા અનુભવાયા છે.

Advertisement

Advertisement

મળતી માહિતી મુજબ સતત ત્રણ વખત ભૂકંપના આંચકા અનુભવાયા હતા. સવારે 4.09 કલાકે પહેલો આંચકો અનુભવાયો હતો. તેનો બીજો આંચકો સવારે 4.23 કલાકે અને ત્રીજો આંચકો સવારે 4.25 કલાકે આવ્યો હતો. લોકો રસ્તા પર એકબીજાની ખબર પૂછતા પણ જોવા મળ્યા હતા.

પૂર્વ મુખ્યમંત્રી વસુંધરા રાજેએ ટ્વિટ કરીને માહિતી આપી હતી

રાજસ્થાનના પૂર્વ મુખ્યમંત્રી વસુંધરા રાજેએ ટ્વીટ કર્યું કે જયપુરમાં ભૂકંપના જોરદાર આંચકા અનુભવાયા છે. હું આશા રાખું છું કે તમે બધા સુરક્ષિત છો.

ભૂકંપ બાદ વિસ્ફોટક અવાજ સંભળાયો હતો

સાથે જ સ્થાનિક લોકો ભૂકંપનો વીડિયો પણ સોશિયલ મીડિયા પર શેર કરી રહ્યા છે. જેમાં ભૂકંપના કારણે કાર ધ્રૂજતી જોવા મળી રહી છે. ભૂકંપ એટલો જોરદાર હતો કે લોકોએ વિસ્ફોટક અવાજ સાંભળ્યો.

ભૂકંપનું કેન્દ્ર 10 કિમીની ઉંડાઈએ હતું

NCSએ જણાવ્યું કે 3.4ની તીવ્રતાનો ત્રીજો ભૂકંપ સવારે લગભગ 4.25 વાગ્યે આવ્યો હતો. જેનું કેન્દ્ર 10 કિલોમીટરની ઉંડાઈમાં હતું. NCS એ ટ્વીટ કર્યું કે અગાઉ સવારે 4.22 વાગ્યે 3.1ની તીવ્રતાનો ભૂકંપ આવ્યો હતો, જેનું કેન્દ્રબિંદુ પાંચ કિલોમીટરની ઊંડાઈ પર હતું. પહેલો ભૂકંપ સવારે 4.09 વાગ્યે આવ્યો હતો, જેનું કેન્દ્રબિંદુ 10 કિમીની ઊંડાઈએ હતું.

આ પણ વાંચો : Vadnagar to Varanasi : આવો જાણીએ વિશ્વનાથની નગરી કાશીના વિકાસ વિશે..

Tags :
Advertisement

.

×