Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
ગુજરાત રાષ્ટ્રીય આંતરરાષ્ટ્રીય મનોરંજન સ્પોર્ટ્સ ધર્મ ભક્તિ એક્સક્લુઝીવ બિઝનેસ ટેક & ઓટો લાઇફ સ્ટાઇલ વાયરલ & સોશિયલ ક્રાઈમ STUDIO ON WHEELS T20 World Cup 2026
Advertisement

જયરાજ આહીરની મુશ્કેલી વધી શકે : બગદાણા હુમલા કેસમાં SIT સમક્ષ હાજર, ધરપકડની શક્યતા કેટલી?

બગદાણા બબાલ : માયાભાઈ આહીરના પુત્ર જયરાજ IG ઓફિસ પહોંચ્યા – પૂછપરછ શરૂ! બગદાણા કેસમાં રાજકીય તોફાન : જયરાજ આહીર રેન્જ IG ઓફિસે પહોંચ્યા – કોળી સમાજની માંગ પર તપાસ તેજ! જીવલેણ હુમલાના આરોપી જયરાજ આહીર SIT સમક્ષ :...
જયરાજ આહીરની મુશ્કેલી વધી શકે   બગદાણા હુમલા કેસમાં sit સમક્ષ હાજર  ધરપકડની શક્યતા કેટલી
Advertisement
  • બગદાણા બબાલ : માયાભાઈ આહીરના પુત્ર જયરાજ IG ઓફિસ પહોંચ્યા – પૂછપરછ શરૂ!
  • બગદાણા કેસમાં રાજકીય તોફાન : જયરાજ આહીર રેન્જ IG ઓફિસે પહોંચ્યા – કોળી સમાજની માંગ પર તપાસ તેજ!
  • જીવલેણ હુમલાના આરોપી જયરાજ આહીર SIT સમક્ષ : બગદાણા વિવાદમાં નવા પુરાવા સામે આવશે?
  • બગદાણા ચકચારીમાં બ્રેકિંગ : જયરાજ આહીર IG ઓફિસ પહોંચ્યા – પૂછપરછ બાદ શું થશે?

ભાવનગર જિલ્લાના બગદાણા ધામમાં થયેલા જીવલેણ હુમલા કેસમાં મોટો વળાંક આવ્યો છે. લોકગાયક માયાભાઈ આહીરના પુત્ર જયરાજ આહીર (Jayraj Ahir) રેન્જ IG ઓફિસે પહોંચ્યા છે અને સ્પેશિયલ ઇન્વેસ્ટિગેશન ટીમ (SIT) સમક્ષ પૂછપરછ શરૂ થઈ ગઈ છે. આ કેસમાં નવનીત બાલધિયા પર થયેલા હુમલાના આરોપી તરીકે જયરાજ આહીરનું નામ સામે આવ્યું છે અને SITએ તેમને સમન્સ પાઠવ્યા હતા. આજે (21 જાન્યુઆરી) સાંજે 5 વાગ્યે તેઓ IG કચેરી પહોંચ્યા છે.

બગદાણા ચકચારીમાં બ્રેકિંગ

આ ઘટના ડિસેમ્બર 2025માં શરૂ થઈ હતી, જ્યારે મુંબઈમાં એક કાર્યક્રમ દરમિયાન માયાભાઈ આહીરે બગદાણા ધામ ટ્રસ્ટના "મેનેજિંગ ટ્રસ્ટી" તરીકે કોઈનું નામ લીધું હતું. આ વીડિયો વાઈરલ થયા બાદ નવનીત બાલધિયાએ માયાભાઈને ફોન કરીને ખોટી માહિતી હોવાનું જણાવ્યું હતું. ત્યારબાદ માયાભાઈએ માફીનો વીડિયો જાહેર કર્યો, પરંતુ તે પછી નવનીત પર અજાણ્યા હુમલાખોરોએ હુમલો કર્યો હતો. હુમલામાં 8 વ્યક્તિઓની ધરપકડ થઈ છે, પરંતુ નવનીતે જયરાજ આહીર પર હુમલાનું ષડયંત્ર રચવાનો આરોપ લગાવ્યો છે.

Advertisement

Advertisement

કોળી સમાજના હલ્લાબોલ પછી એક્શન

આ કેસમાં કોળી સમાજમાં ભારે આક્રોષ ફેલાયો છે અને રાજકીય દબાણ વધ્યું છે. કેબિનેટ મંત્રી પરસોત્તમ સોલંકી અને MLA હીરા સોલંકી સહિત કોળી આગેવાનોએ મુખ્યમંત્રીને મળીને SITની માંગ કરી હતી. આથી રેન્જ IG ગૌતમ પરમારે SITની રચના કરી છે, જે અમરેલીના ASP જયવીર ગાઢવીના નેતૃત્વમાં કાર્યરત છે. SITએ નવનીત બાલધિયાનું 3 કલાકથી વધુ નિવેદન નોંધ્યું છે અને તેમણે 15 પુરાવા સોંપ્યા છે, જેમાં જયરાજ આહીરની સંડોવણીના એંધાણ છે.

બાબલ પછી આવ્યો રાજકીય રંગ

આ વિવાદમાં રાજકીય રંગ પણ આવી ગયો છે. જયરાજ આહીર તાલજા વિધાનસભા બેઠક પરથી 2027માં ચૂંટણી લડવાની તૈયારીમાં છે, જ્યારે કોળી સમાજના આગેવાનો તેમને વિરોધી તરીકે જુએ છે. વાઈરલ વીડિયો અને ઓડિયોમાં જયરાજ આહીરના હુમલાખોરો સાથેના સંબંધોના આરોપ છે. પોલીસે અત્યાર સુધી 11 ધરપકડ કરી છે, પરંતુ મુખ્ય આરોપી તરીકે જયરાજ આહીરનું નામ સામે આવ્યું છે.

આ કેસમાં કોળી સમાજના યુવાનોએ આત્મવિલોપનનો પ્રયાસ પણ કર્યો હતો, જેમાં 4 યુવાનોને અટકાવવામાં આવ્યા હતા. SITની તપાસ હવે તેજ છે અને જયરાજ આહીરની પૂછપરછ બાદ ધરપકડની શક્યતા છે. આ ઘટના ગુજરાતના રાજકીય વાતાવરણને અસર કરી રહી છે અને લોકોમાં ન્યાયની માંગ વધી છે. તપાસ હજુ ચાલુ છે અને વધુ ખુલાસા થવાની શક્યતા છે.

આ પણ વાંચો- દુનિયાનું સ્વર્ગ કે સત્તાનું કેન્દ્ર? જાણો દાવોસમાં જ કેમ ભેગા થાય છે તાકાતવર નેતાઓ?

Tags :
Advertisement

.

×