ગુજરાત | સુરતવડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદ
રાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયમનોરંજનસ્પોર્ટ્સધર્મ ભક્તિએક્સક્લુઝીવબિઝનેસટેક & ઓટોલાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલક્રાઈમસૌરાષ્ટ્ર
Advertisement

જમ્મુ-કાશ્મીરના પુંછમાં 4 આતંકી ઠાર..!

જમ્મુ-કાશ્મીર (Jammu and Kashmir)ના પુંછમાં મંગળવારે સવારે  સુરક્ષાદળોને મોટી સફળતા મળી છે. મળી રહેલા અહેવાલ મુજબ સોમવારે મોડી રાતથી ચાલી રહેલા એન્કાઉન્ટર(encounter)માં સુરક્ષા દળો (Security forces)એ 4 આતંકીઓ (terrorists)ને ઠાર કર્યા છે. પોલીસ અને સુરક્ષા દળોના સંયુક્ત ઓપરેશન દરમિયાન 4...
09:24 AM Jul 18, 2023 IST | Vipul Pandya
જમ્મુ-કાશ્મીર (Jammu and Kashmir)ના પુંછમાં મંગળવારે સવારે  સુરક્ષાદળોને મોટી સફળતા મળી છે. મળી રહેલા અહેવાલ મુજબ સોમવારે મોડી રાતથી ચાલી રહેલા એન્કાઉન્ટર(encounter)માં સુરક્ષા દળો (Security forces)એ 4 આતંકીઓ (terrorists)ને ઠાર કર્યા છે. પોલીસ અને સુરક્ષા દળોના સંયુક્ત ઓપરેશન દરમિયાન 4...
જમ્મુ-કાશ્મીર (Jammu and Kashmir)ના પુંછમાં મંગળવારે સવારે  સુરક્ષાદળોને મોટી સફળતા મળી છે. મળી રહેલા અહેવાલ મુજબ સોમવારે મોડી રાતથી ચાલી રહેલા એન્કાઉન્ટર(encounter)માં સુરક્ષા દળો (Security forces)એ 4 આતંકીઓ (terrorists)ને ઠાર કર્યા છે. પોલીસ અને સુરક્ષા દળોના સંયુક્ત ઓપરેશન દરમિયાન 4 આતંકી માર્યા ગયા હતા.
સવારે આતંકવાદીઓનો ગોળીબાર
આ એન્કાઉન્ટર પૂંછના સિંધારા વિસ્તારમાં ચાલી રહ્યું હતું. રાત્રે લગભગ સાડા અગિયાર વાગ્યે સુરક્ષાદળોના જવાનોનો આતંકવાદીઓ સાથે સામનો થયો હતો. આ પછી ડ્રોન અને અન્ય સર્વેલન્સ સાધનોની મદદ લેવામાં આવી હતી. આતંકવાદીઓએ આજે ​​વહેલી સવારે સુરક્ષા દળો પર ગોળીબાર શરૂ કરી દીધો હતો.

4 આતંકી ઠાર
જેના પર જવાબી કાર્યવાહી કરતા સેના, રાષ્ટ્રીય રાઈફલ્સ અને જમ્મુ-કાશ્મીર પોલીસના જવાનોએ આતંકીઓને ઠાર કર્યા હતા. સૈન્ય સૂત્રોનું કહેવું છે કે માર્યા ગયેલા આતંકવાદીઓએ સરહદ પારથી ઘૂસણખોરી કરી હોવાની આશંકા છે. જો કે હજુ સુધી આ આતંકીઓના મૃતદેહોની ઓળખ થઈ શકી નથી.
આ પણ વાંચો---ગુજરાત સહિત દિલ્હી અને ઉત્તર ભારતમાં આજથી ભારે વરસાદની આગાહી
Tags :
EncounterJammu and Kashmirsecurity forcesterrorists
Next Article