Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

Jammu and Kashmir Explosion : બારામૂલા જિલ્લાના સોપોરમાં ભયાનક વિસ્ફોટ, 4 લોકોના મોત...

જમ્મુ કાશ્મીરથી એક મોટા સમાચાર સામે આવી રહ્યા છે. બારામૂલા જિલ્લાના સોપોરમાં વિસ્ફોટ (Explosion)માં ચાર લોકોના મોત થયા છે. શેર કોલોનીમાં ભંગારના વેપારી ટ્રકમાંથી માલ ઉતારી રહ્યા હતા ત્યારે આ ઘટના બની હતી. પોલીસ ઘટનાની તપાસ કરી રહી છે. ઘટનાસ્થળે...
jammu and kashmir explosion   બારામૂલા જિલ્લાના સોપોરમાં ભયાનક વિસ્ફોટ  4 લોકોના મોત
Advertisement

જમ્મુ કાશ્મીરથી એક મોટા સમાચાર સામે આવી રહ્યા છે. બારામૂલા જિલ્લાના સોપોરમાં વિસ્ફોટ (Explosion)માં ચાર લોકોના મોત થયા છે. શેર કોલોનીમાં ભંગારના વેપારી ટ્રકમાંથી માલ ઉતારી રહ્યા હતા ત્યારે આ ઘટના બની હતી. પોલીસ ઘટનાની તપાસ કરી રહી છે. ઘટનાસ્થળે લોકોની ભીડ એકઠી થઇ ગઈ છે અને સમગ્ર વિસ્તારમાં હોબાળો મચી ગયો હતો. આ બ્લાસ્ટમાં એક વ્યક્તિ ઘાયલ પણ થયો છે.

કેવી રીતે થયો વિસ્ફોટ?

સોમવારે સોપોર શહેરમાં એક રહસ્યમય વિસ્ફોટ (Explosion) થયો હતો જેમાં ચાર લોકોના મોત થયા હતા. વિસ્ફોટ (Explosion)માં અન્ય એક ઘાયલ થયો હતો. અધિકારીઓએ જણાવ્યું કે, વિસ્ફોટ (Explosion) બતામુલા જિલ્લાના સોપોર શહેરની શેર કોલોનીમાં ભંગારના વેપારીની દુકાનની અંદર થયો હતો. અધિકારીઓએ જણાવ્યું કે, ઘટના સમયે કેટલાક લોકો ટ્રકમાંથી કચરો ઉતરી રહ્યા હતા. તેમણે કહ્યું કે, બે લોકોના ઘટનાસ્થળે જ મોત થયા હતા, જ્યારે અન્ય બે લોકોના મોત બાદમાં થયા હતા.

Advertisement

Advertisement

ફોરેન્સિક નિષ્ણાતોની ટીમ ઘટનાસ્થળે...

મૃતકોની ઓળખ નાઝીર અહેમદ નાદરૂ (40), અઝીમ અશરફ મીર (20), આદિલ રશીદ ભટ (23) અને મોહમ્મદ અઝહર (25) તરીકે થઇ છે. તમામ પીડિતો શેર કોલોનીના રહેવાસી હતા. અધિકારીઓના જણાવ્યા અનુસાર ફોરેન્સિક નિષ્ણાતોની ટીમ ઘટનાસ્થળે પહોંચી ગઈ છે.

આ પણ વાંચો : Rahul Gandhi : "21મી સદીમાં દેશ ચક્રવ્યૂહમાં ફસાઇ ગયો છે"

આ પણ વાંચો : Monsoon Session : દિલ્હી કોચિંગ સેન્ટર મુદ્દે બાંસુરી સ્વરાજ બન્યા આક્રમક, કરી આ માગ

આ પણ વાંચો : Social Media : સીમા પછી 2 બાળકોની માતા મેહવિશ પણ પતિને......

Tags :
Advertisement

.

×